Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
રાજસ્થાન બંજરંગ દળ પશ્ચિમ બંગાળ પહોંચ્યાનો વાઇરલ વીડિયો
દાવો ખોટો છે. કર્ણાટકાથી ધાર્મિકયાત્રા કરી પરત ફરી રહેલા બાઇકયાત્રાળુઓનો મહારાષ્ટ્રના સાંગલીનો વીડિયો ખરેખર ખોટા દાવા સાથે શેર કરાયો છે.
પશ્ચિમ બંગાળમાં વકફ ઍક્ટના વિરોધ બાદ મુર્શિદાબાદમાં હિંસા ફાટી નીકળી હતી. હવે સ્થિતિ કાબૂમાં આવી ગઈ છે. સમગ્ર દેશમાં આ ઘટનાએ ચર્ચા જગાવી છે.
દરમિયાન, સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં દાવો કરાયો છે કે, બજરંગદળના કાર્યકર્તાઓ પશ્ચિમ બંગાળ પહોંચી ગયા છે.
વીડિયો સાથે કૅપ્શનમાં લખ્યું છે, “રાજસ્થાનના કેટલાક બજરંગ દળના કાર્યકરો બંગાળમાં પહોંચી ગયા છે.”
રાત્રે લેવાયેલ એક ઍરિયલવ્યૂમાં લાંબા અંતરથી આવતા વાહનો આવતા તેમાં જોઈ શકાય છે. વળી રસ્તામાં પોલીસ બંદોબસ્ત પણ જોવા મળે છે.
પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકરને આ વીડિયોનો દાવો ખોટો હોવાનું જાણવા મળેલ છે.
વાઇરલ વીડિયોની તપાસ માટે જ્યારે વીડિયોમાં કેટલાક કીફ્રેમ્સ પર રિવર્સ ઇમેજ સર્ચ કરવામાં આવ્યું, ત્યારે અમને 17 ફેબ્રુઆરી, 2025ના રોજની એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ મળી. જે દર્શાવે છે કે આ ઘટના મહારાષ્ટ્રના સાંગલીની છે . પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે બાઇક રેલી કર્ણાટકના માયાકા ચિંચલીથી મહારાષ્ટ્રના સાંગલીના સાંગલવાડી સુધી નીકળી હતી.
ત્યાર પછી અમે ગૂગલ કીવર્ડ સર્ચ કરી. જેમાં, અમને આ વર્ષે ફેબ્રુઆરીમાં યોજાયેલી બાઇક રેલી વિશે ટાઇમ્સ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રકાશિત એક અહેવાલ મળ્યો.
19 ફેબ્રુઆરી, 2025ના રોજ પ્રકાશિત થયેલા લેખમાં જણાવાયું છે કે, સાંગલી પોલીસે કર્ણાટકમાં એક ધાર્મિક ઉત્સવમાંથી સાંગલી પરત ફરી રહેલા સેંકડો મોટરસાયકલ સવારો સામે કાર્યવાહી કરી હતી.
અહેવાલ મુજબ, પડોશી રાજ્ય કર્ણાટકના ચિંચોલીમાં સ્થાનિક દેવી માયાકા દેવીના ધાર્મિક મેળામાં જતી વખતે અને પાછા ફરતી વખતે વાહનસવારોએ મોડી રાત્રે તેમના હોર્ન વગાડતા અને જોરથી સૂત્રોચ્ચાર કર્યાં હતાં.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સાંગલી ગ્રામીણ પોલીસ ઇન્સ્પેક્ટર કિરણ ચૌગલેએ જણાવ્યું હતું કે, પોલીસે હિંસક બાઇકર્સને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો હતો અને તેમની પાસે રેલી કાઢવાની પરવાનગી નહોતી.
આ ઘટના અંગે ન્યૂઝચેકરે સ્થાનિક પત્રકાર વિનાયક જાધવનો સંપર્ક કર્યો.
જાધવે કહ્યું કે, “કર્ણાટકના સાંગલીના સાંગલીવાડીના યુવાનો અને વૃદ્ધો ચિંચલી માયાકા મંદિર ઉત્સવ માટે યાત્રાએ જાય છે. જ્યારે સેંકડો લોકો પાછા ફરી રહ્યા હતા, ત્યારે તેઓએ સાંગલી પોલીસ સ્ટેશન રોડ પાસે હોર્ન વગાડ્યા હતા. આનાથી ધ્વનિ પ્રદૂષણ થયું. પોલીસે બૅરિકેડ લગાવી હતી અને આ રીતે વર્તનારાઓ સામે કાર્યવાહી કરી હતી. છેલ્લા ત્રણ-ચાર વર્ષથી યુવા તીર્થયાત્રાઓ પાછા ફરતી વખતે આવું વર્તન કરી રહ્યા છે. પોલીસે તાજેતરમાં તેમની સામે કાર્યવાહી કરી છે.”
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, પશ્ચિમ બંગાળ બાઇક લઈને બજરંગદળના કાર્યકર્તાઓ પહોંચ્યા હોવાનો દાવો કરતો વાઇરલ વીડિયોનો દાવો ખરેખર ખોટો છે. વાઇરલ વીડિયો ખરેખર મહારાષ્ટ્રના સાંગલીની અન્ય ઘટનાનો છે.
Sources
Instagram post by mr_akshay_yamgar_1102 on February 17, 2025
Article by The Times of India on February 19, 2025
Telephone conversation with Local Journalist Vinayak Jhadav
(અહેવાલ ન્યૂઝચેકર મલયાલમના શબ્લૂ થોમસ દ્વારા પણ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો. અહેવાલ માટે ન્યૂઝચેકર મરાઠીના પ્રસાદ પ્રભુ દ્વારા ઇનપુટ્સ)