એક તરફ ગુજરાત સહિત દેશભરમાં Covid-19ના પ્રતિકાર માટે વૅક્સિનનો ડોઝ આપવામાં આવી રહ્ય છે તો બીજી બાજુ, કેસોની સંખ્યામાં પણ ઉછાળો આવી રહ્યો છે. ગુજરાત સરકારે ચાર મહાનગરોમાં રાત્રે 10 વાગ્યા પછી કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો છે, જ્યારે મહારાષ્ટ્ર સરકારે કર્ફ્યુ ઉપરાંત લૉકડાઉનનો સહારો લીધો છે.
Covid-19ના કારણે થયેલા મૃત્યુ અને હોસ્પિટલ સુવિધા માટે પડી રહેલ અગવડ અંગે સોશ્યલ મીડિયા પર અનેક પોસ્ટ વાયરલ થયેલ છે. ત્યારે ન્યુયોર્કમાં એક વ્યક્તિ દ્વારા જાહેરમાં રૂપિયા (ડોલર) ઉડાવવામાં આવ્યા છે. આ વીડી સાથે દાવો કરવામાં આવ્યો છે, કોરોના વાયરસના કારણે તેના મિત્રનું મૃત્યુ થયું હતું અને તેની અંતિમ ઈચ્છા હતી કે તેના તમામ પૈસા જાહેરમાં ઉડાવવામાં આવે.
ફેસબુક અને ટ્વીટર પર “ન્યુ યોર્ક સિટીમાં કોરોનાને કારણે એક વ્યક્તિનું મોત નીપજ્યું. તેણે તેના મિત્રને ઇચ્છા કરી કે તેના બધા પૈસા શેરીની વચ્ચે ફેંકી દેવા જોઈએ કારણ કે લોકોને શીખવા દો કે વિશ્વના તમામ પૈસા / સંપત્તિ તમારા સ્વાસ્થ્યની તુલનામાં કોઈ મૂલ્ય નથી” કેપશન સાથે આ વિડિઓ ઘણા યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ છે.
Factcheck / Verification
Covid-19ના કારણે મૃત્યુ થયું હોવાથી રસ્તા પર આ પ્રકારે રૂપિયા ઉડાવવામાં આવ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા યુટ્યુબ ચેનલ TraxNYC Diamond Jewelry પર વાયરલ થયેલા વિડિઓ જોવા મળે છે, જે માર્ચ 2021 ના રોજ અપલોડ કરવામાં આવેલ છે.
વિડિઓ પોસ્ટ કરતાં કેપશનમાં લખવામાં આવ્યું છે કે “મેં એક વર્ષ પહેલાં એક સારો મિત્ર અને એક સારો ગ્રાહક ગુમાવ્યો હતો. મારા મિત્ર વિશે હું ફક્ત એટલું જ જાણું છું કે ઈર્ષા અને અદેખાઈના કારણે તેને ડેટ્રોઇટ શહેરમાં ગોળી મારી દેવામાં આવી હતી. કારણ કે તે સારા પૈસા કમાતો હતો. તે મારો સારો મિત્ર હતો” Covid-19
વાયરલ વિડિઓ અંગે વધુ તપાસ કરતા વીડિયોમાં દેખાઈ રહેલ વ્યક્તિ જેનું નામ મકસૂદ ટ્રેક્સ અગ્ડજાની છે. જે ન્યૂયોર્ક સ્થિત જ્વેલરી કંપની ધરાવે છે અને જે સેલિબ્રિટીઝ માટે જ્વેલરી બનાવે છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ‘joe Kush‘ USAમાં રેપર હતો, અને તે મકસૂદ ટ્રેક્સ અગ્ડજાનીનો સારો મિત્ર પણ હતો. તેને શ્રદ્ધાંજલિ આપવા માટે, મકસૂદ અગ્ડજાનીએ રસ્તા પર પૈસા ઉડ્યા હતા. તપાસ દરમિયાન અમને મકસૂદ અગ્ડજાની અને joe kushના અનેક વીડિયો મળી આવ્યા જેને જો કુશે તેની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરેલ છે. Covid-19
રસ્તા પર નોટો ઉડવાનાર વ્યક્તિનો મિત્ર કોરોનાથી મૃત્યુ પામ્યો નથી
latestnewssouthafrica દ્વારા પ્રકાશિત એક અહેવાલ મળ્યો. જે મુજબ joe kush માર્ચ 2020થી સોશિયલ મીડિયા પર સક્રિય નથી. જે બાદ અફવા ફેલાઈ હતી કે કુશને કથિત રીતે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. જો કે રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કુશના પરિવાર અથવા કોઈ મિત્ર વતી હજી સુધી આ અંગે કોઈ ખુલાસો કરવામાં આવેલ નથી.
joe kush ના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર છેલ્લે 13 માર્ચ 2020 ના રોજ તેના ઇન્સ્ટાગ્રામ પર અંતિમ પોસ્ટ જોવા મળે છે. જેમાં તેણે પૈસાની ગણતરી કરી રહ્યા હોવાનો એક વીડિયો અપલોડ કર્યો હતો. ઉપરાંત જો કુશના આવા ઘણા વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ પર જોવા મળ્યાં છે, જેમાં તે શેરીઓમાં, ક્લબોમાં પૈસા ઉડાડતા જોવા મળ્યા હતા.
Conclusion
ન્યુયોર્ક શહેરમાં કોરોના વાયરસના કારણે મિત્રના મૃત્યુ પાછળ તેની અંતિમ ઈચ્છા પૂરી કરવા જાહેરમાં રૂપિયા (ડોલર) ઉડાવવામાં આવ્યા હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાયરલ વિડિઓમાં રૂપિયા ઉડાવનાર વ્યક્તિ એક જવેલર્સ મલિક છે, જે તેના મિત્રની ગોળી મારી હત્યા થયા બાદ આ પ્રકારે જાહેરમાં રૂપિયા ઉડાવી રહ્યો છે. મૃત્યુ થનાર વ્યક્તિ joe kush જે એક રેપર છે, તેના આ પ્રકારના અન્ય વિડિઓ પણ સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર જોઈ શકાય છે. જેમાં તે ક્લ્બ અને જાહેરમાં પૈસા ઉડાવી રહ્યો છે.Covid-19
Result :- False
Our Source
latestnewssouthafrica
joe Kush
મકસૂદ ટ્રેક્સ અગ્ડજાની
TraxNYC Diamond Jewelry
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)