Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim : અસદ અહેમદના અંતિમ સંસ્કારમાં ભેગી થયેલ ભીડ
Fact : વાયરલ વિડીયો મૌલાના રાબે હસાની નદવીની અંતિમ યાત્રાનો છે.
એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા ગેંગસ્ટર અતીક અહેમદના પુત્ર અસદના અંતિમ સંસ્કારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કોઈના અંતિમ સંસ્કારનો લાગે છે, જેમાં હજારો લોકોની ભીડ હાજર છે. વીડિયો શેર કરતી વખતે લોકો કહી રહ્યા છે કે આ અસદ અહેમદના અંતિમ સંસ્કારમાં ભેગી થયેલ ભીડ છે.

અસદ અહેમદના અંતિમ સંસ્કારમાં ભેગી થયેલ ભીડના નામે વાયરલ થયેલ પોસ્ટ અંગે કેટલાક કીવર્ડ્સની મદદથી સર્ચ કરવા પર જાણવા મળ્યું કે અસદ અહેમદના અંતિમ સંસ્કાર શનિવારે એટલે કે 15 એપ્રિલના રોજ પ્રયાગરાજમાં કરવામાં આવ્યા છે. તેના વીડિયો અને તસ્વીર ઈન્ટરનેટ પર ઉપલબ્ધ છે, જે વાયરલ વીડિયો સાથે મેળ ખાતી નથી.
એ પણ નોંધનીય છે કે અસદના અંતિમ સંસ્કારના થોડા સમય પહેલા આ વાયરલ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અસદને 15 એપ્રિલની સવારે તમના ઘરના લોકોને સોંપવામાં આવ્યો હતો, જ્યારે વાયરલ વીડિયો 15 એપ્રિલની મધરાત 12 વાગ્યાથી શેર કરવામાં આવી રહ્યો છે. તેનાથી સ્પષ્ટ થાય છે કે આ વીડિયો અસદ અહેમદના અંતિમ સંસ્કારનો નથી.
વાયરલ વીડિયોની કીફ્રેમને રિવર્સ સર્ચ કરવા પર, અમને YouTube પર સમાન વિડિયો જોવા મળ્યો. લગભગ 5 મિનિટના આ વીડિયોમાં ‘હઝરત મૌલાના સૈયદ મોહમ્મદ રાબે હસની નદવી’ના અંતિમ સંસ્કાર વિશે જણાવવામાં આવ્યું હતું. સંપૂર્ણ યુટ્યુબ વિડીયો જોયા બાદ જાણવા મળે છે કે વાયરલ વિડીયોનો ભાગ અહીંયા 2 મિનિટ પછી જોઈ શકાય છે.
જણાવી દઈએ કે મૌલાના રાબે હસાની નદવી ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રમુખ અને દારુલ ઉલૂમ નદવાતુલ ઉલમા લખનૌના મૌલાના હતા. નોંધનીય છે કે 13 એપ્રિલે તેમનું અવસાન થયું હતું. વાયરલ વીડિયો મૌલાના નદવીના અંતિમ સંસ્કારનો છે.
સમાચાર અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે મૌલાના નદવીની નમાઝ-એ-જનાઝા (શોક સભા) ગુરુવારે રાત્રે લખનૌની નદવા કોલેજમાં થઈ હતી. આ કોન્ફરન્સના તમામ વીડિયો યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવ્યા છે. TV9 ભારતવર્ષ અને સાહિલ ઓનલાઈન ટીવી ન્યૂઝ નામની વેરિફાઈડ યુટ્યુબ ચેનલે પણ મૌલાના નદવીની શોકસભામાં એકત્ર થયેલી ભીડના વીડિયો શેર કર્યા છે.
અસદ અહેમદના અંતિમ સંસ્કારમાં ભેગી થયેલ ભીડના નામે વાયરલ થયેલ વિડીયો તદ્દન ભ્રામક છે. વાયરલ વિડીયો મૌલાના રાબે હસાની નદવીની અંતિમ યાત્રાનો છે, જે ઘટનાને અસદ અહેમદની અંતિમ યાત્રા હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવી રહી છે.
Our Source
YouTube video of News18, posted on April 15, 2023
Self Analysis
Youtube video posted by Shan Islamic studio
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044