DPS સ્કૂલ ટીચરે વિધાર્થીઓને માર માર્યો હોવાની ઘટનાઓ અવાર-નવાર જોવા મળતી રહે છે. થોડા દિવસો અગાઉ તામિલનાડુમાં એક શિક્ષકે વિદ્યાર્થીને રુદ્રાક્ષની માળા પહેરવાના કારણે માર માર્યો હોવાના દાવા સાથે વિડિઓ વાયરલ થયો હતો. આ ઘટના પર newschecker હિન્દી ટિમ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ ફેકટચેક મુજબ તામિલનાડુના શિક્ષકે ક્લાસ બંક કરવા બદલ માર માર્યો હતો, આ મામલે પોલીસ કાર્યવાહીમાં શિક્ષક વિરુદ્ધ SC/ST એક્ટ હેઠળ ગુનો નોંધીને પકડવામાં આવેલ છે.
સોશ્યલ મીડિયા પર આવા જ એક દાવા સાથે DPS સ્કૂલ ટીચરે વિધાર્થીઓને માર માર્યો હોવાનો વિડિઓ વાયરલ થયેલ છે. વિડીઓમાં એક વ્યક્તિ નાના બાળકોને ડંડા વડે હાથ અને પીઠ પર માર મારી રહ્યો છે. ફેસબુક પર “આ વલસાડના DPS SCHOOL રાજબાગના શિક્ષક શકીલ અહમદ અંસારી છે, વિડિઓ એટલો શેર કરો કે આ શિક્ષક અને શાળા બન્ને બંધ થાય.” ટાઇટલ સાથે અનેક યુઝર્સ દ્વારા વિડિઓ શેર કરવામાં આવેલ છે.

Factcheck / Verification
DPS સ્કૂલ ટીચરે વિધાર્થીઓને માર માર્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓને yandex રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલીક સોશ્યલ મીડિયા પોસ્ટ અને captaintarekdreams બ્લોગ પોસ્ટ જોવા મળે છે, જે ઓગષ્ટ 2014માં પ્રકાશિત કરવામાં આવેલ છે. અહેવાલ મુજબ ઇજિપ્તના ગિઝા અનાથ આશ્રમના મેનેજર દ્વારા બાળકોને અનેક કારણોસર માર મારવામાં આવી રહ્યો હતો અને પ્રતાડિત કરવામાં આવતા હતા.

ઇજિપ્તના ગિઝા અનાથ આશ્રમમાં બનેલ ઘટના અંગે ગુગલ સર્ચ કરતા bbc, ahram અને egyptianstreets દ્વારા ઓગષ્ટ 2014માં પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ અનાથ આશ્રમના મેનેજર ઓસામા મોહમ્મદ ઓથમેન દ્વારા બાળકોને માર મારવામાં આવતો હતો. ત્યારે આ ઘટનાથી અલગ અનાથાશ્રમના મેનેજરની પત્નીએ મીડિયા સમક્ષ ખુલાસો કર્યો હતો કે તેણીએ જ તેના પતિને ઉજાગર કરવા માટે બાળકોને માર મારતી વખતે વિડિઓ શૂટ કર્યો હતો અને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.

Conclusion
DPS સ્કૂલ ટીચરે વિધાર્થીઓ ને માર માર્યો હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓ 2014માં ઇજિપ્તમાં બનેલ ઘટના છે. જ્યાં એક અનાથ આશ્રમના મેનેજર દ્વારા બાળકોને માર મારવામાં આવ્યો હતો. વલસાડની DPS સ્કૂલના ટીચર શકીલ અહમદ અંસારી હોવાના ભ્રામક ટાઇટલ સાથે ભ્રામક વિડિઓ શેર કરવામાં આવેલ છે.
Result :- FALSE
Our Source
bbc
ahram
egyptianstreets
captaintarekdreams
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044