ભારતમાં ભાજપની સરકાર આવ્યા બાદ વડાપ્રધાન મોદીએ અનેક વિકાસ યોજનાઓની જાહેરાત કરી હતી, જેમાંથી એક ડિજિટલ ઈન્ડિયા હતી. ડિજિટલ ઈન્ડિયા અભિયાન હેઠળ સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી યોજનાઓની નોંધણીની પ્રક્રિયા ઓનલાઈન છે. આ ક્રમમાં, સોશિયલ મીડિયા પર દરરોજ આવા ઘણા સંદેશાઓ ફોરવર્ડ કરવામાં આવે છે, જેની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હોતી નથી. આ સંદેશાઓમાં મોબાઈલ રિચાર્જ, ડેટા અને અભ્યાસ સંબંધિત ઘણા આકર્ષક વચનો ફોરવર્ડ કરવામાં આવે છે.
સોશ્યલ મીડિયા પર આવી જ એક સરકારી યોજનાની નોંધણી અંગે પોસ્ટ વાયરલ થયેલ છે, જેમાં પ્રધાનમંત્રી દ્વારા રામ બાણ સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત નોંધણી કરાવનાર તમામ યુવાનોને 4000 રૂપિયાની સહાય આપવામાં આવશે. વાયરલ મેસેજ વોટસએપ અને ફેસબુક પર અનેક યુઝર્સ દ્વારા ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે.



Fact check / Verification
દાવો કરવામાં આવી રહ્યો છે કે, પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કોરોનાવાયરસની સારવાર માટે નાણાકીય સહાય પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા રૂપિયા 4000ની સહાય આપવામાં આવશે. જયારે, ગુગલ પર રામબાણ યોજના અંગે સર્ચ કરતા Pmmodiyojana.in વેબસાઈટ પર 6 ડિસેમ્બરના પ્રકાશિત કરવામાં અહેવાલ જોવા મળે છે.

અહેવાલ અનુસાર, સરકાર દ્વારા પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજના ચલાવવામાં આવી રહી નથી. તેમજ આ ભ્રામક રામબાણ સુરક્ષા યોજના હેઠળ સરકાર દ્વારા કોઈપણ નોંધણી કરવામાં આવી નથી. કૃપા કરીને ખોટી અને ભ્રામક જાહેરાતના આધારે તમારી કોઈપણ માહિતી શેર કરશો નહીં.
આ પણ વાંચો :- રાજસ્થાનમાં ઓમિક્રોનના વધતા જતા કેસોને કારણે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો સરકારી લેટર વાયરલ, જાણો શું છે સત્ય
પ્રધાનમંત્રી રામબાણ સુરક્ષા યોજના અંગે વધુમાં PIB Fact Check દ્વારા ટ્વીટર મારફતે 21 ઓક્ટોબરના જાણકારી આપવામાં આવી હતી. જે મુજબ એક ભ્રામક વેબસાઈટ પર દાવો કરવામાં આવી રહ્યો છે કે, કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી રામબન સુરક્ષા યોજના હેઠળ નોંધણી કરનાર દરેક વ્યક્તિને ₹4000 આપવામાં આવી રહ્યા છે. કેન્દ્ર સરકારના નામે ઓર આ પ્રકારે થઈ રહેલ છેતરપિંડીથી સાવધાન રહો.
Conclusion
કેન્દ્ર સરકાર દ્વારા કોરોના સહાય માટે પ્રધાનમંત્રી રામબાણ યોજના શરૂ કરી હોવાના ભ્રામક દાવા સાથે સોશ્યલ મીડિયા પર મેસેજ વાયરલ થયેલો છે. સરકાર દ્વારા આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું છે કે, PM રામબાણ નામથી કોઈપણ સરકારી યોજના શરૂ કરવામાં આવેલ નથી.
Result :- Fabricated News
Our Source
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044