WeeklyWrap : ઓડિશા ટ્રેન દુર્ઘટનાને લઈને 2009ની જૂની તસ્વીરોથી શરૂ કરીને મોરબી બ્રિજ તૂટવાની ઘટના સાથે જોડાયેલ હોસ્પિટલ રીનોવેશનની તસ્વીરો સુધી ફેલાયેલ અફવાઓ

શું શિરડી સાંઈ મંદિરના દાનની આવક મુસ્લિમોના હાથમાં છે? જાણો વાયરલ વિડીયોનું સત્ય
સોશ્યલ મીડિયા પર શિરડી સાંઈ મંદિરના દાનની આવક મુસ્લિમો પાસે જતી હોવાના દાવા સાથે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં કેટલાક મુસ્લિમ લોકો દાનપેટી માંથી રૂપિયા બહાર કાઢતા જોવા મળે છે. યુઝર્સ દાવો કરી રહ્યા છે કે “શીરડી સાંઈ બાબાની આવક હિન્દુઓની છે” ન્યૂઝચેકરને સાંપ્રદાયિક રંગ સાથે શેર કરવામાં આવેલ આ વિડીયો ભ્રામક હોવાનું જણાયું છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

ઓડિશા ટ્રેન દુર્ઘટના સંદર્ભે રેલ્વે ટ્રેક પર પથ્થરો મુકતા છોકરાના વાયરલ વિડીયોની હકીકત
રેલ્વે કામદારો દ્વારા રેલ્વે ટ્રેક પર પથ્થરો મૂકવા માટે છોકરાની પૂછપરછ કરી રહ્યા હોવાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ઓડિશા ટ્રેન અકસ્માતના સંદર્ભમાં શેર કરતા યુઝર્સ લખી રહ્યા છે કે “આ મોટું કાવતરું છે, સરકાર સામે યુદ્ધ છે, આગામી લોકસભા ચૂંટણી 2024 પહેલા કંઈ પણ થઈ શકે છે”
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

શું સ્વીડને સેક્સને એક રમત તરીકે જાહેર કરી છે? જાણો શું છે સત્ય
કેટલાક ન્યુઝ મીડિયા વેબસાઇટ્સ અને સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો છે કે સ્વીડને સેક્સને એક રમત તરીકે જાહેર કર્યું છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે સ્વીડનમાં 8 જૂનથી પહેલીવાર સેક્સ કોમ્પિટિશનનું આયોજન થવા જઈ રહ્યું છે. ETV બિહાર/ઝારખંડની વેબસાઈટ સિવાય, ‘ હિન્દુસ્તાન ટાઈમ્સ ‘ અને ‘ ટાઈમ્સ ઑફ ઈન્ડિયા ‘ સહિતની ઘણી અંગ્રેજી મીડિયા સંસ્થાઓએ દાવો કર્યો હતો કે સ્વીડનમાં સેક્સને રમત તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતી મીડિયા સંસ્થાન અને સોશ્યલ મીડિયા યુઝર્સ પણ આ દાવો કરતી પોસ્ટ “સેક્સ હવે ખેલ બન્યો, 8 જુનથી થઈ રહી છે ચેમ્પિયનશીપ” ટાઇટલ સાથે શેર કરી રહ્યા છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

મોરબી બ્રિજ તૂટવાની ઘટના સાથે જોડાયેલ હોસ્પિટલ રીનોવેશનની તસ્વીર ઓડિશા ટ્રેન અકસ્માતના નામે વાયરલ, જાણો સત્ય
ઓડિશામાં બનેલ ટ્રેન દુર્ઘટનાને લઈને વડા પ્રધાન મોદીની મુલાકાત માટે ઓડિશાની કટક હોસ્પિટલને રિનોવેટ કરવામાં આવી રહી હોવાની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.

ઓડિશા ટ્રેન દુર્ઘટનાને લઈને 2009ની જૂની તસ્વીરો વાયરલ
ઓડિશામાં અત્યાર સુધી 288 લોકોનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે. સોશ્યલ મીડિયા પર આ ઘટનાને લઈને યુઝર્સ દ્વારા પોસ્ટ શેર કરવાનું બંધ નથી કરવામાં આવ્યું. આ ક્રમમાં ઓડિશા ટ્રેન દુર્ઘટનાની એક તસ્વીર વાયરલ થઈ રહી છે. યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ હાલમાં ઓડિશામાં બનેલ ટ્રેન દુર્ઘટના છે. આ સાથે જ લખાણ શહેર કરવામાં આવ્યું છે કે “ઓડિશા નાં રેલવે સ્ટેશન ઉપર માલગાડી ને ટક્કર મારતાં 50 થી વધુ નાં મોત, 350 મુસાફરો ઘાયલ..”
WeeklyWrap : ફેકટચેક રિપોર્ટ વાંચવા માટે ક્લીક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044