Sunday, April 27, 2025

Fact Check

શું PUC Certificate સાથે નહીં હોય તો રૂ 10 હજારનો દંડ વસુલ કરવામાં આવેશે?, AAP નેતાએ શેર કરી ભ્રામક પોસ્ટ

banner_image

PUC Certificate સાથે ના રાખવાની બેદરકારી હવે ભારે પડી શકે છે. નવા નિયમો મુજબ આકાર દંડની જોગવાઈ કરવામાં આવેલ છે. ફેસબુક પર આમ આદમી પાર્ટીના નેતા સંજય ગઢીયા દ્વારા PUC સર્ટિફિકેટ પર લેવામાં આવતા દંડ અંગે ભાજપ સરકાર પર પ્રહાર કરતા એક ભ્રામક પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

“વાહનો માં P.U.C નહીં હોય તો રૂપિયા 10,000 દંડ નક્કી કરતી નાલાયક ભાજપ સરકાર હીટલર નાં વંશજો એ ભારે કરી” કેપશન સાથે AAP નેતા દ્વારા કરવામાં આવેલ પોસ્ટ 500થી વધુ લોકો દ્વારા શેર કરવામાં આવેલ છે, અને 2000થી વધુ લોકો દ્વારા લાઈક કરવામાં આવેલ છે.

 PUC Certificate
Claim :- Rs 10 thousand fine for not having PUC Certificate
 PUC Certificate
Facebook

Factcheck / Verification

PUC સર્ટિફિકેટ પર રૂ 10000નો દંડ વસુલ કરવામાં આવતો હોવાના દાવા પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા akilanews અને zeenews દ્વારા 1 ઓગષ્ટના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહેવાલ મુજબ, પૉલ્યુશન અંડર કંટ્રોલને હવે સમગ્ર દેશમાં યુનિફોર્મ બનાવવામાં આવશે. સાથે જ PUCને હવે નેશનલ રજિસ્ટરથી પણ લિંક કરવામાં આવશે, ઉપરાંત સમગ્ર દેશમાં PUC એકસમાન રહેશે અને સાથે જ કેટલાક નવા ફીચર્સને પણ જોડવામાં આવશે.

 PUC Certificate
PUC Certificate

ગુજરાત વાહન વ્યવહાર કમિશનર વેબસાઈટ પર આપેલ માહિતી મુજબ, પીયુસી સર્ટીફીકેટ ન હોય તેવા વાહનો સામે મોટર વાહન અધિનિયમની કલમ 190(2) અંતર્ગત પ્રથમવારના ગુના માટે રૂ1000 અને ત્યાર બાદ રૂ 2000 વસુલ કરવામાં આવશે. તેમજ વેબસાઈટ પર વાહન વ્યવહારના દંડનું માળખું જોશી શકાય છે, જ્યાં PUC સર્ટિફિકેટ હાજર ના હોવા પર 500 થી 1000 સુધી દંડ લઇ શકાય છે.

 PUC Certificate
PUC Certificate
 PUC Certificate
PUC Certificate

જયારે PUC સર્ટિફિકેટના નવા નિયમ મુજબ 10 હજારના દંડ અંગે ગુગલ સર્ચ કરતા timesofindia અને ndtv દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ દિલ્હી ખાતે સપ્ટેમબર 2019માં મોટર એક્ટ હેઠળ PUCના માપદંડ પર રૂ 10000 સુધી દંડની જોગવાઈ કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે દિલ્હીને દેશનું સૌથી વધુ પ્રદુષિત શહેર પણ ગણવામાં આવે છે, જેથી આ પ્રકારે આ આકાર દંડની જોગવાઈ કરવામાં આવેલ છે.

 PUC Certificate
PUC Certificate

Conclusion

ગુજરાતના વાહન વ્યવહાર કાયદા હેઠળ PUC સર્ટિફિકેટ સાથે ના રાખવા પર રૂ10,000નો દંડ વસુલ કરવામાં આવતો હોવાનો ભ્રામક દાવો આમ આદમી પાર્ટીના નેતા દ્વારા કરવામાં આવેલ છે. ગુજરાત વાહન વ્યવહાર ઓફિશ્યલ વેબસાઈટ પર આપેલ માહિતી મુજબ PUC હાજર ન હોવા પર રૂ 1000 થી 2000 સુધી દંડ વસુલ કરવામાં આવતો હોવાની જાહેરાત કરવામાં આવેલ છે.

Result :- False


Our Source

akilanews
zeenews
ગુજરાત વાહન વ્યવહાર કમિશનર
timesofindia
ndtv

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,944

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.