કોંગ્રેસની ભારત જોડો યાત્રા હાલ હરિયાણાથી પંજાબ જઈ રહી છે. આ દરમિયાન, સાંસદ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની એક તસ્વીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે, જેમાં તેઓ ડાઇનિંગ ટેબલ પર ડ્રાય ફ્રૂટ્સ, માખાના સાથે નોન-વેજ ડીશ અને આલ્કોહોલ લઇ રહ્યા છે.
આ તસ્વીર શેર કરી રહેલા યુઝર્સ રાહુલ ગાંધી કટાક્ષ કરતા લખી રહ્યા છે કે, “તપસ્વી ગુંજાલ તપસ્યા મે લીન” આ તસવીર ફેસબુક અને ટ્વિટર પર ખૂબ વાયરલ થઈ રહી છે .

આ પણ વાંચો : રાહુલ ગાંધીના ભાષણનો અધૂરો વિડીયો ભ્રામક દાવા સાથે વાયરલ
Fact Check / Verification
રાહુલ ગાંધી ડાઇનિંગ ટેબલ પર ડ્રાય ફ્રૂટ્સ, માખાના સાથે નોન-વેજ ડીશ અને આલ્કોહોલ લઇ રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીરને ગૂગલ રિવર્સ સર્ચ કરવા પર અમને ટાઇમ્સ નાઉ દ્વારા પ્રકાશિત અહેવાલ જોવા મળે છે. આ સમાચાર રાહુલ ગાંધીના હેલ્ધી ડાયટ અને રૂટિન પર આધારિત છે. પત્રકાર અને લેખક પરંજોય ગુહા ઠાકુર્તાનું એક ટ્વિટ પણ હોઈએ જોવા મળે છે.

ટ્વીટમાં વાયરલ તસ્વીર જોઈ શકાય છે, પરંતુ તેમાં ડિનર ટેબલ પર નોન-વેજિટેરિયન ડીશ અને વાઈનના ગ્લાસ જોવા મળતા નથી. અહીંયા પ્લેટમાં ડ્રાયફ્રૂટ્સ, મખાના અને સાથે દૂધનો ગ્લાસ જોઈ શકાય છે.
7 જાન્યુઆરીના આ ટ્વિટમાં પરંજોય ગુહા ઠાકુર્તાએ લખ્યું છે કે તેઓ પંજાબ જઈ રહ્યા હતા અને સંયોગથી ભારત જોડો યાત્રા પણ તેમના રૂટ પરથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન તેઓ રાહુલ ગાંધીને કરનાલ પાસેના ઢાબા પર મળ્યા જ્યારે રાહુલ નાસ્તો કરી રહ્યા હતા.

ન્યૂઝચેકરે પણ આ અંગે પરંજોયનો સંપર્ક કર્યો હતો. તેમણે જણાવ્યું કે ટ્વિટ સાથે શેર કરવામાં આવેલ રાહુલ ગાંધીનો ફોટો મે ક્લિક કર્યો હતો. અહીંયા તસ્વીર સાથે છેડછાડ કરવામાં આવેલ છે.
Conclusion
રાહુલ ગાંધી ડાઇનિંગ ટેબલ પર ડ્રાય ફ્રૂટ્સ, માખાના સાથે નોન-વેજ ડીશ અને આલ્કોહોલ લઇ રહ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર તદ્દન ભ્રામક છે. એડિટિંગ સોફ્ટવેરની મદદથી તસ્વીરમાં એક ગ્લાસ વાઈન અને નોન-વેજીટેરિયન ફૂડ ડીશ ઉમેરવામાં આવ્યા છે.
Result : Altered Photo
Our Source
Tweet of Journalist/Author Paranjoy Guha Thakurta
Quote of Paranjoy Guha Thakurta
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044