Fact check :-
કોવિડ મેડિકલ કીટ, અને કોરોના થવાના ત્રણ તબ્બકા છે. સોશ્યલ મીડિયા પર એક મેસેજ વાયરલ થયેલ છે, જેમાં ટાટા હેલ્થ ગ્રુપ દ્વારા કોવીડ માટે એડવાઈઝરી જાહેર કરી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ સાથે ઘર પર કોરોના ચેક કરવા માટે કીટ અને કોરોના થવાના ત્રણ તબ્બકા સાથે કઈ દવા અને ઉપચાર કરવા તેના વિશે માહિતી આપે છે. ફેસબુક પર “ટાટા ગ્રૂપે સારી પહેલ શરૂ કરી છે, તેઓ ચેટ દ્વારા નિ doctorsશુલ્ક ડોકટરોની પરામર્શ પૂરી પાડે છે. આ સુવિધા તમારા માટે શરૂ કરવામાં આવી છે જેથી તમારે ડોકટરો માટે બહાર જવાની જરૂર ન પડે અને તમે ઘરે સલામત રહે” કેપશન સાથે hindustanpharmacy અને tatahealth લિંક સાથે પોસ્ટ કરવામા આવેલ છે.


Fact check :-
વાયરલ દાવા પર લેટલાંક કીવર્ડ સાથે સર્ચ કરતા ટ્વીટર પર tatahealth દ્વારા 13 જૂન 2020ના ટ્વીટ કરવામાં આવેલ છે. જેમાં એક યુઝર્સ દ્વારા આ વાયરલ પોસ્ટની સત્યતા તપાસવા પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો, જેના જવાબમાં ટાટા ગ્રુપ દ્વારા કહેવામાં આવ્યું કે ઉપરોક્ત મેસેજ ટાટા હેલ્થ દ્વારા કરવામાં આવેલ નથી.
ત્યારબાદ 16 જૂન 2020ના tatahealth ટ્વીટર મારફતે કોરોના કીટ પર વાયરલ થયેલ ભ્રામક મેસેજ ભ્રામક અને ખોટી માહિતી હોવાનું જણાવવામાં આવે છે. તેઓએ સ્પષ્ટ કર્યું છે, કોરોના વિશે કોઈપણ શંકા કે ઈલાજ માટે નજીકના સ્વાસ્થ્ય કેન્દ્ર અને ડોક્ટરની મદદ લો અને ભ્રામક ખબરો થી સાવધાન રહો.
વાયરલ મેસેજ સાથે જે દવા અને કોરોના થવાના ત્રણ તબ્બકા જણાવવામાં આવ્યા છે, તેના પર WHO દ્વારા આપવામાં આવેલ માહિતી સર્ચ કરતા આ તમામ દાવાઓ ભ્રામક સાબિત થાય છે. ગરમ વરાળ, પેરાસીટામોલ, માઉથવોશ અને ગારગેલ માટે બીટાડિન, ઓક્સિજન સિલિન્ડર તેમજ માત્ર નાકમાં કોવિડ, ગળામાં કોવિડ, ફેફસાંમાં કોવિડ આ ત્રણ તબ્બકા સાથે આપવામાં આવેલ ઈલાજ પણ ભ્રામક સાબિત થાય છે.

Conclusion :-
વાયરલ દાવા પર મળતા પરિણામ પરથી સાબિત થાય છે, ટાટા ગહેલ્થ ગ્રુપ દ્વારા હોમ કોવીડ કીટ તેમજ તેના કેટલાક ઘરેલુ ઉપચાર પર કોઈપણ માહિતી આપવામાં આવેલ નથી. સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલ મેસેજ એક ભ્રામક અને ખોટી માહિતી છે. આ મુદ્દે tatahealth દ્વારા ટ્વીટર મારફતે તમામ વાયરલ દાવા ભ્રામક હોવાનો ખુલાસો કરેલ છે.
- Tools :-
- WHO
- Keyword Search
પરિણામ :- ભ્રામક દાવો (Misleading)
(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)