ક્લેમ :-
“सरकार गठन से पहले ही एक्शन में अपने स्वार्थ के लिए टीचरों की रविवार की छुट्टी करी रद्द” આ દાવા સાથે એક સરકારી આદેશ આપતો પત્રની તસ્વીર વાયરલ કરવામાં આવી છે.

વેરિફિકેશન :-
સોશિયલ મિડિયા પર દાવો કરતી પોસ્ટ કરવામાં આવી છે, જેમાં રવિવારના રોજ અરવિંદ કેજરીવાલના શપથ સમારોહ પર સરકારી શિક્ષકોની રજા ના મંજૂર કરવામાં આવી છે. આ મુદ્દે એક સરકારી આદેશ આપતો પત્ર પણ વાયરલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોસ્ટ સાથે કંઈક આ પ્રમાણે દાવો કરવામાં આવ્યો છે ” राम राम मित्रों सरकार गठन से पहले ही एक्शन में अपने स्वार्थ के लिए टीचरों की रविवार की छुट्टी करी रद्द लगता है आम आदमी पार्टी के कार्यकर्ता भीड़ नहीं जुटा सकते अच्छा तरीका है भीड़ इकट्ठा करने का लगे रहो केजरीवाल 5 साल दिल्ली और बेहाल”

આ વાયરલ દાવાની સત્યતા તપાસવા માટે અમે ગુગલ કિવર્ડ સાથે સર્ચ કરતા કેટલાક ન્યુઝ સંસ્થાન દ્વારા આ મુદ્દા પર પબ્લિશ કરાયેલ રિપોર્ટ જોવા મળે છે. જેમાં BBC ન્યુઝ દ્વારા શપથ સમારોહ પર ગ્રાઉન્ડ રિપોર્ટ પબ્લિશ કર્યો છે, જેમાં આ દાવા વિષે ખુલાસો પણ આપવામાં આવ્યો છે.

આ રિપોર્ટ પ્રમાણે અને સરકારી આદેશ મુજબ કેજરીવાલ સરકાર દ્વારા સપથ સમારોહ કાર્યક્રમમાં તમામ સરકારી શાળાના શિક્ષકો અને પ્રિન્સિપાલને આમંત્રણ આપવામાં આવ્યું હતું નહીં કે ફરજીયાત હાજરી આપવાનો આદેશ, આ ઉપરાંત વાયરલ તસ્વીર સરકારી આદેશમાં પણ કોઈ જગ્યા પર ફરજીયાત આદેશ નહીં પરંતુ આમંત્રણ આપવામાં આવ્યું છે.


વાયરલ તસ્વીર સાથે કરવામાં આવેલ દાવાની સત્યતા તપાસતા મળતા તમામ પરિણામો પરથી સાબિત થાય છે કે આ તસ્વીરને એક ભ્રામક દાવા સાથે વાયરલ કરવામાં આવી છે. આ પ્રકારે કોઈ સરકારી આદેશ આપવામાં આવ્યા નથી.
TOOLS :-
GOOGLE KEYWORD SEARCH
FACEBOOK SEARCH
NEWS REPORTS
પરિણામ :- ભ્રામક દાવો (FAKE NEWS)