કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની પુત્રી પર ગોવામાં ગેરકાયદેસર કેફે એન્ડ બાર ચલાવવાના આરોપોને પગલે સોશિયલ મીડિયા પર અનેક પોસ્ટ વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવ્યો છે કે સ્મૃતિની પુત્રીની રેસ્ટોરન્ટમાં બીફ અને પોર્કનું માંસ પીરસવામાં આવી રહ્યું છે. વાયરલ પોસ્ટમાં રેસ્ટોરન્ટના મેનુની તસવીર છે, જેમાં બીફ અને પોર્કનો ઉલ્લેખ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એ જ સિલી સોલ્સ કેફેનું મેનુ છે જે સ્મૃતિની પુત્રી ઝોઈશ ઈરાની ચલાવે છે.

સોશ્યલ મીડિયા પર કોંગ્રેસ નેતાઓ તેમજ અન્ય યુઝર્સ “સ્મૃતિ ઈરાની અને તેમની દીકરી દ્વારા ચલાવવા માં આવતા ડાન્સ બારમાં ગૌમાંસ પીરસાતું હતું” ટાઇટલ સાથે સ્મૃતિ ઈરાની પર કટાક્ષ કરતી પોસ્ટ જોઈ શકાય છે. બીજી તરફ ગોવાના ‘સિલી સોલ્સ કેફે એન્ડ બારના વિવાદમાં હવે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ પલટવાર કર્યો છે. તેમણે આ મામલે તેમની પુત્રી ઝોઈશ ઈરાની પર પ્રેસ કોન્ફરન્સ કરીને આરોપ લગાવવા માટે કોંગ્રેસ અને તેના નેતાઓને કાયદેસરની નોટિસ મોકલી છે.

Fact Check / Verification
સ્મૃતિ ઈરાનીની પુત્રી પર ગોવામાં ગેરકાયદેસર કેફે એન્ડ બાર ચલાવવાના આરોપોને પગલે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ કેફે અંગે Zomato પર સિલી સોલ્સ કેફેનું મેનૂ શોધ્યું. અહીંયા જોઈ શકાય છે કે કેફેનું મેનુ વાયરલ તસ્વીરથી એકદમ અલગ છે. આ પછી અમે ગૂગલ રિવર્સ સર્ચની મદદથી વાયરલ તસ્વીરને સર્ચ કરતા ezydinner નામની વેબસાઇટ પર સમાન તસ્વીર જોવા મળે છે જે ગોવાના રેડિસન બ્લુ રિસોર્ટમાં આવેલ અપર ડેક રેસ્ટોરન્ટનું મેનુ છે. આ સાથે, અમને Zomato પર ગોવાના અપર ડેક રેસ્ટોરન્ટના મેનુની તસ્વીર જોઈ શકાય છે.

વધુમાં, અપર ડેક કેફેના એક કર્મચારીએ મીડિયા વેબસાઈટ Lallantop ને જણાવ્યું કે, “આ અમારી રેસ્ટોરન્ટની તસ્વીર છે. જોકે આ મેનુ એક વર્ષ જૂનું છે. નવા મેનુ માંથી બીફને હટાવી દેવામાં આવ્યું છે.
થોડા મહિનાઓ અગાઉ એક ફૂડ બ્લોગર ચેનલ Khaane Mein Kya Hai દ્વારા સિલી સોલ્સ કેફે એન્ડ બાર પર એક બ્લોગ પોસ્ટ કરવામાં આવ્યો છે. અહીંયા બ્લોગના હોસ્ટ કુણાલ વિજયાકર દ્વારા ઝોઈશ ઈરાનીને રેસ્ટોરેન્ટના મલિક હોવાનું કહી રહ્યા છે. જો..કે આ સમગ્ર ઘટના પર સ્મૃતિ ઈરાની દ્વારા પ્રેસ કોન્ફરન્સ મારફતે કોંગ્રેસ પર વળતો હુમલો કરતાં કહ્યું કે, બે આધેડ વયના પુરુષોએ એક ૧૮ વર્ષની છોકરીની આબરુના કાંકરા કરવાનું દુઃસાહસ કર્યું છે. જે ૧૮ વર્ષની છોકરીની આબરુ પર કોંગ્રેસ પ્રવક્તાઓએ આજે હુમલો કર્યો છે,
Conclusion
સ્મૃતિ ઈરાનીની પુત્રી પર ગોવામાં ગેરકાયદેસર કેફે એન્ડ બાર ચલાવવાના આરોપોને પગલે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલ કેફેના મેનુમાં ગૌમાંસ પરીસવામાં આવતું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ થયેલ રહેલ કેફેનું મેનુ ગોવાના રેડિસન બ્લુ રિસોર્ટમાં આવેલ અપર ડેક રેસ્ટોરન્ટનું છે.
Result : False
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044