સોશ્યલ મીડિયા પર ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકનું અવસાન થયું હોવાના દાવા સાથે પોસ્ટ વાયરલ થઈ રહી છે. ફેસબુક પર સંદેશ ન્યુઝ દ્વારા “ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર હીથ સ્ટ્રીકનું 49 વર્ષની વયે નિધન થયું છે” ટાઇટલ સાથે પોસ્ટ શેર કરવામાં આવેલ છે.

Fact Check / Verification
ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકનું અવસાન થયું હોવાના દાવા અંગે ગુગલ સર્ચ કરતા ઝિમ્બાબ્વેના પૂર્વ બોલર હેનરી ઓલોંગાએ શેર કરેલી ટ્વીટ જોવા મળે છે. અહીંયા તેઓએ હીથ સ્ટ્રીક સાથે થયેલ વાતચીતનો સ્ક્રીન શોટ શેર કરેલો છે, જ્યાં તેમનું નિધન થયું હોવાનો દાવો ખોટો સાબિત થાય છે.
આ ઉપરાંત, અમને 23 ઓગસ્ટ 2023ના રોજ ધ હિન્દુઝ સ્પોર્ટસ્ટાર દ્વારા પ્રકાશિત એક અહેવાલ જોવા મળે છે. અહીંયા, હીથ સ્ટ્રીકને ટાંકીને માહિતી આપવામાં આવી છે કે તે હજી પણ જીવિત છે અને કેન્સરથી સ્વસ્થ થઈ રહ્યો છે.

(આ પણ વાંચો : ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકનું અવસાન અંગે ન્યૂઝચેકર હિન્દી અને મલયાલમ ટિમ દ્વારા પ્રકાશિત અહેવાલ અહીં વાંચો.)
Conclusion
ઝિમ્બાબ્વેના પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીકનું અવસાન થયું હોવાનો દાવો તદ્દન ભ્રામક છે. પૂર્વ કેપ્ટન હીથ સ્ટ્રીક સ્વસ્થ અને જીવિત છે, યુઝર્સ ભ્રામક દાવા સાથે પોસ્ટ શેર કરી રહ્યા છે.
Result : False
Our Source
Tweet shared by Henry Olongo on August 23, 2023
Article published by Sports Star on August 23, 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044