Authors
Claim – વડોદરામાં વિશ્વામિત્રી નદીના ભૂખ્યા ભયાનક મગરનો વીડિયો
Fact – વીડિયો વડોદરાની વિશ્વામિત્રી નદીના મગરનો નથી. તે અમેરિકી ઍનિમલ ઍક્સપર્ટ કોર્બિન મેક્સેને અમેરિકામાં રૅસ્ક્યૂ કરેલા ઍલિગેટરનો વીડિયો છે.
વડોદરા શહેરમાં વિશ્વામિત્રી નદીમાં પૂર બાદ મગરો શહેરમાં ઘુસી આવ્યાના ઘણા વીડિયો વાઇરલ થયા. જેમાં કેટલાક વીડિયો ખોટા દાવા સાથે પણ વાઇરલ થયા. ઑસ્ટ્રેલિયાના કિમ્બર્લી ખાતેની નદીમાં મગરોના સમૂહનો વીડિયો વડોદરાના વિશ્વામિત્રીના મગરનો હોવાના કહી વાઇરલ કરાયો હતો જેને ન્યૂઝચેકરે ફેક્ટ ચેક કરી સત્ય બહાર લાવ્યું.
જોકે ફરી એક બીજો વીડિયો વડોદરાના વિશ્વામિત્રીના ભૂખ્યા ભયાનક મગરનો હોવાનું કહી વાઇરલ થયો છે.
સોશિયલ મીડિયામાં યુઝર્સે વીડિયો પોસ્ટ કર્યાં છે. અને તેની સાથે કૅપ્શન લખ્યું છે, “વડોદરાની વિશ્વામિત્રી નદીનો ભૂખ્યો ભયાનક મગર.”
કૅપ્શન સાથે પોસ્ટ કરેલા વીડિયોમાં એક મગર પશુ ખાઈ રહ્યો છે અને તેને ગળવાની કોશિશ કરે છે.
પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
ન્યૂઝચેકરને આ વીડિયો વડોદરાના વિશ્વામિત્રી નદીના મગરનો નહીં હોવાનું જાણવા મળ્યું છે.
Fact Check/Verification
સૌપ્રથમ વીડિયોની ચકાસણી માટે અમે તેના કીફ્રેમ્સની મદદથી ગૂગલ લૅન્સ પર રિવર્ઝ ઇમેજ સર્ચ ચલાવી. જેમાં અમને ઍનિમલ ઍક્સપર્ટ કોર્બિન મેક્સે દ્વારા યુટ્યુબ પર અપલૉડ કરવામાં આવેલા વીડિયોની લિંક પ્રાપ્ત થઈ.
અત્રે નોંધવું કે કોર્બિન અમેરિકાના એક પ્રખ્યાત ઍનિમલ રેસ્ક્યૂઅર અને ઍક્સપર્ટ છે. તેમની પાસે એક અલાયદું પ્રાણીસંગ્રહાલય પણ છે, જ્યાં તેઓ તેમના પશુ-પક્ષીને રાખી તેમની દેખરેખ કરે છે.
અમને 16 સપ્ટેમ્બર-2021ના રોજ કોર્બિન મેક્સે દ્વારા યુટ્યુબ પર અપલૉડ કરાયેલ વીડિયો પ્રાપ્ત થયો. જેનું શીર્ષક છે – ઍલિગેટર (મગર) ચીકનને મોંમાંથી પાછું કાઢે છે. વીડિયોના ડિસ્ક્રિપ્શનમાં તેમણે જણાવ્યું છે કે – સોની નામનો ઍલિગેટર ચીકનને મોંમાથી પાછું કાઢે છે. મગરને આ ખોરાક તેમણે જ આપ્યો હતો.
તેમના વીડિયો અને ઍલિગેટરની ધ્યાનથી ચકાસણી કરતા તેના વિઝ્યૂઅલ વાઇરલ વીડિયો સાથે મૅચ થાય છે. વાઇરલ વીડિયોમાં મગર જે જગ્યાએ છે તે જગ્યા કોર્બિનના વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે.
વધુમાં અમને કોર્બિનની વેબસાઇટની લિંક પણ જોવા મળી. ત્યાં ક્લિક કરતા કોર્બિનના સોની નામના ઍલિગેટર વિશેની માહિતી પ્રાપ્ત થઈ.
કોર્બિને સોની નામના મગરને અમેરિકામાં રૅસ્ક્યૂ કર્યા બાદ પોતાને ત્યાં જ રાખ્યો હતો.
વળી કોર્બિનના અન્ય સોશિયલ મીડિયા હૅન્ડલ્સ અને યુટ્યુબ વીડિયોમાં પણ સ્પષ્ટ જોવા મળે છે કે, વાઇરલ વીડિયોમાં દેખાતી જગ્યા કોર્બિને જ્યાં ઍલિગેટર રાખ્યા છે, ત્યાંની છે. એટલે કે અમેરિકાની છે.
20 જુલાઈ-2024ના રોજ કોર્બિને એક અન્ય વીડિયો પ્રકાશિત કર્યો હતો. યુટ્યુબ પરના આ વીડિયોમાં પણ સ્પષ્ટ જોઈ શકાય છે કે, મગર અને તેને રાખવામાં આવેલી જગ્યા વાઇરલ વીડિયોના વિઝ્યુઅલ સાથે મૅચ થાય છે.
આમ, ઑરિજિનલ વીડિયો ખરેખર અમેરિકામાં બે વર્ષ પહેલાનો છે. આથી વાઇરલ વીડિયો વડોદરાનો નથી.
આથી તેને વડોદરાના પૂર સાથે કોઈ લેવાદેવા નથી. અને વીડિયો ગુજરાતનો નથી.
Conclusion
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, વડોદરાના વિશ્વામિત્રીનો ભૂખ્યો મગર હોવાના દાવા સાથે વાઇરલ વીડિયો ખોટા દાવા સાથે શેર કરાયો છે. વીડિયો ખરેખર અમેરિકાનો છે. અને જૂનો છે.
Result – False
Sources
You Tube video by Corbin Maxey
https://corbinmaxey.com
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044