Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim : નાયરા પેટ્રોલિયમ દ્વારા ઈંધણની ટાંકીમાં વિસ્ફોટને લઈને જાહેર ચેતવણી આપવામાં આવી
Fact : નાયરા એનર્જી દ્વારા વાયરલ મેસજે ભ્રામક હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
ગરમીનો પારો દિવસે-દિવસે વધી રહ્યો છે, સોશ્યલ મીડિયા પર વધુ પડતી ગરમીને લઈને અનેક પ્રકારે ચેતવણી આપતા મેસેજ ફોરવર્ડ થતા હોય છે. આ ક્રમમાં નાયરા પેટ્રોલિયમ દ્વારા જાહેર ચેતવણી આપવામાં આવી હોવાના દાવા સાથે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ મેસેજમાં લખવામાં આવ્યું છે કે ” NAYARA ENERGY ભારતીય તેલ ચેતવણી આપે છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાનો છે, તેથી તમારા વાહનમાં મહત્તમ મર્યાદા સુધી પેટ્રોલ ભરશો નહીં. જેના કારણે ઈંધણની ટાંકીમાં વિસ્ફોટ થઈ શકે છે. કૃપા કરીને તમારા વાહનમાં ઇંધણની અડધી ટાંકી ભરો અને હવા માટે જગ્યા રાખો. આ અઠવાડિયે સૌથી વધુ પેટ્રોલ ભરવાના કારણે 5 વિસ્ફોટ અકસ્માતો થયા છે.“

નાયરા પેટ્રોલિયમ દ્વારા જાહેર ચેતવણી આપવામાં આવી હોવાના દાવા અંગે ગુગલ સર્ચ કરતા ફેસબુક અને ટ્વીટર પર ‘Nayara Pumps’ના ઓફિશ્યલ એકાઉન્ટ પરથી 7 મેંના રોજ કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે. અહીંયા, વાયરલ મેસેજ અંગે સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું છે કે “નાયરા એનર્જીના નામે વાયરલ થતા બનાવટી મેસજથી સાવધાન રહો.” તેમજ, વાયરલ તસ્વીરને પોસ્ટ કરતા લખ્યું છે કે “અમે આવી કોઈ માહિતીને સમર્થન આપતા નથી અથવા ફેલાવવામાં આવેલ નથી“
ઉનાળામાં વાહનોના ટેન્ક ફૂલ ભરવાથી આગ લાગવાના દાવા અંગે forbes દ્વારા 2018માં પ્રકાશિત કરવામાં અહેવાલ જોવા મળે છે. જે મુજબ, વાહનમાં આવતી પેટ્રોલ ટેન્ક એક બંધ ચેમ્બરમાં સીમિત માત્રામાં હોય છે, જે પોતાની જાતે સગડવું મુશ્કેલ છે. ઉપરાંત, પેટ્રોલને સળગવા માટે હજારો ડિગ્રીથી વધુ ટેમ્પરેચરની જરૂર પડે છે, જયારે ઉનાળાના સમયમાં સૌથી વધુ તાપમાન 50 ડિગ્રી હોય છે.

વધુ માહિતી સર્ચ કરતા cardekho વેબસાઈટ પર પણ આ ભ્રામક માહિતી અંગે વિસ્તૃત માહિતી જોઈ શકાય છે. જે મુજબ, સાબિત થયેલ સંશોધન છે કે જો તાપમાન 50 ડિગ્રી સુધી પહોંચે તો પણ, ટાંકીમાંનું પેટ્રોલ બળી શકે નહીં કારણ કે પેટ્રોલને જાતે સળગવા માટે હજારો ડિગ્રીની રેન્જમાં તાપમાનની જરૂરર પડે છે.
એક સાધારણ પ્રયોગ સમજીએ તો કોઈપણ વસ્તુને સળગવા માટે પૂરતા પ્રમાણમાં હવાની જરૂર પડે છે. હવે પેટ્રોલ ટેન્ક જયારે ફૂલ હશે ત્યારે અંદર ખુબ જ ઓછી માત્રામાં હવા હાજર હશે, આ સંજોગોમાં જો કોઈ એક સળગતી દિવાસળી પણ ટેન્કમાં નાખશે તો પણ આગ લાગી શકશે નહીં.
આ પહેલીવાર નથી કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભ્રામક મેસેજ ફરતો થયો હોય જેનાથી લોકો ગભરાઈ જાય. ત્રણ વર્ષ પહેલાં મિડલ ઇસ્ટ, યુરોપ અને દક્ષિણ પૂર્વ એશિયામાં સમાન દાવા સાથે પોસ્ટ વાયરલ થઈ હતી. જયારે ભારતમાં પણ આ સમાન દાવો ઘણા વર્ષોથી ઉનાળા સમયે આવી ઘટનાઓ સાથે જોડીને વાયરલ કરવામાં આવેલ છે.
નાયરા પેટ્રોલિયમ દ્વારા જાહેર ચેતવણી આપવામાં આવી હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. નાયરા એનર્જી દ્વારા વાયરલ મેસજે ભ્રામક હોવાની સ્પષ્ટતા કરવામાં આવેલ છે. ઉપરાંત આ પ્રકારના વાયરલ ભ્રામક મેસેજ ઘણા વર્ષોથી ઉનાળાની ઋતુમાં સોશ્યલ મીડિયા પર સમયાંતરે વાયરલ થતા રહે છે.
Our Source
Facebook and Twitter Post Of Nayara Pumps, on 17 May 2023
Media Reports Of Forbes And cardekho, 24 JUL 2018
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044