Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
Claim –વીડિયોમાં બાંગ્લાદેશી હિંદુ પૂજારી ચિન્મય કૃષ્ણ દાસ કથિત રીતે ચાલતા વાહનની અંદર એક હિંદુ મહિલા પર બળાત્કાર કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે.
Fact – વાયરલ વિડિયો ઑક્ટોબર 2024નો બળાત્કાર અને બ્લેકમેલના કેસનો છે, જેમાં રાજસ્થાનના મંદિરના પૂજારીનો સમાવેશ થાય છે, જેમણે કથિત રીતે પીડિત વ્યક્તિ પર ડ્રગ્સ ખવડાવીને બળાત્કાર કર્યો હોવાનો આરોપ છે.
1-મિનિટ 37-સેકન્ડનો એક વિડિયો દાવા સાથે વાયરલ થયો છે કે, તેમાં કથિત રીતે અગ્રણી બાંગ્લાદેશી હિન્દુ સ્વામિ ચિન્મય કૃષ્ણ દાસ છે. જેમની 25 નવેમ્બરના રોજ રાજદ્રોહના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. તેઓ સિલ્હેટમાં ચાલતા વાહનમાં હિન્દુ મહિલા પર બળાત્કાર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ X પર યુઝરે પોસ્ટ કરી લખ્યું છે, “આ ‘હિંદુઓના તારણહાર’ સાબિત કરે છે કે સ્થાનિક હિંદુઓ પણ આતંકવાદી સંગઠન ઈસ્કોનથી સુરક્ષિત નથી.”


પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકાય છે.
દાવાની તપાસ માટે ન્યૂઝચેકરે કીફ્રેમ્સની રિવર્સ ઇમેજ સર્ચ ચલાવી જેના કારણે અમને 21 ઑક્ટોબર-2024 ના રોજ યુટ્યુબ પરના રાજસ્થાન પત્રિકા અહેવાલ પ્રાપ્ત થયો તેમાં વાયરલ વિડિયો છે.
વીડિયોમાં કહેવાયું છે કે, “સીકરના લક્ષ્મણગઢ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી એક પૂજારી અને એક છોકરીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. તંત્ર વિદ્યા દ્વારા પરિવારની સમસ્યા હલ કરવાના બહાને પૂજારીએ યુવતી પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે કેસ નોંધ્યો છે અને તપાસ શરૂ કરી છે.” (ગુજરાતી અનુવાદ)
ત્યારપછી અમને 19 ઓક્ટોબર, 2024 ના રોજનો ABPLiveનો રિપોર્ટ મળ્યો જેમાં જણાવવામાં આવ્યું હતું કે, કૉલેજની એક વિદ્યાર્થીનીએ ક્ષેત્રપાલ મંદિરના પૂજારી એવા બાબા બાલકનાથ પર તેને ડ્રગ્સ આપ્યા બાદ તેનું જાતીય શોષણ કરવાનો આરોપ મૂક્યો છે.
“પોલીસને તેની ફરિયાદમાં પીડિતાએ જણાવ્યું હતું કે પુજારી અને તેના ડ્રાઈવરે તેના પરિવારને ધમકી આપી હતી. બાબા બાલકનાથની કારના ડ્રાઈવર યોગેશે બળાત્કારને વીડિયો રેકોર્ડ કર્યોં હતો. બાદમાં બાબા બાલકનાથ અને તેના સાથીઓએ તેને નિયમિતપણે ધમકી આપી તેને મળવાનું ચાલુ રાખવાની માંગણી કરી હતી. તેમજ વીડિયો લીક કરવાની ધમકી પણ આપી હતી. આ ધમકીઓથી પરેશાન મહિલાએ આખરે ઘટનાની જાણ કરવા પોલીસનો સંપર્ક કર્યો હતો.”
20 ઑક્ટોબર-2024ના રોજનો ઈટીવી ભારતનો રિપોર્ટ પણ મળ્યો જેમાં નાયબ પોલીસ અધિક્ષક અજયપાલને ટાંકીને જણાવ્યું હતું કે, વાયરલ વાંધાજનક વિડિયો 12 એપ્રિલનો છે અને કેસ 17 ઑક્ટોબરે નોંધવામાં આવ્યો હતો.
અહેવાલ અનુસાર,“તેની ફરિયાદમાં મહિલાએ જણાવ્યું કે 12 એપ્રિલ-2024ના રોજ તે સીકરની એક ખાનગી કૉલેજમાં પરીક્ષા આપવા આવી હતી. પરીક્ષા આપ્યા બાદ જ્યારે તે કૉલેજની બહાર ઉભી હતી ત્યારે લક્ષ્મણગઢના આરોપી પુજારી ‘બાબા બાલકનાથ’ કાર લઈને આવ્યા અને તેને ગામમાં મૂકવાના બહાને કારમાં બેસાડી. કારની અંદર બેઠા પછી, ‘બાબા’એ તેને રસ્તામાં ખાવા માટે ડ્રગ્સવાળી મીઠાઈ આપી જેનાથી તે બેભાન થઈ ગઈ હતી. મહિલાએ કહ્યું હતું કે, બાબાએ નિર્જન રસ્તા પર કાર રોકી અને તેના પર ઘણી વખત બળાત્કાર કર્યો. કારના ડ્રાઈવરે ફોન પર જાતીય શોષણનો વીડિયો બનાવ્યો હતો.”
ઘટના મામલે એનડીટીવી અને હિંદુસ્તાન ટાઇમ્સના અહેવાલ અહીં અને અહીં જોઈ શકાય છે, જે પુષ્ટિ કરે છે કે વિડિયોમાં દેખાતા પૂજારી ચિન્મય દાસ નથી.
Fact Check – બાંગ્લાદેશમાં ટોળા સાથેના ઘર્ષણમાં ઇસ્કોનના ચિન્મય દાસના વકીલના મોતનો વાઇરલ દાવો ખોટો
વાયરલ વિડિયોમાં રાજસ્થાની મંદિરના પૂજારી ચાલતા વાહનમાં એક મહિલા પર કથિત જાતીય હુમલો કરતા જણાય છે. અને આ મામલે બાંગ્લાદેશી હિન્દુ સાધુ ચિન્મય કૃષ્ણ દાસની ધરપકડ કરવામાં આવી નથી. આથી વાઇરલ દાવો ખોટો છે.
Sources
Rajasthan Patrika report, October 21, 2024
ABPLive report,October 19, 2024
ETV Bharat, October 20, 2024
(ન્યૂઝચેકર પરોમિતા દાસ દ્વારા પણ અહેવાલ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044