ધ કાશ્મીર ફાઇલ્સ,1990માં ખીણમાંથી કાશ્મીરી પંડિતોની હિજરત પર આધારિત ફિલ્મ જે 11 માર્ચે રિલીઝ થઈ છે. ફિલ્મ રિલીઝ બાદ કાશ્મીરી પંડિતો માટે ન્યાયની માંગ સાથે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચાઓ થઈ રહી છે. શરૂઆતના સપ્તાહના અંતે રૂ. 27 કરોડથી વધુના બોક્સ-ઓફિસ કલેક્શન સાથે આ પ્રોજેક્ટને રાજકારણીઓ સહિત દર્શકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. પીએમ નરેન્દ્ર મોદીએ પણ ફિલ્મના નિર્માતાઓને કાશ્મીર વિદ્રોહ દરમિયાન કાશ્મીરી હિંદુઓના હિજરત પર ફિલ્મ બનાવવાની હિંમત માટે અભિનંદન આપ્યા હતા.
ફિલ્મ જોયા પછી અનેક લોકો થિએટરમાં રડી રહ્યા હતા તો ક્યાંક વંદે માતરમ અને જય શ્રીરામના નારા લાગ્યા હતા. સોશ્યલ મીડિયા પર કાશ્મીર ફાઈલ અંગે શેર થતી પોસ્ટ સાથે ભાજપના દિગ્ગજ નેતા લાલ કૃષ્ણ અડવાણીનો પચીસ સેકન્ડનો વિડિયો વાયરલ થયો છે. વાયરલ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે કે, તેઓ “આટલી ઉંમરે પણ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોવા માટે પોતે સિનેમા હોલમાં પહોંચ્યા હતા, કદાચ પોતાને રોકી ન શક્યા અને રડી પડ્યા.”
ફેસબુક પર અનેક ભાજપ નેતાઓ તેમજ અન્ય સોશ્યલ મીડિયા યુઝર્સ દ્વારા “લાલ કૃષ્ણ અડવાણીજી પોતે આ ઉંમરે પણ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ જોવા સિનેમા હોલમાં પહોંચ્યા હતા” ટાઇટલ સાથે વીઇઓ શેર કરવામાં આવેલ છે.
વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, દર્શન કુમાર અને પલ્લવી જોશી મુખ્ય ભૂમિકામાં છે. ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ 1990માં કાશ્મીરી પંડિતોની સાથે નરસંહારનો ભોગ બનેલા લોકોના વીડિયો ઇન્ટરવ્યુ પર આધારિત છે.
Fact Check / Verification
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ જોવા માટે ભાજપ નેતા લાલા કૃષ્ણ અડવાણી સિનેમા ઘર આવી પહોંચ્યા હતા, તેમજ ફિલ્મના દ્રશ્યો જોય ને રડી પડ્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા indiatoday દ્વારા ફેબ્રુઆરી 2020ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. અહેવાલ મુજબ, ભાજપના દિગ્ગજ રાજનેતા લાલકૃષ્ણ અડવાણી દિલ્હી ખાતે ફિલ્મ શિકારાના સ્ક્રીનિંગ દરમિયાન ભાવુક થઈ ગયા હતા.

મળતી માહિતીના આધારે વધુ તપાસ કરતા યુટ્યુબ પર INDIA TV, OneIndia અને CRUX ચેનલ દ્વાર ફેબ્રુઆરી 2020ના પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોઈ શકાય છે. જે અનુસાર, ભારતીય જનતા પાર્ટીના નેતા એલ.કે. અડવાણી ફિલ્મ નિર્માતા વિનોદ ચોપરાની ફિલ્મ ‘શિકારાઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ કાશ્મીરી પંડિત’ના દ્રશ્યો જોઈને ભાવુક થઈ ગયા હતા.
ઉપરાંત, ટ્વીટર પર Fox Star Hindiના ઓફિશ્યલ વેરિફાઇડ એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડિઓ જોવા મળે છે. જેના કેપશનમાં લખવામાં આવ્યું છે કે શ્રી એલ.કે.અડવાણી ફિલ્મ #Shikaraના સ્પેશિયલ સ્ક્રિનિંગમાં હાજર રહ્યા હતા અને ફિલ્મ માટે તેમની પ્રશંસાના અમે આભારી છીએ.
Conclusion
‘ધ કાશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ જોવા લાલા કૃષ્ણ અડવાણી સિનેમા આવ્યા હતા તેમજ ફિલ્મ જોયા પછી ભાવુક થયા હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ વિડિઓ તદ્દન ભ્રામક છે. ફેબ્રુઆરી 2020ના ફિલ્મ શિકારના સ્ક્રીનિંગ દરમિયાન લાલા કૃષ્ણ અડવાણી દિલ્હી ખાતે હાજર રહ્યા હતા, જે સમયે તેઓ ફિલ્મના દર્શ્યો જોયા પછી ભાવુક થયા હતા.
Result :- False Context/False
Our Source
Media Reports Of indiatoday
Youtube Videos Published by INDIA TV, OneIndia and CRUX
Tweet Of Fox Star Hindi
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044