Wednesday, April 23, 2025
ગુજરાતી

Fact Check

શું સ્વીડને સેક્સને એક રમત તરીકે જાહેર કરી છે? જાણો શું છે સત્ય

Written By Kushel Madhusoodan, Translated By Prathmesh Khunt, Edited By Pankaj Menon
Jun 7, 2023
banner_image

Claim : સ્વીડને સેક્સને એક રમત તરીકે જાહેર કર્યું

Fact : સ્વીડન નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રમુખ બ્યોર્ન એરિકસને સ્પષ્ટતા કરી છે કે સેક્સને રમત તરીકે સૂચિબદ્ધ કરવામાં આવશે નહીં.

કેટલાક ન્યુઝ મીડિયા વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો છે કે સ્વીડને સેક્સને એક રમત તરીકે જાહેર કર્યું છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે સ્વીડનમાં 8 જૂનથી પહેલીવાર સેક્સ કોમ્પિટિશનનું આયોજન થવા જઈ રહ્યું છે. ETV બિહાર/ઝારખંડની વેબસાઈટ સિવાય, ‘ હિન્દુસ્તાન ટાઈમ્સ ‘ અને ‘ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા ‘ સહિતની ઘણી અંગ્રેજી મીડિયા સંસ્થાઓએ દાવો કર્યો હતો કે સ્વીડનમાં સેક્સને રમત તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતી મીડિયા સંસ્થાન અને સોશ્યલ મીડિયા યુઝર્સ પણ આ દાવો કરતી પોસ્ટ “સેક્સ હવે ખેલ બન્યો, 8 જુનથી થઈ રહી છે ચેમ્પિયનશીપ” ટાઇટલ સાથે શેર કરી રહ્યા છે.

શું સ્વીડને સેક્સને એક રમત તરીકે જાહેર કરી છે? જાણો શું છે સત્ય
Courtesy : Facebook / Naresh Makwana

આ પણ વાંચો : મોરબી બ્રિજ તૂટવાની ઘટના સાથે જોડાયેલ હોસ્પિટલ રીનોવેશનની તસ્વીર ઓડિશા ટ્રેન અકસ્માતના નામે વાયરલ, જાણો સત્ય

Fact Check / Verification

સ્વીડને સેક્સને એક રમત તરીકે જાહેર કર્યું હોવાના દાવાની સત્યતા જાણવા માટે અમે કેટલાક કીવર્ડ્સની મદદથી કર્યું. અમે આ સ્પર્ધાને લગતી કોઈપણ સત્તાવાર વેબસાઇટ જોવા મળતી નથી. વધુમાં, અમને એ પણ જાણવા મળ્યું છે કે આંતરરાષ્ટ્રીય અને યુરોપિયન મીડિયા વેબસાઇટ્સે પણ સ્વીડનમાં આ ચેમ્પિયનશિપના આયોજન અંગે કોઈ અહેવાલ પ્રકાશિત કર્યા નથી.

અમને 26 એપ્રિલ, 2023ના રોજ સ્વીડિશ મીડિયા આઉટલેટ ગોટરબર્ગ્સ-પોસ્ટેનની વેબસાઇટ પર પ્રકાશિત એક લેખ મળ્યો. તેમાં કહેવામાં આવ્યું છે કે સ્વીડને સેક્સને રમત તરીકે સૂચિબદ્ધ કરવાની અરજી ફગાવી દેવામાં આવી છે.

આ સ્પષ્ટતા NDTV દ્વારા પણ પ્રકાશિત અહેવાલમાં પણ કરવામાં આવી છે. એક સ્વીડિશ મીડિયા આઉટલેટને ટાંકીને જણાવ્યું હતું કે સ્વીડનમાં સેક્સ ફેડરેશન છે અને તેના વડા ડ્રેગન બ્રાક્ટિકે ચેમ્પિયનશિપ યોજવા માટે જાન્યુઆરીમાં એક અરજી કરી હતી, પરંતુ રાષ્ટ્રીય રમતગમત સંઘ દ્વારા તેની અરજી નકારી કાઢવામાં આવી હતી.

શું સ્વીડને સેક્સને એક રમત તરીકે જાહેર કરી છે? જાણો શું છે સત્ય

આ સિવાય અન્ય સ્વીડિશ મીડિયા વેબસાઈટ TV4 દ્વારા 19 જાન્યુઆરી, 2023ના રોજ એક રિપોર્ટ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. તદનુસાર, નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રમુખ બ્યોર્ન એરિકસને સ્પષ્ટતા કરી છે કે સેક્સને રમત તરીકે સૂચિબદ્ધ કરવામાં આવશે નહીં.

ત્યારબાદ ન્યૂઝચેકરે સ્વીડિશ સ્પોર્ટ્સ ફેડરેશનનો પણ સંપર્ક કર્યો હતો, જ્યાં તેઓએ વાયરલ થયેલા દાવાને નકારી કાઢ્યો છે. સ્વીડિશ સ્પોર્ટ્સ કોન્ફેડરેશનના મીડિયા અને કોમ્યુનિકેશન્સના વિભાગના વડા અન્ના સીટ્ઝમેને જણાવ્યું હતું કે, “સ્વીડિશ સ્પોર્ટ્સ કોન્ફેડરેશનએ નોંધ્યું છે કે ઘણા મીડિયા આઉટલેટ્સે સ્વીડિશ ફેડરેશનને સેક્સને એક ગેમ બનવવાની જાણ કરી છે. આ સમાચાર ભ્રામક છે. સ્વીડિશ ગેમ્સ અને સ્વીડનને બદનામ કરવાના હેતુથી આ ખોટી માહિતી ફેલાવવામાં આવી છે.”

અમે આ મામલે વધુ વિગતો માટે સંબંધિત એસોસિએશનનો સંપર્ક કર્યો. તેણે પુષ્ટિ કરી કે સ્વીડનમાં સેક્સને રમત તરીકે માન્યતા નથી. ઈમેલના જવાબમાં ફેડરેશને કહ્યું, “સેક્સને હજુ સુધી રમતની શ્રેણી તરીકે માન્યતા આપવામાં આવી નથી. આ નાણાકીય કારણોસર છે. સ્પોર્ટ્સ ફેડરેશનોએ તાલીમ, સુવિધાઓ, રેફરી અને અભ્યાસક્રમો માટે ચૂકવણી કરવી પડશે. આ જ કારણ છે કે તેઓએ અમારી અરજી સ્વીકારી નથી.”

આ વર્ષે તેઓએ ઈ-સ્પોર્ટને રમત તરીકે માન્યતા આપી છે. કોમ્પ્યુટરની સામે બેસીને વિડીયો ગેમ્સ રમવી એ રમત તરીકે વધુ સ્વીકારવી જોઈએ કે આપણા જીવનમાં મહત્વની ભૂમિકા ભજવતી તંદુરસ્ત શારીરિક પ્રવૃત્તિ? અમે આ નિષ્કર્ષ તમારા પર છોડીએ છીએ. યુરોપિયન સેક્સ ચેમ્પિયનશિપ 8 જૂનથી સ્વીડનમાં શરૂ થવા જઈ રહી છે. તે રમત તરીકે ઓળખાય છે કે નહીં તે એટલું મહત્વનું નથી. યુરોવિઝન એ પણ એક સ્પર્ધા છે, પરંતુ તેને રમત તરીકે વર્ગીકૃત કરવામાં આવી નથી.

તપાસ દરમિયાન અમે સ્વીડિશ સેક્સ ફેડરેશનની વેબસાઈટ પણ સર્ચ કરી. અહીં આપેલી માહિતી અનુસાર, આ સંગઠનની સ્થાપના વર્ષ 2016માં કરવામાં આવી હતી અને તે વિશ્વની એકમાત્ર એવી સંસ્થા છે જે સેક્સને રમત તરીકે વર્ગીકૃત કરે છે. આ વેબસાઈટ ખોલવા પર એક ‘પોપ અપ’ દેખાય છે જેમાં લખ્યું છે કે યુરોપિયન સેક્સ ચેમ્પિયનશિપ 8મી જૂનથી યોજાવા જઈ રહી છે.

Conclusion

સ્વીડને સેક્સને એક રમત તરીકે જાહેર કર્યું હોવાનો દાવો તદ્દન ખોટો છે. સ્વીડન નેશનલ સ્પોર્ટ્સ ફેડરેશનના પ્રમુખ બ્યોર્ન એરિકસને સ્પષ્ટતા કરી છે કે સેક્સને રમત તરીકે સૂચિબદ્ધ કરવામાં આવશે નહીં.

Result : False

Our Source
Email from Swedish Sports Confederation
Goterbergs-Posten report, April 26, 2023
TV4 report, January 19, 2023
Swedish Sex Federation

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
No related articles found
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,862

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage
cookie

અમારી વેબસાઇટ કૂકીઓ નો ઉપયોગ કરે છે

અમે કુકીઝ અને સમાન તકનીકનો ઉપયોગ કરીએ છીએ તાકી વિષયવસ્તુને વ્યક્તિગત બનાવી શકો, વિજ્ઞાપનોને સુયોજિત કરી અને માપી શકો, અને ઉત્કૃષ્ટ અનુભવ આપી શકો. 'ઠીક છે' પર ક્લિક કરીને અથવા કુકી પસંદગીઓમાં એક વિકલ્પને ચાલુ કરીને, તમે આને સવિકારો, જેમાં આમાં અમારી કુકી નીતિમાં વિવરણ કરાયું છે.