બર્થ ડે સેલિબ્રેટ કરવા માટે લોકો આજકાલ અવનવા આયોજનો કરતા હોય છે. મિત્રો દ્વારા રસ્તા પર કેક કાપવી અને બર્થ ડે બમ્પ મારવા એક ટ્રેન્ડ બની ચુક્યો છે. આવા જ એક બર્થ ડે સેલિબ્રેટ કરવામાં યુવકનું મૃત્યુ થયું હોવાના દાવા સાથે વિડિઓ સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ છે.
ફેસબુક પર “બર્થ ડે ની ઉજવણી કરતાં પેહેલા વિચારો ધ્યાનથી જોવો આ વિડીયો ને બર્થ ડે ઉજવણી કરવા નું બધં કરો તમારી મજા કોઈ ની મોત ની સજા થયં શકે” ટાઇટલ સાથે આ વિડિઓ અનેક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે. વિડીઓમાં કેટલાક મિત્રો બર્થ દે સેલિબ્રેટ કરી રહ્યા હતા અને બર્થ ડે બમ્પ મારી રહ્યા હતા. જેમાં મિત્રો દ્વારા યુવકને વધુ વાગી જતા તેનું મૃત્યુ થયું હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
સોશ્યલ મીડિયા પર કુલ 2K થી વધારે લોકો દ્વારા વાયરલ વિડિઓ જોવામાં આવ્યો છે, તેમજ વોટસએપ પર પણ કેટલાક યુઝર્સ દ્વારા શેર કરવામાં આવેલ છે. સમાન દાવા સાથે Newschecker વોટસએપ ગ્રુપ પર પણ આ વિડિઓ ફ્કેટચેક માટે મોકલવામાં આવેલ છે.

Fact check / Verification
રાત્રે ૧૨ વાગે આધુનિક બર્થ ડે ઉજવણી ગંભીર પરિણામ. જન્મ દિવસ મૃત્યુ દિવસ બન્યો હોવાના ટાઇટલ સાથે વાયરલ થયેલ વિડિઓને ધ્યાન પૂર્વક જોતા વિડીઓના અંતમાં લખાણ જોવા મળે છે. જ્યાં સ્પષ્ટતા કરવામાં આવેલ છે, “આ એક કાલ્પનિક ઘટના છે, આ ફિલ્મ લોકોમાં જાગૃતિ લાવવા સંદર્ભે બનાવવામાં આવેલ છે.”

બર્થ ડે સેલિબ્રેટના આ વીફળીઓ અંગે વધુ તપાસ કરતા જાણવા મળે છે, સૌ પ્રથમ ફેસબુક પર આ વિડિઓ Hamsa Nandini નામના યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો હતો. આ વિડિઓ પોસ્ટ સાથે તેમણે પણ સ્પષ્ટતા કરી હતી કે વિડિઓ માત્ર જાગૃતિ લાવવા સંદર્ભે બનાવવામાં આવેલ છે, તમામ ઘટનાઓ એક નાટકીય ભાગ છે.

ઉપરાંત, ફેસબુક યુઝર Hamsa Nandini એકાઉન્ટ પર આવી જ ઘટનાઓ પર જાગૃતિ લાવવા સંદર્ભે અન્ય વિડિઓ પણ પોસ્ટ કરવામાં આવેલ છે. પરંતુ આ તમામ વિડિઓ સાથે સ્પષ્ટતા કરવામાં આવેલ છે, કે આ ઘટના એક નાટકીય રૂપાંતરણ છે.

Conclusion
જન્મ દિવસ મૃત્યુ દિવસ બન્યો હોવાના ટાઇટલ સાથે શેર કરવામાં આવેલ વિડિઓ સાથે ભ્રામક દાવો કરવામાં આવેલ છે. વાયરલ વિડિઓમાં કોઈપણ યુવકનું મૃત્યુ થયું નથી, તેમજ વાયરલ વિડિઓ આવી ઘટનાઓ સંદર્ભે જાગૃતિ લાવવા માટે બનવવામાં આવેલ ફિલ્મ છે. વિડીઓના તમામ ભાગ એક સ્ક્રિપ્ટેડ નાટક છે.
Result :- Misleading
Our Source
Google Search
Facebook Users
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો [email protected] અથવા વોટ્સએપ કરો 9999499044