ભારતમાં એવા ગરીબ લોકો જેને એક ટાઇમનું જમવાનું નથી મળતું, તેવા લોકો માટે અનેક સંસ્થાઓ અને ટ્રસ્ટો દ્વારા સેવા કાર્યો કરવામાં આવતા હોય છે. સોશ્યલ મીડિયા પર સેવામાં જોડાવા અંગે પણ અનેક મેસેજ આવતા હોય છે. આ તમામ ક્રમમાં વોટસએપ અને ફેસબુક પર ” PM મોદીની જાહેરાત” ટાઇટલ સાથે એક મેસેજ ફોરવર્ડ કરવામાં આવેલ છે. વાયરલ ફોરવર્ડ મેસેજ મુજબ ચાઈલ્ડલાઈન ઈન્ડિયા ફાઉન્ડેશન નામની સંસ્થા દ્વારા એક હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે, જે સંસ્થા કોઈપણ ઇવેન્ટ કે ફંકશનમાં વધેલું જમવાનું એકત્રિત કરી ગરીબ બાળકોને ખવડાવે છે.

ફેસબુક પોસ્ટ સાથે આપવામાં આવેલ માહિતી અનુસાર “જો તમારા ઘરે કોઈ ફંક્શન/પાર્ટી હોય અને તમે જોશો કે ઘણું બધું ખાદ્યપદાર્થ વેડફાય છે, તો કૃપા કરીને 1098 પર કૉલ કરવામાં અચકાશો નહીં, ચાઈલ્ડલાઈન ઈન્ડિયા ફાઉન્ડેશન. તેઓ આવશે અને ખોરાક એકત્રિત કરશે…કૃપા કરીને આ સંદેશ ફેલાવો જે ઘણા બાળકોને ખવડાવવામાં મદદ કરી શકે છે.”
Fact check / Verification
ખાદ્યપદાર્થોના બગાડને રોકવા માટે પાર્ટીઓ અને ઈવેન્ટ્સમાં વધારાનો ખોરાક લેવા માટે લોકોને 1098 પર કૉલ કરવાનું કહેતો ઉપરોક્ત WhatsApp મેસેજ તદ્દન ભ્રામક છે. 1098એ ચાઈલ્ડલાઈન ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇન નંબર છે. આ એક એવી સંસ્થા છે, જે મુશ્કેલીમાં રહેલા ખોવાયેલા કે ભટકાયેલા બાળકો માટે 24-કલાક મદદ પુરી પાડે છે.

ચાઈલ્ડલાઈન ઈન્ડિયા ફાઉન્ડેશન વિશે વધુ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન business-standard દ્વારા જુલાઈ 2018માં સમાન દાવા પર પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહેવાલ પરથી મળતી માહિતી અનુસાર ચાઈલ્ડલાઈન સંસ્થા ભારતમાં મુશ્કેલીમાં ફસાયેલા બાળકોને મદદ પુરી પાડે છે. સંસ્થા દ્વારા સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું કે તેઓ કોઈપણ પાર્ટી કે ફંક્શન માંથી જમવાનું એકત્રિત કરવાનું કામ કરતા નથી.

ચાઇલ્ડલાઇનના ઓફિસરે જણાવ્યું હતું કે તેઓને વાયરલ મેસેજ બાદ એવા લોકો તરફથી ઘણા ફોન આવી રહ્યા હતા, જેઓ તેમને ફંક્શન પછી બચેલો ખોરાક લઇ જવા કહી રહ્યા હતા.
ચાઈલ્ડલાઈન ઈન્ડિયા ફાઉન્ડેશન દ્વારા વાયરલ ખબર અંગે ઓફિશ્યલ વેબસાઈટ પર પણ ચેતવણી આપતો મેસેજ કરવામાં આવ્યો હતો. જેમાં તેઓએ ઇવેન્ટ અને ફંક્શન માંથી જમવાનું એકત્રિત કરવાના દાવાને ખોટો ગણાવી રહ્યા છે, તેમજ તેઓ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું, કે સંસ્થા માટે મુશ્કેલીમાં ફસાયેલા બાળકોની સંભાળ રાખે છે. સંસ્થા કોઈપણ પ્રકારના જમવાનું એકત્રિત કરવાનું કામ કરતી નથી, વાયરલ ફોરવર્ડ મેસેજ ચાઇલ્ડલાઇન દ્વારા કરવામાં આવેલ નથી.

Conclusion
1098 પર કૉલ કરો અને પાર્ટી કે ફંક્શનમાં બચેલું જમવાનું આપો જેવા દાવા સાથે વાયરલ થયેલ મેસેજ તદ્દન ભ્રામક છે. ચાઈલ્ડલાઇન નામની સંસ્થા બાળકો માટે અન્ય પ્રકારે મદદ પુરી પડતી સંસ્થા છે. આ સંસ્થા દ્વારા દેશભરમાં મુશ્કેલીમાં ફસાયેલા કે ખોવાયેલા બાળકોને મદદ કરવામાં આવે છે.
Result :- False
Our Source
Business-standard :- (https://www.business-standard.com/article/pti-stories/childline-issues-clarification-after-receiving-calls-for-collecting-leftover-food-118071600710_1.html)
Childlineindia :- (https://www.childlineindia.org/a/about/childline-india)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044