Fact Check
વિશ્વની પ્રથમ ટ્રેન હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલે ભ્રામક વિડિઓ શેર કર્યો, જાણો શું છે સત્ય

ભારતીય રેલ મેક ઇન ઇન્ડિયાનું સ્વપ્ન સેવીને બેઠું છે, આઝાદી બાદ રેલવે દ્વારા ખુબ મોટા પ્રમાણમાં વિકાસ કર્યો છે. સ્ટીમ એન્જીનથી લઇ ઇલેટ્રીક એન્જીન સુધી વિકાસ થયો છે. ત્યારે સોશ્યલ મીડિયા પર સમાચાર ચેનલ Mukhya_Samachar દ્વારા એક વિડિઓ પોસ્ટ શેર કરવામાં આવેલ છે, જેમાં વિશ્વની પ્રથમ ટ્રેન હોવાના દાવા સાથે એક ટ્રેનનો વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે.
ન્યુઝ સંસ્થાન દ્વારા “વિશ્વની પ્રથમ ટ્રેન કેવી હતી? જુઓ વીડિયોમાં” હેડલાઈન સાથે શેર કરવામાં આવેલ વિડિઓ સોશ્યલ મીડિયા પર 5.3k લોકો દ્વારા શેર કરવામાં આવ્યો છે અને 521k લોકો દ્વારા આ વિડિઓ જોવામાં આવ્યો છે. ઉપરાંત, યુટયુબ પર પણ કેટલાક યુઝર્સ દ્વારા 200 વર્ષ પહેલા world’s first train હોવાના દાવા સાથે સમાન વિડિઓ પબ્લિશ કરવામાં આવેલ છે.
Factcheck / Verification
world’s first train કેવી દેખાઈ છે? હેડ઼ાઇલન સાથે પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે. જ્યાં યુટ્યુબ પર ‘TRAIN HISTORY’ ફિલ્મ 1923 ટાઇટલ સાથે પબ્લિશ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. વિડિઓ સાથે આપેલ માહિતી મુજબ Our Hospitality નામથી એક સાઇલેન્ટ કોમેડી ફિલ્મ છે, જે 1923માં રિલીઝ થયેલ છે.
જયારે ફિલ્મ વિષયે વધુ માહિતી માટે ગુગલ કીવર્ડ સર્ચ કરતા highonfilms અને silentfilmlivemusic વેબસાઈટ પર ફિલ્મ અંગે કરવામાં આવેલ રીવ્યુ જોવા મળે છે. જ્યાં જાણવા મળે છે કે ફિલ્મમાં વિશ્વની પ્રથમ ટ્રેન ‘સ્ટીમ લોકોમોટિવ એન્જીન’ની પ્રતિકૃતિ (કોપી) બનવવામાં આવી હતી.

વિશ્વમાં પ્રથમ ટ્રેન ફેબ્રુઆરી1804માં બનાવવામાં આવી હતી, જયારે પ્રથમ પેસેન્જર ટ્રેન સપ્ટેમ્બર 1825માં શરૂ કરવામાં આવી હતી. Robert Stephenson દ્વારા ઇંગ્લેન્ડમાં પહેલું લોકોમોટિવ સ્ટ્મ એન્જીન બનાવવામાં આવ્યું હતું. જે હાલ Darlington Railway Centre અને મ્યુઝિયમ ખાતે જોવા મળે છે.

Our Hospitality ફિલ્મ અંગે IMDB વેબસાઈટ પર પણ કેટલીક માહિતી જોઈ શકાય છે, જ્યાં ફિલ્મના કેટલાક ફોટોગ્રાફ શેર કરવામાં આવ્યા છે. અહીંયા વાયરલ વિડિઓમાં જોઈ શકાતી ટ્રેનના દર્શ્યો પણ જોવા મળે છે. ઉપરાંત યુટ્યુબ પર Our Hospitality સંપૂર્ણ ફિલ્મ જોઈ શકાય છે, જ્યાં 17 મિનિટ બાદ વાયરલ થયેલ ટ્રેનના દર્શ્યો પણ જોવા મળે છે.

Conclusion
વિશ્વની પ્રથમ ટ્રેન હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલ દ્વારા ભ્રામક વિડિઓ પોસ્ટ કરવામાં આવેલ છે. 1923માં બનાવવામાં આવેલ ફિલ્મના દર્શ્યોને ખોટા દાવા સાથે સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ છે. જયારે વિશ્વની પ્રથમ ટ્રેન 1804માં બનવવામાં આવી હતી.
Result :- False
Our Source
IMDB
Youtube Search
highonfilms
Google Search
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044