Authors
Claim : વર્લ્ડ કપની ફાઈનલમાં 1.5 લાખ લોકો હનુમાન ચાલીસાનો પાઠ કર્યો
Fact : 1.5 લાખ લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરતા દેખાઈ રહ્યા હોવાનો વાયરલ વિડીયો એડિટ કરવામાં આવેલ છે.
કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ એક વીડિયો શેર કરી રહ્યા છે, જેમાં 19 નવેમ્બર, 2023ના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC મેન્સ વર્લ્ડ કપની ફાઈનલ દરમિયાન લગભગ 1.5 લાખ લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરતા દેખાઈ રહ્યા છે.
Fact check / Verification
વર્લ્ડ કપની ફાઈનલ દરમિયાન લગભગ 1.5 લાખ લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરતા દેખાઈ રહ્યા હોવાના વાયરલ વિડીયો અંગે કીવર્ડ સર્ચ કરતા 18 નવેમ્બરના રોજ શેર કરાયેલ સમાન વિડિયો Youtube શોર્ટ પર તારીખ 16 ઓક્ટોબર 2023ના જોવા મળે છે. અહીંયા, ગાયક દર્શન રાવલ હેશટેગ #pakvsind સાથે, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેનો આ વિડીયો શેર કરવામાં આવેલ છે.
અહીંયા સ્પષ્ટપણે સાંભળી શકીએ છીએ કે આ વીડિયોનો ઑડિયો કલીપ સાથે ફેરફાર કરવામાં આવ્યો હતો. અમે જાણ્યું કે ગાયક સુખવિન્દર સિંઘ, શંકર મહાદેવન, અરિજિત સિંહ, સુનિધિ ચૌહાણ, નેહા કક્કર અને દર્શન રાવલે ભારત પહેલા પ્રી-મેચ શોમાં પરફોર્મ કર્યું હતું.
વધુ શોધ પર અમને આ Youtube વિડિયો જોવા મળ્યો જેમાં વાયરલ ક્લિપમાં સાંભળવામાં આવેલો જ ઓડિયો પુષ્ટિ કરે છે કે વિડીયો એડિટ કરવામાં આવ્યો છે.
ન્યૂઝચેકરનો ફાઇનલ મેચના દર્શક શ્રીનિધિ ડીએસ સાથે પણ સંપર્ક કર્યો. જેમણે જણાવ્યું “મેચ દરમિયાન, જય શ્રી રામ, વંદે માતરમ, અન્ય મંત્રો સાંભળવામાં આવ્યા હતા, અને પ્રથમ મેચના અંત પછી હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવ્યો હતો. પરંતુ, વાયરલ વિડીયો માફક 1.5 લાખ લોકો એક સાથે આ પ્રકારે કોઈ નારા લગાવવામાં આવ્યા નથી.
Conclusion
વર્લ્ડ કપની ફાઈનલ દરમિયાન લગભગ 1.5 લાખ લોકો હનુમાન ચાલીસાનો પાઠ કરતા દેખાઈ રહ્યા હોવાનો વાયરલ વિડીયો એડિટ કરવામાં આવેલ છે.
Result : Altered Video
Our Source
Youtube video, October 16, 2023
Youtube video, June 3, 2023
(With inputs from Ishwarachandra BG)
આ પણ વાંચો : વર્લ્ડ કપની ફાઈનલ દરમિયાન લગભગ 1.5 લાખ લોકો હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હોવાના વાયરલ વિડીયો પર ન્યૂઝચેકર કન્નડ ફેકટચેક અહીં વાંચો
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044