ન્યૂઝચેકરનું અમારું લક્ષ્ય સમાજમાં ફેક ન્યૂઝના ફેલાવાને મર્યાદિત કરી તેને રોકવાનું છે. જાહેર પ્રતિષ્ઠિઓ, વ્યક્તિત્ત્વો, મીડિયા અને સોશિયલ મીડિયાના યુઝરો દ્વારા કરવામાં આવતા નિવેદનો તથા દાવાઓની તપાસ કરીને અમે સત્યને બહાર લાવીએ છીએ. અમે જનતાને માહિતગાર અને શિક્ષિત કરવા માગીએ છીએ તથા મતદાતાઓને સત્ય પહોંચાડીને ગર્ભિત એજન્ડા, કુપ્રચાર અને મિસઇન્ફર્મેશન (ખોટી માહિતીઓ)થી પ્રેરિત અભિયાનોને ઉઘાડા પાડવા માગીએ છીએ.
ન્યૂઝચેકર સત્યને સમર્પિત છે અને વિષયનિષ્ઠતાને જાળવવા માટે ખૂબ મહેનત કરે છે. ફેક્ટ ચેકિંગ એટલે કે તથ્ય તપાસ માટેની ઇકૉસિસ્ટમના સતત વિસ્તરણ છતાં ઘણાં દાવાઓ તપાસના દાયરામાંથી બાકાત રહી જાય છે. ન્યૂઝચેકર આ ગૅપને ભરવા માંગે છે.
અમારું મિશન બિનપક્ષપાતી છે. ન્યૂઝચેકર માત્ર તથ્ય-સત્ય પ્રત્યે જ સમર્પિત અને વફાદાર છે. ફેક્ટ ચેકિંગ ઇકૉસિસ્ટમની વૃદ્ધિ થઈ રહી છે, છતાં ઘણાં એવા દાવાઓ છે જે તપાસ વિહોણાં રહી જતાં હોય છે. અમે આ ગૅપ ભરવા માટે છીએ. અમે આ મામલે કાર્યરત છીએ અને ફેક્ટ ચેકિંગની ઑન-ડિમાન્ડ સર્વિસ માટે પાયારૂપ ભૂમિકામાં છીએ. જેમાં કોઈપણ વ્યક્તિ અમને અમારી કાર્યરત ભાષાઓમાં દાવા તપાસ માટે મોકલી શકે છે, અમે તેમના માટે ફેક્ટ ચેક કરીશું. આ કામ અમે મૅસેજિંગ ઍપ્લિકેશન જેમ કે વૉટ્સઍપ મારફતે કરીએ છીએ. આનાથી ફેક્ટ ચેકિંગની પહોંચનો વ્યાપ આપ સુધી પહોંચાડવામાં સુગમતા રહે છે. આનાથી જમીનીસ્તરે જ્યાં આ પ્રકારના કામની જરૂર અને મહત્ત્વ વધુ છે ત્યાં કાર્યરત રહેવામાં પણ મદદ મળે છે.
અમારા પાઠકો-વાચકોને અમે ફેક્ટ ચેક માટે દાવા (ક્લૅઇમ) મોકલવા માટે આમંત્રિત કરીએ છીએ. જો, તમને લાગે છે કે કોઈ સ્ટોરી-ન્યૂઝ અથવા નિવેદનનું ફેક્ટ ચેક થવું જોઈએ અથવા પ્રકાશિત થયેલ ફેક્ટ ચેકમાં કોઈ ખામી કે ભૂલ રહેલી છે, તો અમારા ઇમેલ અને વૉટ્સઍપ નંબર પર અમારો સંપર્ક કરી શકો છો. ઇમેલ – checkthis@newschecker.in, WhatsApp – 9999499044.
ન્યૂઝચેકર એનસી મીડિયા નેટવર્ક્સ પ્રા. લિ (NC Media Networks Pvt Ltd), વડુમથક દિલ્હી, દ્વારા શરૂ કરાયેલા સ્વતંત્ર ફેક્ટ-ચેકિંગ પ્લૅટફૉર્મ છે. એનસી મીડિયા નેટવર્ક્સ મિનિસ્ટ્રી ઑફ કૉર્પોરેટ અફૅયર્સ, ભારત સરકાર હેઠળ રજિસ્ટર્ડ છે. તેનો કૉર્પોરેટ આઇડેન્ટિફિકેશન નંબર (CIN) U92490DL2019PTC353700 (Certificate of Incorporation) છે. અમારી તમામ વિગતો જેમ કે, અમારા તાજેતરના ફાયનાન્સિયલ રિટર્ન્સ મિનિસ્ટ્રી ઑફ કૉર્પોરેટ અફૅયર્સની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. ન્યૂઝચેકર એક સેલ્ફ-ફંડેડ એટલે કે ખુદના ભંડોળ આધારિત છે. તે કેટલાંક સોશિયલ મીડિયા અને મૅસેજિંગ પ્લૅટફૉર્મ્સને થર્ડ-પાર્ટી ફેક્ટ-ચેકિંગ સર્વિસ પૂરી પાડે છે. અમને અમારી સર્વિસ બદલ ફી ચૂકવવામાં આવે છે. અમે રાજકીય નેતાઓ અથવા રાજકીય પક્ષો કે રાજકીય પક્ષો સાથે સંકળાયેલ સંસ્થાઓ પાસેથી ભંડોળ સ્વિકારતા નથી કે ન તેમની સાથે કાર્ય કરીએ છીએ. જે સંસ્થાઓ કે કંપનીઓનો અમારી નાણાકીય વર્ષ 2020-21,2021-22, 2022-23ની આવકમાં 5 ટકાથી વધુનો ફાળો છે તેમની યાદી નીચે મુજબ છે:
- Meta Inc
- Mohalla Tech Pvt Ltd
- Bytedance Pte Ltd
કંપનીના ડિરેક્ટર્સ આ મુજબ છે:
1. Rajneil Rajnath Kamath
2. Rajnath Venkatramana Kamath
3. Anirudh Balakrishnan
Rajneil Rajnath Kamath તે NC Media Networksનાં મૅજોરિટી હિસ્સાના માલિક છે.