Authors
Claim : અમેરિકામાં લોન્ચ કરાયેલી કારનું નામ ભગવાન રામના નામ પર
Fact : વાસ્તવમાં કંપનીનું નામ (રેમ, માદા ઘેટા) પ્રાણીના નામ પરથી રાખવામાં આવ્યું છે.
સોશ્યલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો છે કે અમેરિકામાં નવી કાર લોન્ચ થઈ છે જેનું નામ ભગવાન રામના નામ પરથી રાખવામાં આવ્યું છે.
આ પણ વાંચો : વાયરલ દાવા અંગે ન્યૂઝચેકર હિન્દી ટિમ દ્વારા પ્રકાશિત અહેવાલ અહીં વાંચો
Fact Check / Verification
વાયરલ દાવાની સત્યતા ચકાસવા માટે, અમે Google પર કીવર્ડ ‘ram car’ સર્ચ કર્યું. આ પ્રક્રિયામાં, અમને જાણવા મળ્યું કે અમેરિકામાં વાસ્તવમાં રામ ટ્રક્સ નામની એક વાહન ઉત્પાદન કંપની છે, પરંતુ કંપનીના નામને હિન્દુ ધર્મ અથવા ભગવાન રામ સાથે કોઈ લેવાદેવા નથી.
આ અંગે autoevolution.com , cummins.com , miraclechryslerdodgejeep.com , jeffbelzersdodgeram.com અને અન્ય ઘણી બધી વેબસાઇટ્સ દ્વારા રામ કંપની અને તેના નામ પાછળનો સંપૂર્ણ ઇતિહાસ કહેવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે આ તમામ લેખોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 1981થી રામ નામની કંપની કાર બનાવી રહી છે. રેમ શબ્દનો અર્થ થાય છે ઘેટાં (માદા ઘેટા), આ જ માહિતી કંપનીના લોગોમાં પણ જોઈ શકાય છે. પરંતુ, કંપનીના નામનો હિન્દુ ધર્મ અથવા ભગવાન રામ સાથે કોઈ સંબંધ હોવાની માહિતી જોવા મળતી નથીં.
આ સિવાય અમે કંપનીની વેબસાઈટ અને સોશિયલ મીડિયા પેજ પર પણ સર્ચ કર્યું, પરંતુ અહીંયા એવી કોઈ માહિતી જોવા મળતી નથી જે કંપનીના નામકરણ પાછળ હિંદુ ધર્મ અથવા ભગવાન રામની માન્યતાની પુષ્ટિ કરી શકે.
Conclusion
આમ, અમારી તપાસમાં એ સ્પષ્ટ થાય છે કે એક અમેરિકન વાહન નિર્માતા કંપનીનું નામ હિન્દુ ભગવાન રામના નામ પર રાખવામાં આવ્યું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. વાસ્તવમાં કંપનીનું નામ (રેમ, માદા ઘેટા) પ્રાણીના નામ પરથી રાખવામાં આવ્યું છે.
Result : False
Our Source
Articles published by successstory.com, autoevolution.com, cummins.com, miraclechryslerdodgejeep.com, jeffbelzersdodgeram.com
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044