Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim: 1 એપ્રિલથી 2000થી વધુના UPI પેમેન્ટ પર લોકોએ 1.1% ફી ચૂકવવી પડશે
Fact : NPCIના પરિપત્ર મુજબ , સામાન્ય જનતાને વોલેટ ટ્રાન્ઝેક્શન કરવા માટે પણ કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં.
સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 1 એપ્રિલથી સામાન્ય લોકોએ 2000થી વધુ UPI પેમેન્ટ કરવા માટે 1.1% ચાર્જ ચૂકવવો પડશે. કહેવામાં આવી રહ્યું છે કે ‘Google Pay’, ‘Paytm’ જેવા ડિજિટલ માધ્યમોની મદદથી બે હજારથી વધુનું UPI પેમેન્ટ કરવું મોંઘુ પડી શકે છે.
આ ક્રમમાં ન્યુઝ ચેનલો જેમકે ABP અસ્મિતા, અકિલા ન્યુઝ, TV9 અને ગુજરાત કેસરી દ્વારા “1 એપ્રિલથી મોટો ફેરફાર, Google Pay, PhonePe, Paytm પર 2000થી વધુની ચુકવણી પર 1.1% સરચાર્જ લાગશે” ટાઇટલ સાથે શેર કરવામાં આવેલ ફેસબુક પોસ્ટ જોવા મળે છે.

આજના યુગમાં, યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) સામાન્ય લોકો માટે ચૂકવણીનું એક સરળ માધ્યમ બની ગયું છે. આ અંતર્ગત કોઈપણ વ્યક્તિને પૈસા ટ્રાન્સફર કરવાની સુવિધા મળે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, છેલ્લા એક વર્ષમાં UPI ટ્રાન્ઝેક્શનમાં 50%નો વધારો નોંધાયો છે અને હવે આ આંકડો પ્રતિદિન 36 કરોડને પાર કરી ગયો છે. વધતા જતા UPI ટ્રાન્ઝેક્શન વચ્ચે હવે સમાચાર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે કે સામાન્ય લોકોએ 2000થી વધુ UPI પેમેન્ટ કરવા પર 1.1% ચાર્જ ચૂકવવો પડશે.
1 એપ્રિલથી સામાન્ય લોકોએ 2000થી વધુ UPI પેમેન્ટ કરવા માટે 1.1% ચાર્જ ચૂકવવાના દાવા અંગે નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અનુસાર, સામાન્ય લોકોએ UPI ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. NPCIએ 29 માર્ચે એક ટ્વિટ કર્યું છે, જેમાં જાહેર કરાયેલ પરિપત્ર મુજબ, બેંક ખાતાઓ અને PPI વચ્ચે પીઅર-ટુ-પીઅર અને પીઅર-ટુ-પીઅર-મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન પર કોઈ ચાર્જ વસૂલવામાં આવશે નહીં.
આ સિવાય Paytm એ 29મી માર્ચે એક ટ્વિટ દ્વારા સામાન્ય યૂઝર્સ દ્વારા ચાર્જ ચૂકવવાના દાવાને નકારી કાઢ્યો છે. Paytm એ તેના ટ્વિટમાં લખ્યું છે કે, “કોઈ ગ્રાહકને બેંક એકાઉન્ટ અથવા PPI/Paytm વૉલેટમાંથી UPI પેમેન્ટ કરવા માટે કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. કૃપા કરીને ખોટી માહિતી ન ફેલાવો.”
તમને જણાવી દઈએ કે, PPI (પ્રીપેડ પેઈડ ઈન્સ્ટ્રુમેન્ટ) એક પ્રકારનું ડિજિટલ વોલેટ છે, જે ગ્રાહકોને તેમના પૈસા સ્ટોર કરવાની મંજૂરી આપે છે. ‘Paytm’ અને ‘ફોન પે’ જેવી કંપનીઓ PPI નો વિકલ્પ પ્રદાન કરે છે.
આ ઉપરાંત, અમને માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ પીઆઈબી (પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો) દ્વારા સંચાલિત પીઆઈબી ફેક્ટ ચેક દ્વારા 29 માર્ચે શેર કરાયેલ એક ટ્વિટ મળ્યું. આ ટ્વીટમાં પણ વાયરલ દાવાને પણ નકારી કાઢવામાં આવ્યો છે.
NPCIના પરિપત્ર મુજબ , સામાન્ય જનતાને વોલેટ ટ્રાન્ઝેક્શન કરવા માટે પણ કોઈ ચાર્જ ચૂકવવો પડશે નહીં. દાખલા તરીકે તમારી ચુકવણી સ્વીકારવા માટે SBI બેંક દ્વારા એક QR કોડ સેટ અપાયેલો છે. તમે 3000 રૂપિયાનું પેટ્રોલ રેડ્યું. પેટ્રોલ પંપ પર QR કોડ સ્કેન કરો અને તમારા Paytm વૉલેટથી ચુકવણી કરો. આ કિસ્સામાં Paytm એ ‘SBI’ ને રૂ. 3000 ના 0.5% ઇન્ટરચેન્જ ફી તરીકે ચૂકવવા પડશે. તમારે તમારા વોલેટમાંથી માત્ર રૂ.3000 ચૂકવવા પડશે.
NPCIના પરિપત્ર મુજબ, વેપારી PPI વ્યવહારો માટેના વિનિમય દર 0.5% થી 1.1% ની રેન્જમાં નક્કી કરવામાં આવ્યા છે. બીજી તરફ, ઇંધણ, શિક્ષણ, કૃષિ જેવી શ્રેણીઓ માટે ઇન્ટરચેન્જ ફી 0.5-0.7 ટકા છે. જ્યારે ખાદ્યપદાર્થોની દુકાનો, વિશિષ્ટ છૂટક દુકાનો માટે આ ફી મહત્તમ 1.1 ટકા છે.
અમારી તપાસમાં તે સ્પષ્ટ થાય છે કે 1 એપ્રિલથી સામાન્ય લોકોએ 2000 થી વધુના UPI પેમેન્ટ કરવા માટે 1.1% ચાર્જ ચૂકવવો પડશે નહીં. સોશ્યલ મીડિયા યુઝર્સ અને ન્યુઝ સંસ્થાનો દ્વારા ભ્રામક દાવો શેર કરવામાં આવી રહ્યો છે. સામાન્ય લોકોએ UPI ટ્રાન્ઝેક્શન પર કોઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડશે નહીં.
Our Source
Tweet by NPCI on March 29, 2023
Tweet by Paytm Payments Bank on March 29, 2023
Tweet by PIB on March 29, 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044