દેશના ઘણા રાજ્યોમાંથી કોરોનાના નવા પ્રકાર ‘ઓમિક્રોન’ના કેસો સામે આવી રહ્યા છે. રાજસ્થાનના જયપુરમાં કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોનના 9 કેસ નોંધાયા છે. દક્ષિણ આફ્રિકાથી પરત ફરેલા ચાર લોકોમાં ઓમિક્રોન વેરિઅન્ટ જોવા મળ્યું હતું, ત્યારબાદ તેમને આરયુએચએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, આ લોકોના સંપર્કમાં આવેલા વધુ પાંચ લોકોમાં પણ ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટિ થઈ છે.
આ તમામ ઘટના સાથે જોડાયેલ રાજસ્થાન સરકારનો એક આદેશ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, રાજસ્થાનમાં ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને તમામ શૈક્ષણિક સંસ્થાઓ 6 ડિસેમ્બરથી આગામી આદેશ સુધી બંધ રહેશે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ જ દાવો છત્તીસગઢના નામે પણ શેર કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે newschecker દ્વારા ફેકચરેક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવેલ છે.
Fact check / Verification
શું રાજસ્થાનમાં ઓમિક્રોનના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને ખરેખર તમામ શૈક્ષણિક સંસ્થાઓને 6 ડિસેમ્બરથી આગામી આદેશ સુધી બંધ રાખવાનો નિર્ણય લીધો છે? આ અંગે ગુગલ સર્ચ કરતા વાયરલ દાવાની પુષ્ટિ કરતા કોઈપણ અહેવાલ જોવા મળતા નથી.
જયારે, આ મુદ્દે rajasthan.gov.in ની વેબસાઇટ પર તપાસ કરતા, સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ એક ઓર્ડર જોવા મળે છે. જેમાં રાજસ્થાન સરકારે કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને 17 નવેમ્બર 2020 ના રોજ તમામ શૈક્ષણિક સંસ્થાઓને બંધ કરવાનો આદેશ આપ્યો હતો. જેમાં સરકારના ગૃહ સચિવ એન.એલ.મીનાની સહી છે.

વધુમાં, અમને રાજસ્થાન પત્રિકા દ્વારા ટ્વિટર પર 6 ડિસેમ્બરના કરવામાં આવેલ ટ્વિટ જોવા મળે છે. જે મુજબ, સોશ્યલ મીડિયા પર શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાના આદેશ આપતો પરિપત્ર તદ્દન ભ્રામક હોવાની ગૃહ વિભાગ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે. તેમજ ગૃહવિભાગ દ્વારા આ ઘટનાની તપાસ અંગે આદેશ આપવામાં આવ્યા છે.
ઓનલાઇન જોવા મળતી માહિતીના આધારે ન્યૂઝચેકર દ્વારા રાજસ્થાનના શિક્ષણ મંત્રી બી.ડી.કલ્લાનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વાયરલ દાવા મુદ્દે તેઓએ જણાવ્યું કે “સોશિયલ મીડિયા પર ખોટો ઓર્ડર શેર કરવામાં આવી રહ્યો છે. હાલમાં રાજસ્થાન સરકાર દ્વારા આવો કોઈ આદેશ જાહેર કરવામાં આવ્યો નથી.”
Conclusion
સરકાર દ્વારા રાજસ્થાનમાં ઓમિક્રોનના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને તમામ શૈક્ષણિક સંસ્થાઓ 6 ડિસેમ્બરથી આગામી આદેશ સુધી બંધ રાખવાનો આદેશ આપ્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ સરકારી લેટર તદ્દન ભ્રામક છે. રાજેસ્થાન સરકાર દ્વારા સ્પષ્ટતા કરવા આવેલ છે, વાયરલ પરિપત્ર તદ્દન ભ્રામક છે.
Result :- False
Our Source
Google Search
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044