Friday, September 27, 2024
Friday, September 27, 2024

HomeFact Checkતિરુપતિ લડ્ડુ ઘી વિવાદ - અમૂલે કહ્યું, 'અમે તિરુપતિ મંદિરને ક્યારેય ઘી...

તિરુપતિ લડ્ડુ ઘી વિવાદ – અમૂલે કહ્યું, ‘અમે તિરુપતિ મંદિરને ક્યારેય ઘી સપ્લાય કર્યું નથી’

Authors

Since 2011, JP has been a media professional working as a reporter, editor, researcher and mass presenter. His mission to save society from the ill effects of disinformation led him to become a fact-checker. He has an MA in Political Science and Mass Communication.

દેશમાં તિરુપતિ બાલાજી મંદિરમાં મહાપ્રસાદ તરીકે વપરાતા લાડુ બનાવવામાં વપરાતા ઘીમાં પશુઓની ચરબીયુક્ત પદાર્થ હોવાના અહેવાલે ખૂબ ચર્ચા જગાવી છે.

આંધ્રના સીએમ ચંદ્રબાબુ નાયડુએ આરોપ લગાવ્યો હતો કે મંદિરમાં પ્રસાદ બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ઘીમાં પ્રાણીઓની ચરબી મળી હતી. તેમની પાર્ટીએ એનડીડીબીના અહેવાલને આ દાવાના આધાર તરીકે ટાંક્યા બાદ આ વિવાદ શરૂ થયો હતો.

આ દરમિયાન YSRCP ચીફ જગન મોહન રેડ્ડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. જેમાં આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુ પર તિરૂમાલા તિરૂપતિ દેવસ્થાનમ (ટીટીડી)ની પવિત્રતાને કલંકિત કરવાના પ્રયાસનો આરોપ લગાવાયો છે. એટલું જ નહીં પત્રમાં પ્રધાનમંત્રીને નાયડુને ફટકાર લગાવવા અને હકીકતને ઉજાગર કરવાની અપીલ કરવામાં આવી છે.

શું છે વિવાદ?

જોકે, આ બધા વચ્ચે સોશિયલ મીડિયામાં દાવા કરવામાં આવ્યા કે, તિરુપતિ મંદિરને લાડુનો પ્રસાદ બનાવવા વપરાતું ઘી ગુજરાતની અમૂલ કંપની દ્વારા સપ્લાય કરવામાં આવે છે, અને એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે, ભેળસેળવાળું ઘી મામલે અમૂલ પણ શંકાના દાયરામાં છે.

એક યુઝરે દાવો કર્યો કે, “2023માં અમૂલ બ્રાન્ડે તિરુપતિ માટે ઘીનું ટૅન્ડર જીત્યું હતું. દરેક જગ્યાએ ગુજરાતનું કનેક્શન જ કેમ બહાર આવતું હોય છે.” પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ ઉપરોક્ત દાવા મામલેની અન્ય આર્કાઇવ પોસ્ટ અહીં, અહીં, અહીં અને અહીં જુઓ.

અન્ય પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, “2023 સુધી નંદિની તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ એટલે કે ટીડીડીને ઘી સપ્લાય કરતું હતું, પરંતુ ત્યાર બાદ તેને હઠાવી અમૂલને કૉન્ટ્રાક્ટ આપાવમા આવ્યો હતો.” પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં, અહીં, અહીં અને અહીં જુઓ.

આમ, સોશિયલ મીડિયામાં તિરુપતિ મંદિરના પ્રસાદના લાડુ માટેના ઘીના સપ્લાયર મામલે ઘણી ચર્ચા ઉઠી છે.

Courtesy – X/istormypc
Courtesy – X/@BVKRO3
Courtesy – X/@BVKRO3

વળી, આ મામલે અમૂલ કંપની વિશે દાવા પ્રકાશમાં આવતા કંપનીએ એફઆઈઆર દાખલ કરી છે. ત્યાર બાદ કેટલાકે પોસ્ટ ડિલીટ પણ કરી દીધી હતી.

કોણ હતા ઘીના સપ્લાયર?

ઘીના સપ્લાયરની યાદી જાણવા માટે અમે કોશિશ કરી. જેમાં 21 સપ્ટેમ્બર-2024ના રોજ પ્રકાશિત હિંદુસ્તાન ટાઇમ્સનો આર્ટિકલ પ્રાપ્ત થયો. આ અહેવાલ અનુસાર, મંદિરના પ્રસાદ એવા લાડુ માટે વપરાતા જે ઘીમાં ભેળસેળ પકડાઈ છે, તે ઘી એઆર ડેરી દ્વારા સપ્લાય થયા હોવાની વાત છે. વધુમાં કહેવાયું છે કે, ઘીની ગુણવત્તાના પર સવાલ ઉઠતા હવે તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીડીડી) નંદિની ડેરી પાસેથી ઘી લઈ રહી છે. એટલે કે ટીડીડી દ્વારા ઘીનું સપ્લાયર હાલ બદલવામાં આવ્યું છે.

દરમિયાન, ટીડીડીની વેબસાઇટ અનુસાર તિરુમાલા એટલે કે તિરુપતિ મંદિર પ્રસાદ માટે ઘી સપ્લાય કરનારા સપ્લાયરની યાદીમાં પ્રિમિયર ઍગ્રી ફૂડ્ઝ, ક્રિપરમ ડેરી, વૈષ્ણવી, શ્રી પરાગ મિલ્ક અને એઆર ડેરી સામેલ હતા. આ 5માંથી એઆર ડેરીના ઘીના કેટલાક બૅચના નમૂના લેવામાં આવ્યા હતા જેમાં ભેળસેળ હોવાનું સામે આવ્યું હોવાનો દાવો કરાયો છે.

Courtesy – TDD Website screengrab

વળી, 20 સપ્ટેમ્બર-2024ના રોજ તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ દ્વારા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X પર શૃંખલાબદ્ધ પોસ્ટ કરવામાં આવી હતી. તેમાં પણ ઉપરોક્ત વાત જ કહેવામાં આવી હતી.

તેમાં સ્પષ્ટપણે એ પણ કહેવામાં આવેલ છે કે, “આણંદની એનડીડીબી કાલ્ફ લૅબ દ્વારા અમે ઘીના નમૂના પરિક્ષણ કરાવ્યા હતા. જેમાં અમને સોયાબિન, સૂર્યમૂખી, પાલ્મ, અને બીફ ટેલો તથા લાર્ડ પદાર્થો હોવાનું જાણવા મળ્યું છે. નમૂનામાં વનસ્પતિ ઘીની પણ ભેળસેળ હોવાનું તેમાં બહાર આવ્યું છે. આ સમગ્ર બાબત સામે આવતા ઘી સપ્લાયર પાસેથી ઘી લેવાનું બંધ કરાયું છે. અને આગામી સમયમાં આ મામલે વધુ કાર્યવાહી કરવામાં આવશે.”

વધુમાં અમે ટીડીડીનો સંપર્ક કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો નથી.

Read Also : Fact Check – તિરુપતિ લાડુ વિવાદને સાંકળીને પાકિસ્તાની કંપનીના કર્મચારીઓની યાદી સાંપ્રદાયિક દાવા સાથે વાઇરલ

નંદિની ડેરીએ કેમ સપ્લાય બંધ કર્યો હતો?

વળી, વધુ તપાસ કરતા અમને એક અન્ય અહેવાલ પ્રાપ્ત થયો. 21 સપ્ટેમ્બર-2024ના રોજ ઇન્ડિયા ટુડે દ્વારા પ્રકાશિત અહેવાલ અનુસાર વર્ષ 2023ના જુલાઈ મહિનામાં નંદિની ડેરીએ ટીડીડીને ઘી સપ્લાય કરવાનું સ્થગિત કરી દીધું. જેમાં દૂધમાં કરાયેલો ભાવવધારો જવાબદાર પરિબળ હોવાની વાત કહેવાઈ છે. અને જુલાઈ મહિના બાદ ફરીથી ઇ-ટેન્ડરિંગ કરીને નવા ટેન્ડર ઇસ્યૂ કરાયા હતા. જે ઉપરોક્ત 5 ઘી સપ્લાયર (પ્રિમિયર ઍગ્રી ફૂડ્ઝ, ક્રિપરમ ડેરી, વૈષ્ણવી, શ્રી પરાગ મિલ્ક અને એઆર ડેરી)ને આપવામાં આવ્યા હતા.

અત્રે નોંધવું કે, ઇન્ડિયા ટુડેના અહેવાલમાં એ પણ દાવો કરાયો છે કે તેમની પાસે ટેન્ડર ડૉક્યુમેન્ટની કૉપી પણ છે. ઉપરોક્ત અહેવાલો-પોસ્ટમાં ક્યાંય પણ અમૂલ સપ્લાયર હતું અથવા તેના ઘીમાં ભેળસેળ મળી હોવાની વાતનો ઉલ્લેખ નથી.

KMFના ભીમા નાયકે અમૂલનું નામ લીધું?

તદુપરાંત, સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા જે આર્ટિકલના સ્ક્રિનશૉટ શેર કરાયા છે. તેને પણ અમે ચકાસવાની કોશિશ કરી. જેમાં અમને 19 સપ્ટેમ્બરના રોજનું ટ્વિટ મળ્યું. તેમાં ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા પ્રકાશિત અહેવાલનું કટિંગ જોવા મળ્યું. તેમાં નંદિનીના તત્કાલિન પ્રમુખ ભીમા નાયકનું નિવેદન છપાયું હતું. આ નિવેદન સોશિયલ મીડિયા યુઝર દ્વારા શેર કરાયેલ સ્ક્રિનશૉટ સાથે મૅચ થાય છે.

આથી પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત તે અહેવાલની હેડલાઇનને ગૂગલ પર સર્ચ કરતા અમને 31 જુલાઈ-2023ના રોજ પ્રકાશિત ઑનલાઇન આર્ટિકલ પ્રાપ્ત થયો. ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા તે પ્રકાશિત કરાયો હતો. જેમાં પણ એ જ વાત કરવામાં આવી હતી જે પ્રિન્ટ આવૃત્તિમાં કરાઈ હતી.

આ અહેવાલોનું કન્ટેન્ટ ધ્યાનથી વાંચતા જોવા મળે છે કે, સોશિયલ મીડિયા યુઝરો દ્વારા જે સ્ક્રિનશૉટ શેર કરાયા છે, તે આની સાથે મૅચ થાય છે. જોકે તેમાં ‘કંપની’ શબ્દ પહેલા ‘અમૂલ બ્રાન્ડ’ નામ લખી દેવામાં આવ્યું છે. જે ઑરિજિનલ આર્ટિકલ અને આર્ટિકલમાં છપાયેલ નિવેદન સાથે બંધબેસતું નથી. તે વિરોધાભાસ રજૂ કરે છે.

વધુમાં અમે કર્ણાટકા મિલ્ક ફેડરેશન (કેએમએફ)ના ચૅરમૅન ભીમા નાયકનો પણ સંપર્ક કરવાની કોશિશ કરી. પરંતુ સંપર્ક થઈ શક્યો નથી.

Read Also : Fact Check: શું રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓ હિન્દુઓનાં કોઈપણ ધર્મગ્રંથમાં માનતા નથી? શું છે સત્ય

અમૂલ દ્વારા સ્પષ્ટતા

અત્રે ઉલ્લેખનિય છે કે, તિરુમાલા લાડુ પ્રસાદ વિવાદમાં અમૂલ વિશે વિવિધ દાવાઓ વાઇરલ થતા અમૂલે પણ સ્પષ્ટતા કરી છે.

અમૂલે તેના ટ્વિટર હૅન્લડ પર એક સ્પષ્ટિકરણ પોસ્ટ કર્યું છે. જેમાં લખ્યું છે, “આ સ્પષ્ટતા એ સંદર્ભે કરવામાં આવે છે કે, તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમને અમૂલ દ્વારા ઘી સપ્લાય કરવામાં આવી રહ્યું છે. આથી અમે એ સ્પષ્ટ કરવા માગીએ છીએ કે અમૂલ ઘી ટીટીડીને ક્યારેય સપ્લાય કરવામાં આવ્યું નથી.”

“વળી અમૂલ ઘી અમારી અદ્યતન ઉત્પાદન ફેસિલિટી જે આઈએસઓ પ્રમાણિત છે, તેમાં બનાવવામાં આવે છે. અમૂલ ઘી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શુદ્ધ દૂધના ફેટમાંથી બનાવવામાં આવે છે. અમારી વિવિધ ડેરીઓ પર કલેક્ટ કરવામાં આવતા દૂધને ફૂડ સેફ્ટી ઑથિરોટિના ધોરણો હેઠળ ભેળસેળ મામલે તપાસવામાં આવે છે. અમૂલ ઘી દેશની સૌથી વિશ્વાસપાત્ર ઘીની બ્રાન્ડ છે. તે પાછલા 50 વર્ષોથી ઘરેઘર ઘી પહોંચાડી રહી છે.”

“આ સ્પષ્ટિકરણ અમૂલ વિશે ચાલી રહેલી ખોટી માહિતીઓ અને દુષ્પ્રચારને રોકવા માટે જાહેર કરવામાં આવેલ છે. કોઈ પણ પ્રશ્ન હોય તો અમારા ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી શકો છો.”

અમૂલ દ્વારા FIR

વધુમાં અમદાવાદ સાયબર ક્રાઇમ દ્રારા અમૂલની ફરિયાદને પગલે એક એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે.

ડીસીપી (સાયબર ક્રાઇમ) લવિના સિન્હાએ કહ્યું, “અમને અમૂલના કર્મચારીઓ તરફથી ફરિયાદ મળી છે કે તેમની કંપની વિરુદ્ધ ફેક સોશિયલ મીડિયા એકાઉન્ટ થકી ખોટી માહિતીઓ શેર કરવામાં આવી રહી છે. તેમાં કહેવાય રહ્યું છે કે તિરુપતિ પ્રસાદમાં પશુ ચરબીયુક્ત જે ઘી વપરાતું હતું તે અમૂલ દ્વારા સપ્લાય કરાતું હતું.”

કેટલાકે પોસ્ટ ડિલીટ કરી

પોલીસે એફઆઈઆરમાં આરોપી તરીકે એક્સ હેન્ડલ્સ સ્પિરિટ ઓફ કોંગ્રેસ (Spirit of Congress), બંજાર 1991 (Banjara1991), ચંદનએઆઈપીસી (chandanAIPC), ક્યુલર બેંગાલી (SecularBengali) rahul_1700′, પ્રોફાપીએમ (profapm) prettypadmajaના નામ આપ્યા છે. જેમાંથી કેટલાકે પોસ્ટ ડિલીટ કરી દીધેલ છે.

Read Also : Fact Check – વંદે ભારત ટ્રેનનો કાચ રિપેરિંગનો વીડિયો તોડફોડના દાવા સાથે વાઇરલ

Sources
HT Report, 22 Sept-2024
X Post by YSR Jagmohan Reddy, 22 Sept-2024
HT Report, 21 Sept-2024
TTD Website
X Post by TTD, 20 Sept-2024
X Post by Amul, 20 Sept-2024
X Post by ANI, 21 Sept-2024
Indian Express Report, 21 Sept-2024
India Today Report, 21 Sept-2024
X post bt ShobhaBJP, 19 Sept-2024
Indian Express Report, 31 July-2023

કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044

Most Popular