Claim: અમેઠી સંસદીય ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ એફીડેવીટમાં જણાવ્યું કે તેને પ્રથમ વર્ષ કોમર્સનો અભ્યાસ કર્યો છે. 2014ના એફીડેવીટમાં તે આર્ટસ ગ્રેજ્યુએટ છે
Fact : ઈરાની દ્વારા 2014માં ચૂંટણી પંચ સામે રજૂ કરવામાં એફીડેવીટ મુજબ તેઓએ બી.કોમનો અભ્યાસ શરૂ કર્યો હતો.
પીએમ મોદીના ડિગ્રી સર્ટિફિકેટ પર છેલ્લા કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયા પર ચર્ચાઓ ચાલી રહી છે. આ ક્રમમાં અનેક અફવાઓ પણ જોવા મળી હતી. ત્યારે આજે ભાજપ નેતા સ્મૃતિ ઈરાનીના અભ્યાસને લઈને સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. ફેસબુક પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે “અમેઠી સંસદીય ચૂંટણીમાં સ્મૃતિ ઈરાનીએ એફીડેવીટમાં જણાવ્યું કે તેને પ્રથમ વર્ષ કોમર્સનો અભ્યાસ કર્યો છે. 2014ના એફીડેવીટમાં તે આર્ટસ ગ્રેજ્યુએટ છે.”

આ પણ વાંચો : અસદ અહેમદના અંતિમ સંસ્કારમાં ભેગી થયેલ ભીડના નામે વાયરલ થયેલ વિડીયોનું સત્ય
Fact Check / Verification
સ્મૃતિ ઈરાનીના અભ્યાસને લઈને સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ પોસ્ટ સાથે ચૂંટણી એફીડેવીટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જે આધારે 2011ના સ્મૃતિ ઈરાની દ્વારા ચૂંટણી પંચ સામે રજૂ કરવામાં એફીડેવીટ સર્ચ કરતા જાણવા મળે છે કે તેઓએ દિલ્હી યુનિવર્સિટી માંથી 1994માં બી.કોમમાં અભ્યાસ કરેલો છે.

આ ઉપરાંત, અમે 2014 અને 2019માં સ્મૃતિ ઈરાની દ્વારા રજૂ કરવામાં આવેલ એફીડેવીટ પણ શોધ્યા જેમાંથી મળતી જાણકારી મુજબ, સ્મૃતિ ઈરાની દ્વારા 1994માં દિલ્હી યુનવર્સિટી ખાતે બી.કોમનો અભ્યાસ શરૂ કર્યો હતો. જો..કે તેઓએ 3 વર્ષનો આ ડિગ્રી કોર્ષ પૂર્ણ કર્યો ન હતો. અહીંયા સ્મૃતિ ઈરાની દ્વારા જાહેર કરવામાં આવેલ તમામ એફીડેવીટ પર આર્ટસ કોર્ષ અંગે કોઈપણ માહિતી જોવા મળતી નથી.

Conclusion
સ્મૃતિ ઈરાનીના અભ્યાસને લઈને સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ પોસ્ટ તદ્દન ભ્રામક છે. ઈરાની દ્વારા 2014માં ચૂંટણી પંચ સામે રજૂ કરવામાં એફીડેવીટ મુજબ તેઓએ બી.કોમનો અભ્યાસ શરૂ કર્યો હતો. સોશ્યલ મીડિયા પોસ્ટ ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result : False
Our Source
Smriti Irani affidavit, on 1 JUL 2011
Smriti Irani affidavit, on 16 APL 2014
Smriti Irani affidavit, on 16 JUL 2019
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044