Authors
Claim : નૂહમાં કોમી હિંસા દરમિયાન મંદિરમાં છુપાઈને પોતાનો જીવ બચાવનાર મેવાતના પીડિત
Fact : વાયરલ વિડીયો 2020થી ઇન્ટરનેટ પર હાજર છે, વિડિયોને હાલમાં નૂહમાં થયેલી હિંસા સાથે સંબંધિત નથી.
નૂહમાં કોમી હિંસા દરમિયાન મંદિરમાં છુપાઈને પોતાનો જીવ બચાવનાર મેવાતના પીડિતના નામે એક વિડીયો વાયરલ થયો છે. જો..કે ન્યૂઝચેકરની તપાસમાં આ વિડીયો જૂનો હોવાનું જણાયું છે.
Fact Check / Verification
નૂહમાં કોમી હિંસા દરમિયાન મંદિરમાં છુપાઈને પોતાનો જીવ બચાવનારના નામે વાયરલ થયેલ વિડિયો અમને 2020માં અનેક યુઝર્સ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલો જોવા મળે છે.
અમને જાણવા મળ્યું કે અન્ય ઘણા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આ યુઝર્સે દાવો કર્યો હતો કે આ ઘટના પાકિસ્તાનની છે, જ્યાં “હિંદુ માણસ, હરિ પાકિસ્તાનના ઈસ્લામિક રાજ્યમાં બિન-મુસ્લિમ તરીકે જન્મ લેવા બદલ પોતાને શાપ આપી રહ્યો છે. કેટલાક લોકોએ તેને માર માર્યો, તેની 22 વર્ષની પુત્રીનું અપહરણ કર્યું. કોઈએ મદદ કરી નહીં.”
આ અંગે વધુ તપાસ કરતા reddit પોસ્ટ પણ જોઈ શકાય છે.
અમને ડિસેમ્બર 2020ના એક હેરિસ સુલતાનનો YouTube વિડિઓ પણ મળ્યો, જેમાં સમાન વર્ણન છે. વીડિયોમાં વ્યક્તિ પોતાને પાકિસ્તાનમાં જન્મ લેવા બદલ પોતાની જાતને શાપ આપી રહ્યા છે. જો..કે યુટ્યુબ વર્ણન મુજબ સુલતાન પોતાની જાતને ભૂતપૂર્વ મુસ્લિમ અને નાસ્તિક તરીકે પણ ઓળખાવે છે.
વધુ તપાસ કરવા છતાં, ન્યૂઝચેકર એ ખાતરી કરી શક્યું નથી કે 2020 પોસ્ટમાં ઉલ્લેખિત વિગતો ખરેખર સાચી હતી કે કેમ અને વિડિઓ મૂળ રૂપે ક્યારે લેવામાં આવ્યો છે. જો કે, અમે ખાતરી કરી શકીએ છીએ કે વિડિયો હાલમાં નૂહમાં થયેલી હિંસા સાથે સંબંધિત નથી.
Result : False
Our Source
Tweet by @johnaustin47, dated November 28, 2020
Reddit post by @ranjan_zehereela2014, dated November 30, 2020
Tweet by @WiseWolf_Rsingh, dated August 27, 2022
YouTube video by Harris Sultan, dated December 10, 2020
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044