Fact Check
શું વર્ષ 1917માં 1 રૂપિયાની કિંમત 13 યુએસ ડોલર જેટલી હતી?

અત્યારે 1 ડૉલરની કિંમત 74-75 રૂપિયાની વચ્ચે છે. ભારતમાં ડૉલરના ભાવ વધવા અને ઘટવાના સમાચારને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ સામાન્ય છે. ભારતીય સોશિયલ મીડિયા યુઝર્સનો એક વર્ગ ડોલરની વધતી કિંમતો માટે સરકારની ટીકા કરે છે, જ્યારે અન્ય વર્ગ તેના પર સરકારનો બચાવ કરતો જોવા મળે છે. આ ક્રમમાં સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરીને દાવો કરવામાં આવ્યો છે કે 1917માં 1 રૂપિયાની કિંમત 13 યુએસ ડોલર હતી.
ફેસબુક પર “1917 માં રૂપીયો ડોલર કરતા વધુ શક્તિશાળી હતો.તે સમયે 1 રૂપિયો 13 અમેરિકન ડોલર ની બરાબર હતો.” ટાઇટલ સાથે 1 રૂપિયાની નોટ અને 1 ડોલરની તસ્વીર શેર કરવામાં આવેલ છે.



Fact Check / Verification
1917માં ભારતમાં 1 રૂપિયાનું મૂલ્ય 13 ડોલર સમાન હોવાના દાવા અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા જાન્યુઆરી, 2018 ના રોજ ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત એક અહેવાલ જોવા મળે છે. જે અનુસાર, 1917-1918માં 2.5 રૂપિયાની નોટ જાહેર કરવામાં આવી હતી, જેની કિંમત તત્કાલીન 1 ડોલર જેટલી હતી. આ સાથે ઈન્ડિયન એક્સપ્રેસમાં એ પણ માહિતી આપવામાં આવી છે કે 1914માં શરૂ થયેલા અને 1918માં સમાપ્ત થયેલા પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન ધાતુઓની અછતને કારણે ચાંદીના ભાવમાં અચાનક ઉછાળો આવ્યો હતો.

1917માં ભારતીય રૂપિયાનું મૂલ્ય શોધવા માટે અન્ય કીવર્ડ્સ સર્ચ કરતા આરબીઆઈ (ભારતીય રિઝર્વ બેંક) દ્વારા 1935 પહેલાનું ચલણ, વિનિમય અને બેંકિંગ અંગે એક લેખ જોવા મળે છે. આરબીઆઈ દ્વારા પ્રકાશિત ઉપરોક્ત લેખ મુજબ, પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન 1915માં સિક્કાની ધાતુની કિંમત 27 એસડી હતી. જે ઓગસ્ટ 1917 મહિનામાં વધીને 43 એસડી થઈ હતી.
1917માં, ભારત બ્રિટિશ શાસન હેઠળ હતું અને વિદેશી વિનિમય બ્રિટિશ ચલણ (પાઉન્ડ) માં કરવામાં આવતું હતું. ભારતીય રિઝર્વ બેંક અનુસાર, વર્ષ 1917 દરમિયાન એક રૂપિયો 1 શિલિંગ 4 પેન્સ – 1s 4d (0.066 પાઉન્ડની બરાબર) નક્કી કરવામાં આવ્યો હતો. તે સમયના પ્રવર્તમાન વિનિમય દર મુજબ જ્યારે પાઉન્ડને ડોલરમાં રૂપાંતરિત કરવામાં આવે છે, ત્યારે એક રૂપિયો 0.314 USD જેટલો થાય છે, જેનો અર્થ થાય છે કે 1USDની કિંમત 3.33 રૂપિયા બરાબર હતી.
આ પણ વાંચો :- યુપી વિધાનસભા ચૂંટણીમાં સપાને હરાવવા માયાવતીએ ભાજપને મત આપવા કહ્યું હોવાનો વિડિઓ વાયરલ
વેબસાઈટ મેઝરિંગ વર્થ પરની માહિતી અનુસાર, 1917માં 1 પાઉન્ડની કિંમત $4.76 હતી. આમ તત્કાલીન ભારતીય રૂપિયાનું મૂલ્ય $0.314 હતું. સાદી ભાષામાં કહીએ તો 1917માં 1 ડૉલરની કિંમત લગભગ 3.2 રૂપિયા હતી.

આ ઉપરાંત, bookmyforex અને oneindia દ્વારા પણ 1913થી લઇ ડોલર અને રૂપિયાના મૂલ્યો અંગે માહિતી આપવામાં આવેલ છે. જે મુજબ, દેશની આઝાદી સમયે 1 ડોલરની કિંમત 3-4 રૂપિયા હતી.
Conclusion
1917માં 1 રૂપિયાનું મૂલ્ય 13 યુએસ ડોલરની બરાબર હોવાના નામે શેર કરવામાં આવેલો આ દાવો ભ્રામક છે. વાસ્તવમાં 1917માં 1 યુએસ ડોલરની કિંમત 3.2 રૂપિયા હતી.
Result :- Misleading
Our Source
RBI
Measuring Worth
bookmyforex
oneindia
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044