Fact Check
શું આ અયોધ્યા મેટ્રો સ્ટેશન છે? જાણો વાયરલ તસ્વીરનું સત્ય
Claim : અયોધ્યામાં નવું તૈયાર થઈ રહેલ મેટ્રો સ્ટેશન
Fact : મેટ્રો સ્ટેશનના નામે AI દ્વારા બનાવવામાં આવેલ તસ્વીર શેર કરવામાં આવેલ છે.
સોશ્યલ મીડિયા પર અયોધ્યામાં નવું તૈયાર થઈ રહેલ મેટ્રો સ્ટેશનની તસ્વીર વાયરલ થઈ રહી છે. આ તસ્વીરમાં ભવ્ય બાંધકામ સાથે ભગવાન રામની તસ્વીર જોઈ શકાય છે. ફેસબુક યુઝર્સ “અયોધ્યા મેટ્રો સ્ટેશન” ટાઇટલ સાથે તસ્વીર શેર કરી રહ્યા છે. જો…કે ન્યૂઝચેકરની તપાસમાં આ તસ્વીર ભ્રામક હોવાનું જણાયું છે.

Fact Check / Verification
અયોધ્યામાં નવું તૈયાર થઈ રહેલ મેટ્રો સ્ટેશનની વાયરલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ટ્વીટર પર The Madhya Pradesh Index નામના યુઝર દ્વારા 27 ઓક્ટોબરના શેર કરવામાં આવેલ સમાન તસ્વીર સાથે અન્ય કેટલીક તસ્વીરો પણ જોવા મળે છે. અહીંયા આપવામાં આવેલ માહિતી મુજબ, @Amarrrrz દ્વારા અયોધ્યા સ્ટેશનની કેટલીક અદભુત તસ્વીરો બનાવી છે. પરંતુ, અયોધ્યા સ્ટેશનનું બિલ્ડીંગ તૈયાર થઈ ચૂક્યું છે.
આ અંગે વધુ સચોટ માહિતી માટે રેલવે મિનિસ્ટ્રીના ટ્વીટર એકાઉન્ટ પર સર્ચ કરતા જાન્યુઆરી 2023ના પોસ્ટ કરવામાં આવેલ અયોધ્યા સ્ટેશનની કેટલીક તસ્વીરો જોવા મળે છે. અહીંયા અયોધ્યા સ્ટેશનના નવનિર્માણ કાર્યની કેટલીક તસ્વીર શેર કરવામાં આવેલ છે, જે વાયરલ તસ્વીરથી તદ્દન અલગ છે.
Conclusion
અયોધ્યામાં નવું તૈયાર થઈ રહેલ મેટ્રો સ્ટેશનના નામે AI દ્વારા બનાવવામાં આવેલ તસ્વીર શેર કરવામાં આવેલ છે. અયોધ્યા સ્ટેશનના નામે ભ્રામક દાવા સાથે તસ્વીર શેર કરવામાં આવેલ છે.
Result : Altered Images
Our Source
Tweet Of The Madhya Pradesh Index , 27 Oct 2023
Tweet Of Ministry of Railways , 5 Jan 2023
આ પણ વાંચો : શું વાયરલ તસ્વીરમાં ખેરખર સારા તેંડુલકર સાથે શુભમન ગીલ છે? જાણો શું છે સત્ય
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044