Coronavirus
અમેરિકામાં NRC – H1-B વિઝા વાળા બધા ભારતીયો 60 દિવસમાં પરત ફરવાના આદેશ, જાણો ભ્રામક દાવાનું સત્ય
Claim :-
સોશિયલ મીડિયા પર એક દાવો વાયરલ કરવામાં આવ્યો છે, જે મુજબ H1-B વિઝા વાળા બધા ભારતીયો ને 60 દિવસમાં અમેરિકા છોડી અને ભારત આવવું પડશે. વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો “અમેરિકામાં NRC લાગુ થઈ ગઈ છે. H1-B વિઝા વાળા બધા ભારતીયો ને 60 દિવસમાં અમેરિકા છોડી અને ભારતમાં આવી જવાનું આવો મોદીનો વિકાસ જુઓ”
fact check :-
આ વાયરલ દાવાનું સત્ય જાણવા માટે ગુગલ કીવર્ડના મદદ વડે સર્ચ કરતા કેટલાક ન્યુઝ સંસ્થાનો દ્વારા પબ્લિશ કરાયેલ આર્ટિકલ જોવા મળે છે. જેમાં TOI, economictimes, business-standard દ્વારા આ વિષય પર રિપોર્ટ આપવામાં આવ્યો છે. જે મુજબ નોવેલ કોરોના વાયરસના કારણે સમગ્ર દુનિયાના લોકડાઉન છે, ત્યારે આ સમયમાં જે લોકોના વિઝાની સમય મર્યાદા પુરી થતી હોય તેવા લોકોને 60 દિવસના નોકરી શોધી વિઝા માટે ફરી આવેદન આપવાનું રહે છે જેને હાલ 240 દિવસ માટે વધારવામાં આવ્યું છે.



આ વિષય પર (USCIS)અમેરિકા નાગરિકતા અને ઇમીગ્રેશન વેબસાઈટ પર આ મુદ્દે તપાસ કરતા હાલ સુધાર કરેલ નીતિ પ્રમાણે H1B1 વિઝા ધારકો માટે 240 દિવસની સમય મર્યાદા હેઠળ નોકરી શોધી ફરી વિઝા માટે આવેદન આપવાનું રહેશે. આ ઉપરાંત ચાલુ નોકરી દરમિયાન વિઝાની અવધિ પુરી થનાર વિઝા ધારકો માટે 240 દિવસનો સમય 2016થી આપવામાં આવ્યો છે. જેમાં જે-તે વ્યક્તિ દ્વારા રિવિઝા માટે આવેદન આપવા સાથે આ છૂટછાટ મળવા પાત્ર છે.



conclusion :-
વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવાની સત્યતા તપાસતા મળતા પરિણામ પરથી સાબિત થાય છે કે, વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવા મુજબ અમેરિકામાં કોઈ NRC લાગુ થયેલ નથી તેમજ 60 દિવસ બાદ કોઈ ભારતીય ભારત પરત ફરવાના આદેશ આપવામાં આવ્યા નથી. વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલ દાવો તદ્દન ભ્રામક સાબિત થાય છે.
SOURCE:-
KEYWORD SEARCH
TWITTER
FACEBOOK
NEWS REPORT
USCIS (U.S. Citizenship and Immigration Services)
પરિણામ :- ભ્રામક દાવો (MISLEADING)