Fact Check
એક મહોલ્લા એક બકરી ટાઇટલ સાથે દૈનિક જાગરણના વાયરલ ન્યુઝ પેપર કટિંગનું સત્ય
Claim : એક મહોલ્લા એક બકરી ટાઇટલ સાથે દૈનિક જાગરણના વાયરલ ન્યુઝ પેપર કટિંગ
Fact : દૈનિક જાગરણ દ્વારા “એક મહોલ્લા એક હોલિકા” નામથી એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. વાયરલ તસ્વીરને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
સોશ્યલ મીડિયા પર દૈનિક જાગરણ ન્યુઝ પેપરની તસ્વીર વાયરલ થઈ રહી છે. આ ન્યુઝ પેપેરના પહેલા પાના પર લખવામાં આવ્યું છે કે “એક મહોલ્લા એક બકરી” સાથે જ લખવામાં આવ્યું છે કે “આ વર્ષે બની શકે તો એક મહોલ્લા વચ્ચે એક બકરીની કુરબાની આપવી જેથી કહું ખચ્ચર ઓછું થશે અને પાણીનો બગાડ પણ અટકશે” ન્યૂઝચેકરને આ લખાણ ભ્રામક હોવાનું જણાયું છે.

Fact Check / Verification
દૈનિક જાગરણ ન્યુઝ પેપરની વાયરલ તસ્વીર અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ફેસબુક પર ‘દૈનિક જાગરણ મોરાદાબાદ‘ દ્વારા 4 માર્ચના “એક મહોલ્લા એક હોલિકા” ટાઇટલ સાથે પોસ્ટ કરવામાં આવેલ સમાન ન્યુઝ પેપેરનું પેજ જોવા મળે છે. અહીંયા, વાયુ પ્રદુષણ ફેલાતા અટકાવવાના પ્રયાસમાં જાનહિત માટે આ જાહેરાત દૈનિક જાગરણ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ છે.
આ અંગે વધુ તપાસ કરતા દૈનિક જાગરણની વેબસાઈટ પર 8 માર્ચના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ પણ જોઈ શકાય છે. જે મુજબ, દૈનિક જાગરણની ઝુંબેશ એક મોહલ્લા-એક હોલિકાના સહયોગમાં મંગળવારે સાંજે જિલ્લામાં સર્વત્ર અગ્નિ પ્રગટાવવામાં આવી હતી. લોકોએ હોલિકાની પ્રદક્ષિણા કરીને તેની પૂજા કરી હતી.

દૈનિક જાગરણની આ અનોખી પહેલ અંગે ટ્વીટર પર હરદોઈ પોલીસ દ્વારા પણ ટ્વીટ કરવામાં આવેલ છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે ‘એક મહોલ્લા એક હોલિકા’ના નારા સાથે ગત વર્ષની તુલનામાં 58 હોલિકા દહન સ્થળોમાં ઘટાડો થયો છે, તેમજ 140 સ્થાનો પર માત્ર છાણાની હોળી પ્રગટાવવામાં આવી હતી.
Conclusion
એક મહોલ્લા એક બકરી ટાઇટલ સાથે દૈનિક જાગરણના ન્યુઝ પેપરના કટિંગ સાથે છેડછાડ કરવામાં આવેલ છે. દૈનિક જાગરણ દ્વારા “એક મહોલ્લા એક હોલિકા” નામથી એક અભિયાન ચલાવવામાં આવ્યું હતું. વાયરલ તસ્વીરને ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Result : Altered Media
Our Source
Facebook Post Of Dainik Jagran Moradabad Activity, on March 4, 2023
Media Report Of Dainik Jagaran , on March 8, 2023
Tweet Of Hardoi Police, on March 7, 2023
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044