ગુજરાત મૉડલના નામે બિહારની સ્કૂલની બિસ્માર હાલતના ક્લાસરૂમની તસવીર શેર કરાઈ. તથા હાલ પ્રયાગરાજમાં મહાકુંભની તૈયારીઓ ચાલી રહી છે, તેની વચ્ચે પ્રયાગરાજમાં મહાકુંભના અદભૂત ડ્રૉન લાઇટ શૉનો વીડિયો હોવાના દાવા સાથે ક્લિપ વાઇરલ થઈ. પરંતુ તપાસમાં દ્રશ્યો અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં સ્કાય એલિમેન્ટ્સ ડ્રૉન્સ દ્વારા કરવામાં આવેલા ડ્રૉન લાઇટિંગ શૉના નીકળ્યા. ઉપરાંત, પૂર્વ વડા પ્રધાન મનમોહનસિંહના અવસાન મામલે પણ દાવો વાઇરલ થયો કે, કૉંગ્રેસી નેતાઓ તેમાં સામેલ ન થયા જેથી ગાંધી પરિવાર દ્વારા ડ઼ૉ. સિંઘનું અપમાન કરાયું. જોકે, અમારી તપાસમાં એ પુરવાર થયું કે ગાંધી પરિવાર સહિતના નેતાઓ ડૉ. મનમોહનસિંહની અંતિમયાત્રામાં જોડાયા હતા. વાંચો સપ્તાહની ટોપ ફેક્ટ ચેક.

ગુજરાતની સ્કૂલના કથળેલા વર્ગખંડની ‘ગુજરાત મૉડલ’ દર્શાવતી તસવીર ખરેખર બિહારની
ગુજરાતની સરકારી સ્કૂલના કથળેલા વર્ગખંડની તસવીર અને ભવ્ય બીજેપી હેડક્વાર્ટરની તસવીર. ગુજરાત મૉડલના દાવા સાથે વાઇરલ થઈ. પરંતુ તપાસમાં તે દાવો ખરેખર અર્ધસત્ય નીકળ્યો. કેમ કે, સ્કૂલની તસવીર ખરેખર બિહારની નીકળી. વધુ અહેવાલ અહીં વાંચો.

યુએસ ડ્રૉન લાઇટ શૉનો વીડિયો પ્રયાગરાજ મહાકુંભના લાઇટ શૉ તરીકે વાઇરલ
પ્રયાગરાજમાં મહાકુંભના અદભૂત ડ્રૉન લાઇટ શૉનો વીડિયો હોવાના દાવા સાથે ક્લિપ વાઇરલ થઈ. પરંતુ તપાસમાં દ્રશ્યો અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં સ્કાય એલિમેન્ટ્સ ડ્રૉન્સ દ્વારા કરવામાં આવેલા ડ્રૉન લાઇટિંગ શૉના છે. વધુ અહેવાલ અહીં વાંચો.

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહની અંતિમયાત્રામાં ન જોડાઈને ગાંધી પરિવારે તેમનું અપમાન કર્યાનો દાવો ખોટો
કૉંગ્રેસી ગાંધી પરિવાર પૂર્વ વડા પ્રધાન ડૉ. મનમોહનસિંહની અંતિમયાત્રામાં ન જોડાતા ડૉ. મનમોહન સિંહનું અપમાન કરાયું હોવાનો દાવો વાઇરલ થયો. પરંતુ, દાવો ખોટો પુરવાર થયો. ડૉ. મનમોહનસિંહના અંતિમ સંસ્કારના લાઇવ ફૂટેજના કેટલાક વિઝ્યુઅલમાં ગાંધી પરિવાર સહિત કૉંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ નવી દિલ્હીમાં ભૂતપૂર્વ વડા પ્રધાનને અંતિમ શ્રદ્ધાંજલિ આપતા સ્પષ્ટ જોઈ શકાય છે. વધુ અહેવાલ અહીં વાંચો.

શું કેજરીવાલે એવું કહ્યું કે તેઓ યમુનાની સફાઈ નથી કરી રહ્યા કેમ કે તેનાથી કોઈ મત નહીં મળે?
સોશિયલ મીડિયામાં વીડિયો વાઇરલ થયો કે, અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેઓ યમુનાની સફાઈ નથી કરી રહ્યા કારણ કે તેનાથી તેમને કોઈ મત નહીં મળે. જોકે, તે ક્લિપ્ડ વીડિયો છે અને મુખ્ય સંદર્ભ વગર શેર કરાયેલ છે. વધુ અહેવાલ અહીં વાંચો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044