માનવ સર્જિત રોબોટ અને વ્યક્તિ વચ્ચેની ક્રિયાપ્રતિક્રિયા શું હોય શકે છે તે દર્શાવતો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વ્યાપકપણે શેર કરવામાં આવી રહ્યો છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે “આ ચીનમાં બનાવેલી કૃત્રિમ મહિલા” છે. આ રોબોટ ચીનના બજારોમાં લોન્ચ કરવામાં આવેલ છે જે એક ચાર્જ પર 72 કલાકથી વધુ કામ કરે છે.

કેટલાક ફેસબુક યુઝર્સે હુરી/હાવરી તરીકે ઓળખાતી કથિત ચાઈનાની કૃત્રિમ મહિલાનો આ વીડિયો શેર કર્યો છે અને દાવો કર્યો છે કે આ રોબોટ મહિલા 100% સિલિકોન સ્પેરપાર્ટ્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવી છે અને તેને ખોરાકની જરૂર નથી.

Fact Check / Verification
ચીનમાં બનાવેલી કૃત્રિમ મહિલા ટાઇટલ સાથે શેર કરવામાં આવેલ વીડિયોમાં રોબોટ જણાવે છે કે “હું સાયબરલાઈફ દ્વારા બનાવવામાં આવેલો પહેલી અંગત મદદનીશ છું.” આ માહિતી સાથે ગુગલ કીવર્ડ સર્ચ હાથ ધરતા ‘How Chloe Became Human‘ ટાઇટલ સાથે એક બ્લોગ જોવા મળે છે. જ્યાં ગેમિંગ કંપની ક્વોન્ટિક ડ્રીમનો ઉલ્લેખ જોવા મળે છે.

‘ક્લો ફોર ડેટ્રોઇટ: બીકમ હ્યુમન‘ નામની વિડીયો ગેમ ક્વોન્ટિક ડ્રીમ દ્વારા બનાવવામાં આવેલ છે. બ્લોગ પોસ્ટ અનુસાર કથિત ચાઇનાની કૃત્રિમ મહિલા ડેટ્રોઇટ: બીકમ હ્યુમન વિડીયો ગેમનું એક પાત્ર છે.
આ ઉપરાંત, યુટ્યુબ પર 22 જુલાઈ 2021ના Quantic Dreamનામની ચેનલ પર ‘ડેટ્રોઈટ: બીકમ હ્યુમન’ ટાઇટલ સાથે [પોસ્ટ થયેલ વિડીયો જોવા મળે છે. અહીંયા વાયરલ વીડિયોમાં જોવા મળતા દર્શ્યો સાથે કથિત રોબોટ મહિલા પણ જોઈ શકાય છે. તેમજ આ સમાન વીડિયો 23 મે 2018ના રોજ પ્લેસ્ટેશનની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પરથી પણ અપલોડ કરવામાં આવ્યો હતો .

ટ્વીટર પર ગેમિંગ કંપની ડેટ્રોઈટ દ્વારા 2018માં “ક્લોઇને મળો, સાયબરલાઇફ દ્વારા બનાવવામાં આવેલ પ્રથમ અંગત સહાયક” માહિતી સાથે સમાન વાયરલ વિડીયોનો એક ભાગ જી શકાય છે. આમ અમે નિષ્કર્ષ પર આવી શકીએ છીએ કે “ચીનમાં બનાવેલી કૃત્રિમ મહિલા”ના ભ્રામક દાવા સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે.
Conclusion
ચીનમાં બનાવેલી કૃત્રિમ મહિલા ટાઇટલ સાથે શેર કરવામાં આવેલ વિડીયો ખરેખર એક વિડીયો ગેમનો હિસ્સો છે. વિડીયો ગેમના એક પાત્રના ઇન્ટરવ્યૂને ચીન દ્વારા પહેલી કૃત્રિમ મહિલા બનાવવામાં આવી હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result : False
Our Source
Official Website Of Quantic Dream
YouTube Video By PlayStation, Dated May 23, 2018
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044