Authors
કોરોના બાદ આ વખતે નવરાત્રી અને દશેરાનો તહેવાર ઉજવવામાં આવ્યો છે. દશેરાના દિવસે તમામ જગ્યાએ રાવણ દહન કરવામાં આવ્યું અને ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે ફેસબુક પર રાવણ દહન વખતે બ્લાસ્ટ થતા 56 લોકોના મોત થયા હોવાના દાવા સાથે ન્યુઝ આર્ટિકલની લિંક શેર કરવામાં આવેલ છે.
“દશેરામાં રાવણ દહન વખતે રાવણ ફૂટતાં 56 લોકોના થયા મોત” હેડલાઈન સાથે athegathe વેબસાઈટ પર એક ન્યુઝ પ્રકાશિત કરવામાં આવેલ છે. તેમજ ફેસબુક પર વાયરલ પોસ્ટ સાથે ન્યુઝ બ્રેકીંગ પ્લેટ શેર કરવામાં આવેલ છે. જેમાં રાવણ સળગવાથી 56 લોકોનું મૃત્યુ થયું હોવા અંગે માહિતી આપવામાં આવેલ છે.
Factcheck / Verification
રાવણ દહન વખતે બ્લાસ્ટ થતા 56 લોકોનું મૃત્યુ થયું હોવા અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા કોઈપણ આધિકારિક માહિતી જોવા મળતી નથી. જયારે રાવણ દહન અને 56 લોકોના મોત અંગે ગુગલ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન navjivanindia, navbharattimes અને jansatta દ્વારા ઓક્ટોબર 2018ના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.
રાવણ દહન વખતે બ્લાસ્ટ થતા 56 લોકોના મૃત્યુ અંગે વધુ તપાસ કરતા દ્વારા ઓક્ટોબર 2018ના યુટ્યુબ પર પોસ્ટ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન જોવા મળે છે. અમૃતસરના જોડા ફાટક નજીક રેલવે ટ્રેક પાસે રાવણ દહન સમયે ટ્રેન અકસ્માતમાં 60 ના મોત અને 51 લોકો ઘાયલ થયા હતા.
રાવણ દહન વખતે બ્લાસ્ટની ઘટના અંગે newschecker પંજાબી ટિમ સાથે વાતચીત કરતા જાણવા મળે છે 2018 ટ્રેન અકસ્માત બાદ આ પ્રકારે કોઈપણ ઘટના ઘટિત થઈ નથી.
Conclusion
દશેરામાં રાવણ દહન સમયે બ્લાસ્ટ થતા 56 લોકોનું મૃત્યુ થયા હોવાના ભ્રામક દાવા સાથે સોશ્યલ મીડિયા પોસ્ટ વાયરલ થયેલ છે. 2020માં કોરોના લોકડાઉનના કારણે રાવણ દહન કાર્યક્રમ બંધ હતો, જયારે આ વર્ષે આ પ્રકારે બ્લાસ્ટની ઘટના ઘટિત થઈ નથી. 2018માં પંજાબના અમૃતસર ખાતે રેલવે ફાટક નજીક રાવણ દહન સમયે ટ્રેન અકસ્માતમાં 60 ના મોત અને 51 લોકો ઘાયલ થયા હતા.
Result :- Fabricated News
Our Source
navjivanindia,
navbharattimes
jansatta
NDTV
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044