ફેસબુક પર ફોક્સવેગન કારની એક જાહેરાતનો વિડિઓ ખુબ જ શેર કરવામાં આવી રહ્યો છે. ફોક્સવેગન કારની આ જાહેરાતમાં એક વ્યક્તિ ઇસ્લામિક દેશમાં કાર ભીડ વાળા વિસ્તારમાં ઉભી રાખે છે. ત્યારે કારની અંદર બોમ્બ વિસ્ફોટ થાય છે, પરંતુ બહાર ઉભેલા વ્યક્તિઓને હાનિ પોહોચતી નથી. સોશ્યલ મીડિયા પર આ જાહેરાત “ફોક્સવેગન કાર ની આ જાહેરાત એ ઇસ્લામ ને જ ખતરા માં નાખી દીધો છે.” ટાઇટલ સાથે શેર કરવામાં આવી રહી છે.
ફોક્સવેગન કારની જાહેરાતના વિડિઓ સાથે કરવામાં આવેલ દાવા અંગે સર્ચ કરતા ટ્વીટર પર ભાજપ નેતા Tajinder Pal Singh Bagga અને Kajal HINDUsthani દ્વારા 2020માં સમાન વિડિઓ “चाहे फोड़ो कितने भी बमComet बोल के अकबर-अल्लाह,फिर भी मजबूत गाड़ी को बम से उड़ा ना पाए कोई मुल्ला” ટાઇટલ સાથે શેર થયેલો જોવા મળે છે.
આ ઉપરાંત, crowdtangle ડેટા અનુસાર કેટલાક ભાજપ સમર્થક ગ્રુપ અને કેટલાક કોંગ્રેસ સમર્થક ગ્રુપ તેમજ ન્યુઝ સંસ્થાન VTV ન્યુઝના નામે બનવવામાં આવેલ પેજ પર આ ફોક્સવેગન કારની જાહેરાતનો વિડિઓ શેર કરવામાં આવેલ છે.

Fact check / Verification
ફોક્સવેગન કારની જાહેરાતનો વાયરલ વિડિઓ, જેમાં એક વ્યક્તિ સુસાઇડ બોમ્બ અટેમ્પટ કરે છે. જે અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન theguardian દ્વારા જાન્યુઆરી 2005માં વાયરલ ફોક્સવેગન કારની જાહેરાત બાદ સર્જાયેલ વિવાદ અંગે અહેવાલ પ્રકાશિત કરવામાં આવેલ છે.

અહેવાલ અનુસાર, લંડન સ્થિત એડવર્ટાઈઝિંગ ક્રિએટિવ્સ કંપનીના લી ફોર્ડ અને ડેન બ્રુક્સ દ્વારા આ જાહેરાત બનવવામાં આવી હતી. ત્યારબાદ ફોર્ડ અને બ્રૂક્સ કોમર્શિયલ બનાવવા માટે ઔપચારિક રીતે માફી માંગવા માટે પણ સંમત થયા હતા. તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું હતું કે, તેઓએ આ કોમર્શિયલ બનાવ્યું છે અને તેના માટે અમારી પાસે કોઈ સત્તા નથી તેમજ અમે કંપનીના ટ્રેડમાર્કનું ઉલ્લંઘન કર્યું હતું.
આ પણ વાંચો :- PM મોદીની જાહેરાત : 1098 પર કૉલ કરો અને તમારા ફંક્શનમાં વધેલું જમવાનું આપો, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય
લી ફોર્ડ અને ડેન બ્રુક્સ અંગે ગુગલ સર્ચ કરતા campaignlive તેમજ ABC 10 News દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ અનુસાર, આ જાહેરાતના વાયરલ થયા બાદ કંપનીએ સ્પષ્ટતા કરી હતી. આ જાહેરાત ફોક્સવેગન કંપની દ્વારા બનાવવામાં આવેલ નથી, કંપની દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. જયારે લી ફોર્ડ અને ડેન બ્રુક્સ દ્વારા આ અંગે માફી માંગવામાં આવી ત્યારે કંપની તરફથી કોઈપણ કાર્યવાહી કરવામાં આવી ન હતી.

Conclusion
“ફોક્સવેગન કાર ની આ જાહેરાત એ ઇસ્લામ ને જ ખતરા માં નાખી દીધો છે.” ટાઇટલ સાથે વાયરલ થયેલ વિડિઓ ખરેખર 2005માં લી ફોર્ડ અને ડેન બ્રુક્સ નામના વ્યક્તિઓ દ્વારા બનવવામાં આવ્યો હતો. આ વિડિઓ અંગે 2005માં ફોક્સવેગન કંપની દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી. તેમજ લી ફોર્ડ અને ડેન બ્રુક્સ દ્વારા ઔપચારિક માફી પણ માંગવામાં આવી હતી.
Result :- False
Our Source
Theguardian :- (https://www.theguardian.com/media/2005/jan/31/newmedia.advertising)
Campaignlive :- (https://www.campaignlive.co.uk/article/lee-dan-parlay-fake-polo-ad-notoriety-jobs-quiet-storm/466946)
ABC 10 News :- (https://www.youtube.com/watch?v=o0w4eIgndJU)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044