Authors
Claim –સુરતમાં ગણપતિને મોદીના સેવક તરીકે દર્શાવવામાં આવ્યા હોવાના સમાચાર અહેવાલનો સ્ક્રીનશૉટ.
Fact – આ દાવો ગેરમાર્ગે દોરનારો છે. વાયરલ થયેલી તસવીર વર્ષ 2022ની એટલે કે જૂની છે.
સુરતમાં ભગવાન ગણેશને મોદીના સેવક તરીકે દર્શાવવામાં આવ્યા હોવાનો દાવો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તેમાં એક અખબારના અહેવાલનું ક્લિપિંગ અને જેમાં ગણપતિની મૂર્તિ અને પીએમ મોદીની મૂર્તિ પણ દૃશ્યમાન છે.
અહેવાલના સ્ક્રિનશૉટને યુઝર પોસ્ટ કરી તેમાં દાવો કરી રહ્યા છે કે, સુરતમાં ગણપતિને મોદીના સેવક તરીકે દર્શાવાયા છે.
આ દાવો ગુજરાતી, હિંદી અને મરાઠીમાં પણ વાઇરલ થયેલ છે. જોકે, ન્યૂઝચેકરને આ તસવીર 2 વર્ષ જૂની હોવાનું માલૂમ પડ્યું છે.
પોસ્ટનું આર્કાઇવ અહીં અને અહીં જુઓ.
Fact Check/Verification
દાવાની તપાસ માટે કીવર્ડ સર્ચ કર્યાં ત્યારે અમને તાજેતરમાં સ્થાનિક મીડિયા દ્વારા પણ આવા સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા હોવાના કોઈ પુરાવા મળ્યા ન હતા. જોકે, અમને 3જી સપ્ટેમ્બર-2022ના રોજ ફેસબુક પર કુલદીપસિંહ મોરી નામના યુઝરની પોસ્ટ મળી.
અમને આ પોસ્ટમાં વાયરલ ગુજરાતી ટેક્સ્ટ સાથેનો સ્ક્રીનશૉટ મળ્યો. આના પરથી જાણવા મળ્યું કે 2022માં ગુજરાતી સમાચારની છાપ ઊભી કરીને જે પોસ્ટ વાયરલ થઈ હતી તે સંબંધિત યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવી હતી.
સંબંધિત પોસ્ટના કૅપ્શનનો અનુવાદ નીચે મુજબ છે. “આ દિવસોમાં આ અખબાર જેવા દેખાતા કટિંગ બોર્ડ ફરતા હોય છે, જેમાં અખબારનું નામ નથી, લેખકનું નામ નથી, અને જો આવું સુરતમાં થયું હોય, તો મને બીજો ફોટો બતાવો, અમે તેને વાસ્તવિક તરીકે લઈશું. આવી સામગ્રી એક એવા વર્ગ દ્વારા બનાવવામાં અને પ્રસારિત કરવામાં આવે છે જે જાણે છે કે કેવી રીતે ફોટા એડિટ કરીને વૈચારિક ઘા મારવા અને હિન્દુઓ આવા બૌદ્ધિક છેતરપિંડીનો ભોગ બને છે. હું આ હકીકતને સાબિત કરવા માટે કોઈપણ અન્ય ફોટા અને પુરાવાઓની પ્રશંસા કરીશ!! નોંધ: જેણે પણ આ ફોટો સંપાદિત કર્યો છે તેણે સાવચેત રહેવું જોઈએ કે તમે અખબારમાં જે ભાષાનો ઉપયોગ કર્યો છે તેનો ઉપયોગ ક્યારેય ન કરે, જેમ કે “ભાજપીયા. સરકારે આવા સંપાદન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી કરીને અન્ય લોકો તે કરતા પહેલા 100 વાર વિચારે… પરંતુ કોઈ કરતું નથી.”
વધુમાં અમને વર્ષ 2022ની એક ટ્વિટર પોસ્ટ પણ મળી જેમાં ઉપરોક્ત વાઇરલ દાવા સાથે અહેવાલનો સ્ક્રિનશૉટ શેર કરવામાં આવેલ હતો. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
આમ વાઇરલ તસવીર ખરેખર 2022થી સોશિયલ મીડિયામાં ઉપલબ્ધ છે. તેને વર્તમાનમાં પ્રકાશિત કરવામાં આવી નથી. એટલે કે આ વિવાદ કે ઘટના કે તસવીરને તાજેતરના ગણપતિ ઉત્સવ સાથે કોઈ લેવાદેવા જ નથી.
અમે મૂળ ગુજરાતી સમાચારનો સ્ત્રોત શોધી શક્યા નથી. દરમિયાન અમને પુષ્ટિ મળી કે દાવા સાથે વાયરલ થયેલ સ્ક્રીનશૉટ 2 વર્ષ પહેલાથી જ ઇન્ટરનેટ પર છે.
Conclusion
અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે, સુરતમાં ગણપતિને મોદીના સેવક તરીકે દર્શાવતા એક ગુજરાતી સમાચાર અહેવાલનો સ્ક્રીનશોટ ગેરમાર્ગે દોરનારો છે અને તે 2022માં પણ ખોટા દાવા સાથે વાઇરલ થયો હતો.
Result – Missing Context
Our Sources
Google Search
Facebook post, September 3, 2022
X Post, Sept 3, 2022
Image Analysis
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044