Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Crime
સોશિયલ મીડિયા પર એક હેરાન કરનારો વીડિયો વાયરલ થયો છે જેમાં પુણેમાં એક મુસ્લિમ વ્યક્તિએ એક છોકરી પર હુમલો કર્યો હતો. વીડિયોમાં એક વ્યક્તિ ધારદાર હથિયાર સાથે યુવતીની પાછળ દોડતો જોવા મળી રહ્યો છે. છોકરી વ્યક્તિથી બચવા માટે ભાગી રહી છે. પરંતુ કેટલાક અન્ય સ્થાનિક લોકો પણ આ માણસની પાછળ દોડતા જોવા મળે છે.
વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, “જબરદસ્તીથી પ્રેમ જેહાદીએ પુણેમાં એક છોકરી પર હુમલો કર્યો, તેને મારવાનો પ્રયાસ કર્યો પરંતુ ત્યાં હાજર લોકોએ વચ્ચે પડીને છોકરાને પકડી લીધો અને છોકરીને બચાવી લીધી. પુણેના લોકોને તેમના પ્રયત્નો માટે શુભેચ્છાઓ!” વાયરલ વીડિયોને સાંપ્રદાયિક દ્રષ્ટિકોણથી શેર કરવામાં આવેલ છ.
પુણેમાં એક મુસ્લિમ વ્યક્તિએ એક છોકરી પર હુમલો કર્યો હોવાના વાયરલ વિડીયો અંગે કેટલાક કીવર્ડ્સની મદદથી વિડિયો સર્ચ કરતાં અમને તેના વિશેના અનેક સમાચાર જોવા મળ્યા. આ સમાચારમાં કહેવામાં આવ્યું છે કે ઘટના 27 જૂન 2023ના રોજ પુણેમાં બની હતી. એનડીટીવીના અહેવાલ મુજબ, શાંતનુ લક્ષ્મણ જાધવ નામના એક છોકરાએ 19 વર્ષની વિદ્યાર્થીની પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સ્થાનિક લોકોએ તેને પકડી લીધો અને પોલીસને હવાલે કર્યો હતો.
સમાચારમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે શાંતનુ પહેલાથી જ યુવતીને પરેશાન કરતો હતો. પુણે મિરરે પણ આ બાબતે પોતાના અહેવાલમાં છોકરાનું નામ શાંતનુ લક્ષ્મણ જાધવ જણાવ્યું છે.
વધુમાં, ધ ઈન્ડિયન એક્સપ્રેસના સમાચાર મુજબ છોકરીએ તેના ખરાબ વર્તનને કારણે કથિત રીતે તે પુરુષ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. 27 જૂને જ્યારે યુવતી તેની અન્ય મિત્ર સાથે કોલેજ જઈ રહી હતી ત્યારે જાધવે તેની સાથે ઝઘડો કર્યો અને હુમલો કર્યો હતો.
આરોપી યુવતીની પાછળ દોડ્યો હતો અને તેના પર છરી વડે હુમલો કર્યો હતો. આ દરમિયાન સ્થાનિક લોકોએ તેને પકડી લીધો અને બાળકીને બચાવી લીધી. બાળકીને માથા અને હાથના ભાગે ઈજા થઈ હતી.
આ ઘટના પુણેના વિશ્રામબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. આ બાબતની પુષ્ટિ કરવા માટે અમે પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર અને સ્ટેશન ઈન્ચાર્જ દાદાસાહેબ ગાયકવાડ સાથે વાત કરી. તેમણે અમને એ પણ જણાવ્યું કે આ કેસમાં આરોપી અને પીડિતા હિન્દુ સમુદાયના છે. કેસમાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી.
પુણેમાં એક મુસ્લિમ વ્યક્તિએ એક છોકરી પર હુમલો કર્યો હોવાના ભ્રામક દાવા સાથે વિડીયો શેર કરવામાં આવેલ છે. પુણે પોલીસે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે આ કેસમાં આરોપી અને પીડિતા હિન્દુ સમુદાયના છે. કેસમાં કોઈ સાંપ્રદાયિક એંગલ નથી.
Our Source
Report of NDTV published on June 27, 2023
Reports of The Indian Express and Pune Mirror
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044