Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim
સોશ્યલ મીડિયા પર એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2024ની સામાન્ય ચૂંટણીમાં વધુ લોકો ભાજપને મત આપી શકે તે માટે “ત્રણ મહિના ફ્રી રિચાર્જ” ઓફર કરી રહ્યા છે.

અમને અમારી Whatsapp ટિપલાઈન (9999499044) પર આ દાવો મળ્યો છે, જે અમને હકીકત-તપાસ કરવા વિનંતી કરે છે.
Fact Check / Verification
વાયરલ મેસેજ સાથે આપવામાં આવેલ વેબસાઈટ લિંક “https://www.bjp.org@bjp2024.mangafinic.com” અને “BJP ફ્રી રિચાર્જ યોજના” માટે કીવર્ડ સર્ચ કરતા કોઈ વિશ્વસનીય સમાચાર અહેવાલો અથવા આવી યોજનાના સત્તાવાર નિવેદનો જોવા મળતા નથી. અમે આ યોજના માટે બીજેપીની અધિકૃત વેબસાઈટ પણ તપાસી પણ યોજના સંબંધિત કોઈ પરિણામો મળ્યા ન હતા.

ન્યૂઝચેકરને જાણવા મળ્યું કે “mangafinic.com” વેબસાઈટ શંકાસ્પદ હોવાનું જણાયું, જે ખાતરી કરવા માટે “સ્કેમ ડિટેકટર” વેબસાઈટ પર “mangafinic.com” અંગે તપાસ કરતા રિપોર્ટ મળે છે. આ વેબસાઇટનો સ્કોર ઓછો છે, જેનો અર્થ છે કે સાવધાની રાખવાની સલાહ આપવામાં આવે છે. સ્કેમ ડિટેક્ટરે આ સાઇટ અને તેના બિઝનેસ મોડેલ પર એક નજર નાખી અને એક નિષ્પક્ષ સમીક્ષા અનુસાર આ વેબસાઇટ નબળી રીતે ડિઝાઇન કરવામાં આવી છે અને તેમાં મેટાડેટા નથી કે જે તેની ઑનલાઇન રહેવા માટે મદદ કરી શકે. પરિણામે, તે વિશ્વસનીયતા ગુમાવે છે અને દર્શાવે છે કે તેની ગુણવત્તા શંકાસ્પદ છે.

આ અંગે સચોટ માહિતી માટે અમે સાયબર સિક્યોરિટી નિષ્ણાતો સાથે વાતચીત કરવા પ્રયાસ કર્યો છે, તેમના પ્રતિસાદ બાદ માહિતી અપડેટ કરવામાં આવશે. પરંતુ, હાલમાં ભાજપ સરકાર દ્વારા આ પ્રકારે ફ્રી રિચાર્જ યોજના અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
Our Source
Analysis
Scam detector review
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044