Daily Reads
Weekly Wrap: ₹350ની નવી નોટ, કૅલિફોર્નિયા દાવાનળના AI વીડિયો સહિતની સપ્તાહની ટોપ ફેક્ટ ચેક
આ સપ્તાહમાં એઆઈ વીડિયો સહિતના દાવા સોશિયલ મીડિયામાં વાઇરલ જોવા મળ્યા. આરબીઆઈ દ્વારા ₹350ની નવી નોટ બહાર પાડવામાં આવી હોવાની તસવીર સાથે કથિત નોટ વાઇરલ થઈ. જે અમારી તપાસમાં બનાવટી પુરવાર થઈ અને દાવો ખોટો પુરવાર થયો. જ્યારે કૅલિફોર્નિયાના દાવાનળમાં પશુઓને બચાવતા ફાયરફાઇટરનો એઆઈ દ્વારા નિર્મિત વીડિયો અસલી રૅસ્ક્યૂ તરીકે વાઇરલ થયો, તે પણ અમે ઇન્વેસ્ટિગેટ કરી પુરવાર કર્યું કે વીડિયો એઆઈ દ્વારા નિર્મિત છે. વધુમાં રાજસ્થાનમાં હાઈવે પર ફરતા દીપડાનો વીડિયો ગુજરાતના ગીર-સોમનાથની ઘટના ગણાવી વાઇરલ થયો હતો. તેની પણ અમે તપાસ કરી. વાંચો સપ્તાહની ટોપ ફેક્ટ ચેક.

RBI દ્વારા ₹350ની નવી નોટ ઇસ્યૂ કરાઈ હોવાની વાઇરલ તસવીરનું શું છે સત્ય?
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા દ્વારા 350 રૂપિયાની નવી નોટ ઇસ્યૂ કરવામાં આવ્યા હોવાની તસવીર વાઇરલ થઈ. પણ તપાસમાં દાવો ખોટો પુરવાર થયો. વધુ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.

કૅલિફોર્નિયાના દાવાનળમાં પશુ-પક્ષીને બચાવતો ફાયરકર્મીનો વીડિયો ખરેખર AI નિર્મિત
અમેરિકાના કૅલિફોર્નિયામાં આવેલા જંગલોમાં વિકરાળ આગમાં પશુ-પક્ષીઓને બચાવી રહેલા ફાયરકર્મીનો વીડિયો વાઇરલ થયો. જોકે તપાસમાં તે એઆઈ નિર્મિત હોવાનું પુરવાર થયું. વધુ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.

ગીર સોમનાથમાં રસ્તા પર દીપડો ફરતો હોવાનો વીડિયો ખરેખર રાજસ્થાનનો
ગીર સોમનાથમાં રસ્તા પર દેખાયો દીપડો. મુસાફરો સાવધાન રહેવાનો દાવો વીડિયો સાથે વાઇરલ થયો. પરંતુ વીડિયો ખરેખર ગુજરાતનો નથી. વધુ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.

વાઇરલ તસવીરમાં દેખાતી યુવતીએ કોટામાં નથી કરી આત્મહત્યા, ખોટા દાવા સાથે ફોટો વાઇરલ
વાઇરલ તસવીરમાં દેખાતી યુવતીએ કોટામાં આત્મહત્યા કરી હોવાનો દાવો વાઇરલ હતો. પરંતુ તપાસમાં તસવીરવાળી યુવતી જીવતી હોવાનું પુરવાર થયું. વાઇરલ દાવો ખોટો ઠર્યો. વધુ અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044