Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ગૌ હત્યા અને ગૌ માંસ પર અવાર-નવાર ખબરો પ્રકાશિત થતી હોય છે, સોશ્યલ મીડિયા પર અનેક પ્રકારે ભ્રામક સમાચારો પણ ફેલાવવામાં આવે છે. નોંધનીય છે કે ભારતમાં કેટલાક રાજ્યોમાં ગૌમાંસ વેચવા પર અને ગૌહત્યા પર પ્રતિબંધ લગાવવામાં આવેલ છે. ત્યારે સોશ્યલ મીડિયા પર એક ભ્રામક દાવો શેર થઇ રહ્યો છે, ભારતમાં આવેલ સૌથી મોટા slaughterhouseમાં દરરોજ હજરો ગાયોની હત્યા કરવામાં આવે છે. તેમજ આ કંપનીના માલિક પણ બ્રાહ્મણ અને વાણીયા છે.
ફેસબુક પર “એશિયાના સૌથી મોટા કતલખાનાનું નામ “અલ-કબીર”છે, નામ પરથી એવું લાગશે માલિક કોઈ મુસ્લિમ હશે પણ આશ્ચર્યની વાત એજ છે કે બધાજ 11 ડાયરેક્ટર બ્રાહ્મણ અને વાણીયા છે, અને એમાંથી 9 ડાયરેક્ટર ગુજરાતી છે. આ કતલખાનામાં રોજની 1000 ગાયોની કતલ કરવામાં. અને “અલ-કબીર”નું લાયસન્સ અટલજી ની સરકાર દ્વારા 40% સબસીડી સાથે આપવામાં આવ્યું હતુ” કેપશન સાથે અનેક યુઝર્સ દ્વારા પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

સોશ્યલ મીડિયા પર કરવામાં આવેલ દાવા મુજબ એશિયાનું સૌથી મોટું slaughterhouse “અલ-કબીર”છે, જ્યાં દરરોજ 1000 ગાયોની હત્યા કરવામાં આવે છે. જે મુદ્દે ગુગલ સર્ચ કરતા alkabeerexports ઓફિશ્યલ વેબસાઈટ જોવા મળે છે. જ્યાં અલ-કબીર વિષે ફેલાયેલ ભ્રામક અફવાઓ પર સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
કંપની દ્વારા જણાવવામાં આવે છે “અલ કબીર એક્સપોર્ટ્સ પ્રા. લિમિટેડ, ભારતીય કંપની જે ભારતમાંથી મટન અને બીફની નિકાસ કરે છે, તે મુસ્લિમ કંપની છે. અલ -કબીર સ્થાનિક કાયદાઓ અને ભારત સરકારની નિકાસ નીતિ અનુસાર ભેંસની હત્યા કરે છે. પ્રાણીઓની અમાનવીય કતલની તમામ તસવીરો સાથે સોશિયલ મીડિયા પર ‘અલ કબીર’ મુસ્લિમ કંપનીને ખોટા દાવા સાથે બદનામ કરી રહ્યા છે”

વાયરલ દાવા અંગે વધુ તપાસ કરતા economictimes દ્વારા અલ-કબીર કંપની અંગે તમામ માહિતી પ્રકાશિત થયેલ જોવા મળે છે, જ્યાં કંપનીના તમામ ડાયરેક્ટરના નામ અને તેમની નિયુક્તિની તારીખ પણ જોઈ શકાય છે. અલ કબીર કંપનીના ડાયરેકટર સતીષ સબરવાલ, ગુલામુદ્દીન શૈખ,આશીફ શૈખ, અર્શદ સિદ્દકી, કુલદીપસિંહ બરાર અને ગંગાકોન્દન સુબ્રમણ્યન રામકૃષ્ણન છે. કંપનીની સ્થાપના 1979માં કરવામાં આવી હતી અને ગુલામુદ્દીન મકબુલ શેખ અથવા ગુલામુદ્દીન એમ શેખ તે સમયે કંપનીના માલિક હતા.

આ પણ વાંચો :- શું PUC Certificate સાથે નહીં હોય તો રૂ 10 હજારનો દંડ વસુલ કરવામાં આવેશે?, AAP નેતાએ શેર કરી ભ્રામક પોસ્ટ

અલ-કબીર”નું લાયસન્સ અટલજી ની સરકાર દ્વારા 40% સબસીડી સાથે આપવામાં આવ્યું હોવાના દાવા પર ગુગલ સર્ચ કરતા 2003માં અટલજી દ્વારા સંસદમાં Cow bill રજૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે અલ-કબીર કંપની 1979માં શરૂ કરવામાં આવી હતી, જે સમયે ભાજપ સરકાર સત્તા પર ન હતી. તેમજ અલ-કબીર એક પ્રાઇવેટ લિમિટેડ કંપની છે.
જયારે વાયરલ ફેસબુક પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ તસ્વીર ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા કેટલાક પરિણામો જોવા મળે છે, જે મુજબ વાયરલ તસ્વીર ઘન વર્ષોથી ઇન્ટરનેટ પર શેર થઇ રહી છે. જે પરથી સાબિત થાય છે, વાયરલ ભ્રામક પોસ્ટ સાથે શેર કરવામાં આવેલ તસ્વીર અલ-કબીર slaughterhouse નથી.
એશિયાનું સૌથી મોટું કતલખાનુ જ્યાં 1000થી વધુ ગાયોની હત્યા કરવામાં આવતી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. અલ-ક્બીર કંપનીમાં માત્ર 6 ડાયરકેટર છે અને આ એક મુસ્લિમ કંપની છે. સોશ્યલ મીડિયા પર ગૌહત્યા અંગે ફેલાયેલ અફવા પર કંપની દ્વારા વેબસાઈટ પર સ્પષ્ટતા કરવામાં આવેલ છે. તેમજ અટલ બિહારી બાજપાઈ દ્વારા આ કતલખાનાને લાયસન્સ કે સબસીડી આપવામાં આવેલ નથી.
alkabeerexports
economictimes
Cow bill
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Kushel Madhusoodan
July 31, 2025
Dipalkumar Shah
July 26, 2025
Dipalkumar Shah
July 14, 2025