Wednesday, March 26, 2025

Coronavirus

રશિયા : કોરોના વેક્સીન ટ્રાયલમાં રાષ્ટ્રપતિ પુતિનની દીકરી હોવાના દાવા સાથે ભ્રામક તસ્વીર વાયરલ

banner_image

રશિયા દ્વારા ગઈકાલે કોરોના વાયરસ પર કાબુ મેળવતી વેક્સીન જાહેર કરી છે, આ વેક્સીન સૌપ્રથમ રાષ્ટ્રપતિ પુતિન ની દીકરી ને લગાવવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થયેલ છે, આ તસ્વીર રાષ્ટ્રપતિ પુતિન ની દીકરી વેક્સીન લેતા સમયની છે. VTV ન્યુઝ દ્વારા વાયરલ તસ્વીર “વિશ્વની પ્રથમ કોરોના વેક્સીન લેતી વખતે પુતિનની દીકરીની તસ્વીર સામે આવી” કેપશન સાથે આ ન્યુઝ પબ્લિશ કરવામાં આવ્યા છે.

વાયરલ દાવાઓ ટ્વીટર અને ફેસબુક પર “Worlds first vaccine in russia given to Putin’s daughter, The first person to be given the vaccine was Putin’s daughter, World’s first #Corona vaccine in russia given to Putin’s daughter” કેપશન સાથે અનેક યુઝર્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ છે.

Factcheck / Verification

કોરોના વાયરસ માટે વેક્સીન બનાવવા માટે અસંખ્ય વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે. વેક્સીન બનવવાની હરીફાઈ વચ્ચે રશિયાએ 12 ઓગષ્ટના કોરોના વેક્સીનની જાહેરાત કરેલ છે, આ વેક્સીન સૈપ્રથમ રાષ્ટ્રપતિ પુતિન ની દીકરી ને લગાવવામાં આવેલ છે. આ મુદ્દે મળતા મીડિયા રિપોર્ટ મુજબ પુતિનની દીકરી સ્વૈછિક રીતે વેક્સીન ટ્રાયલ માટે જોડાયેલ છે.

જયારે સોશ્યલ મીડિયા પર વાયરલ તસ્વીર કરાયેલ દાવા પર કેટલાક કીવર્ડ સાથે પુતિનના પરિવાર અને દીકરી વિશે જાણવા પ્રયાસ કરતા timesofindia દ્વારા પબ્લિશ કરાયેલ ન્યુઝ જોવા મળે છે. જેમાં રાષ્ટ્રપતિ પુતિન તેમના પત્ની અને તેમની દીકરીઓ વિશે માહિતી અને તસ્વીર જોવા મળે છે. ત્યારે વાયરલ તસ્વીર અને પુતિનની દીકરી ની તસ્વીર વચ્ચે સરખામણી કરતા તદ્દન અલગ વ્યક્તિ જોવા મળે છે.

વાયરલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સાથે સર્ચ કરતા, ન્યુઝ સંસ્થાન chinadaily દ્વારા પબ્લિશ કરાયેલ ન્યુઝ જોવા મળે છે. જે મુજબ એક ડોક્ટરનો અભ્યાસ કરતી યુવતી કોરોના વેક્સીનની ટ્રાયલ માટે જોડાયેલ છે, આ ઘટના મોસ્કો શહેરની છે.

જયારે મોસ્કોની હોસ્પિટલમાં આ પ્રકારે વેક્સીન ટ્રાયલમાં જોડાવવાની માહિતી પ્રમાણે ગુગલ કીવર્ડ સાથે સર્ચ કરતા, યુટ્યુબ પર જુલાઈ 2020ના Volunteer Natalia નામથી એક વિડિઓ પબ્લિશ કરાયેલ છે. વિડિઓ સાથે માહિતી આપવામાં આવેલ છે, નતાલ્યા મિલેટ્રી ડોક્ટર બનવાની તૈયારી કરી રહી છે. હાલ જે કોરોના વેક્સીન ટ્રાયલમાં સ્વૈછિક રીતે જોડાયેલ છે, જેની તસ્વીર રશિયા પુતિનની દીકરી હોવાના દાવા સાથે વાયરલ કરવામાં આવેલ છે.

https://www.youtube.com/watch?v=1Z0yeIbnam4

ઉપરાંત રશિયન વેબસાઈટ newstube દ્વારા 13 જુલાઈના પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે, જેમાં રશિયામાં મિલેટ્રી હોસ્પિટલ ખાતે કોરોના વેક્સીન ટ્રાયલ શરૂ થયેલ હોવાની માહિતી જોવા મળે છે.

Conclusion

વાયરલ તસ્વીર સાથે કરવામાં આવેલ દાવો મળતા પરિણામ પરથી તદ્દન ભ્રામક સાબિત થાય છે. વાયરલ તસ્વીર રાષ્ટ્રપતિની દીકરી હોવાના દાવો તદ્દન ભ્રામક સાબિત થાય છે. સોશ્યલ મીડિયા પર વાયરલ તસ્વીર મોસ્કોના મિલેટ્રી હોસ્પિટલ ખાતે શરૂ કરાયેલ કોરોના વેક્સીન ટ્રાયલમાં જોડાયેલ વોલેન્ટિયર્સ નતાલ્યાની છે. જે એક મિલેટ્રી ડોક્ટરનો અભ્યાસ કરી રહી છે અને વેક્સીન ટ્રાયલમાં પણ જોડાયેલ છે.

Result : Misleading


Our Source

newstube : https://newstube.mirtesen.ru/blog/43743054493/Kogda-mozhno-budet-ispolzovat-vaktsinu-ot-koronavirusa
Youtube : https://www.youtube.com/watch?v=1Z0yeIbnam4
timesofindia: https://timesofindia.indiatimes.com/life-style/spotlight/putin-family-heres-all-you-need-to-know-about-vladimir-putins-family/photostory/77487587.cms?picid=77487606
chinadaily : https://www.chinadaily.com.cn/a/202007/15/WS5f0e6653a3108348172598e3.html

(કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044)

image
જો તમે દાવાની તપાસ કરાવવા માંગતા હોય અથવા ફીડબેક કે ફરિયાદ કરવા માંગતા હોવ, તો અમને વૉટ્સઍપ નંબર +91-9999499044 અથવા ઇમેલ - checkthis@newschecker.in​. પર લેખિતમાં જણાવી શકો છો. તમે અમારો સંપર્ક કરીને ફોર્મ ભરી શકો છો.
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
Newchecker footer logo
About Us

Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check

Contact Us: checkthis@newschecker.in

17,571

Fact checks done

FOLLOW US
imageimageimageimageimageimageimage