Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim : વડા પ્રધાન મોદીની મુલાકાત માટે ઓડિશાની કટક હોસ્પિટલનું રીનોવેશન
Fact : વાયરલ તસ્વીર મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે વર્ષ 2022માં લેવામાં આવેલ છે.
ઓડિશામાં બનેલ ટ્રેન દુર્ઘટનાને લઈને વડા પ્રધાન મોદીની મુલાકાત માટે ઓડિશાની કટક હોસ્પિટલને રિનોવેટ કરવામાં આવી રહી હોવાની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
“વડાપ્રધાન મોદીએ બાલાસોર ટ્રેન દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી. પછી તે કટકની એક હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત લોકોને મળવા ગયા હતા. આ ક્રમમાં હોસ્પિટલના રીનોવેશન કામગીરીની કેટલીક તસ્વીર શેર કરતા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે પીએમ મોદીની મુલાકાત પહેલાં હૉસ્પિટલમાં રંગકામ, સફાઈ કરીને હકીકતો છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ પણ વાંચો : ઓડિશા ટ્રેન દુર્ઘટનાને લઈને 2009ની જૂની તસ્વીરો વાયરલ
વડા પ્રધાન મોદીની મુલાકાત માટે ઓડિશાની કટક હોસ્પિટલનું રીનોવેશન કરવામાં આવી રહ્યું હોવાના દાવા સાથે વાયરલ થયેલ તસ્વીર અંગે રિવર્સ સર્ચ કરતા અમને આઉટલુક ઇન્ડિયાના પેજ પર નવેમ્બર 01, 2022 ના રોજ પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે.
અહેવાલ અનુસાર, ગુજરાતના મોરબીમાં પુલ તૂટી પડવાની ઘટનામાં 100થી વધુ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં સારવાર લઈ રહેલા લોકોની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદી માટે મોરબી સિવિલ હોસ્પિટલને રંગ રોગાન સહિતના કામો કરવામાં આવ્યા હતા જે બાદ વિવાદ સર્જાયો હતો. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સહિતની પાર્ટીઓએ આ ઘટના પર ભાજપ સરકાર પર આરોપ લગાવ્યા હતા.
ઈન્ડિયા ટુડે, નેશનલ હેરાલ્ડ ઈન્ડિયા અને અન્ય મીડિયા સંસ્થાનોએ પણ વર્ષ 2022માં મોરબી હોસ્પિટલના નવીનીકરણ અંગે પ્રકાશિત કરેલા અહેવાલ જોઈ શકાય છે. આ ઉપરાંત આમ આદમી પાર્ટીએ એક વીડિયો પણ જાહેર કર્યો છે. નોંધનીય છે કે, વીડિયોના ભાગો વાયરલ તસ્વીર સાથે સરખાવી શકાય છે.
વડા પ્રધાન મોદીની મુલાકાત માટે ઓડિશાની કટક હોસ્પિટલનું રીનોવેશન કરવામાં આવ્યું હોવાનો ભ્રામક દાવો શેર કરવામાં આવેલ છે. વાયરલ તસ્વીર મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે વર્ષ 2022માં લેવામાં આવેલ છે. મોરબીમાં પુલ તૂટી પડવાની ઘટનામાં સારવાર લઈ રહેલા લોકોની મુલાકાતે આવેલા વડાપ્રધાન મોદી માટે સિવિલ હોસ્પિટલને રિનોવેટ કરવામાં આવી હતી, જે ઘટનાને હાલમાં બાલાસોર ટ્રેન અકસ્માત સાથે જોડીને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Our Source
News Report From, Outlook India, Dated November 01, 2022
News Report From, India Today, Dated November 01, 2022
Twitter Post From, Congress, Dated October 31, 2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Prathmesh Khunt
June 10, 2023
Prathmesh Khunt
April 14, 2023
Prathmesh Khunt
September 29, 2021