Claim : વિકિલિક્સે સ્વિસ બેંકોમાં કાળું નાણું રાખનારા ભારતીયોની યાદી જાહેર કરી
Fact : વિકિલિક્સે સોશ્યલ મીડિયા મારફતે સ્પષ્ટતા કરતા વાયરલ દાવાને નકારી કાઢ્યો છે.
સોશ્યલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે “વિકિલિક્સે સ્વિસ બેંકોમાં કાળું નાણું રાખનારા ભારતીયોની પ્રથમ યાદી જાહેર કરી!” વાયરલ મેસેજમાં કેટલાક નેતાઓ અને બિઝનેસમેનના નામ સાથે સ્વિસ બેન્કમાં જમા રકમનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. વધુમાં લખવામાં આવ્યું છે કે સ્વિસ બેંકોમાં લગભગ 1.3 ટ્રિલિયન ભારતીય કાળું નાણું જમા છે.

આ પણ વાંચો : ઓડિશામાં બનેલ ટ્રેન દુર્ઘટનાથી લઈને સ્વીડને સેક્સને એક રમત તરીકે જાહેર કરી હોવાના ભ્રામક દાવાઓનું સત્ય
Fact Check / Verification
સ્વિસ બેંકોમાં કાળું નાણું રાખનારા ભારતીયોની યાદી અંગે WikiLeaks.org પર સર્ચ કરતા આ સંબંધિત કોઈ માહિતી મળી ન હતી. 2011માં, વિકિલીક્સના સ્થાપક જુલિયન અસાંજે કહ્યું હતું કે સ્વિસ બેંકોમાં કાળું નાણું મુખ્યત્વે ભારતમાંથી આવે છે. પરંતુ અહીંયા સ્વિસ બેન્કના કળા નાણામાં ભારતીયોની યાદી જાહેર કરી હોવાનો ક્કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી.

આ ઉપરાંત, વિકિલીક્સે 2011માં તેમની સત્તાવાર ફેસબુક અને ટ્વિટર પોસ્ટ દ્વારા સ્પષ્ટતા કરી હતી કે જે યાદીઓ પ્રસારિત કરવામાં આવી રહી છે તે નકલી છે અને આવી કોઈપણ યાદી જાહેર કરવામાં આવેલ નથી.
Conclusion
વિકિલિક્સે સ્વિસ બેંકોમાં કાળું નાણું રાખનારા ભારતીયોની જાહેર કરી હોવાના દાવા સાથે વાયરલ થઈ રહેલો મેસેજ તદ્દન ભ્રામક છે. વિકિલિક્સે સોશ્યલ મીડિયા મારફતે વાયરલ દાવાને નકારી કાઢ્યો છે.
Result : False
Our Source
Facebook Post Of wikileaks, 6 AUG 2011
Twitter Post Of wikileaks, 6 AUG 2011
Media Report Of economictimes, 27 APR 2011
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044