Authors
Claim – ભારત સરકારે ટેલિગ્રામ ઍપ્લિકેશન પર પ્રતિબંધ મૂક્યો છે.
Fact – આ દાવો ફેક છે. ભારત સરકાર દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
તાજેતરમાં, મેસેજિંગ ઍપ્લિકેશન ટેલિગ્રામના સ્થાપક અને સીઇઓ પાવેલ દુરોવની પેરિસમાં ધરપકડ કરવામાં આવી છે . એવા આક્ષેપો છે કે ટેલિગ્રામનો ઉપયોગ ડ્રગની હેરફેર અને બાળ જાતીય શોષણની તસવીરોનું વિતરણ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે કરવામાં આવે છે.
દરમિયાન, ઝી ન્યૂઝનો એક ગ્રાફિક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, ભારત સરકારે ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો છે. જો કે, તપાસમાં અમને આ દાવો ખોટો હોવાનું જણાયું હતું.
સોશિયલ મીડિયા (આર્કાઇવ) પર વાયરલ થઈ રહેલા ઝી-ન્યૂઝના લોગો સાથેના ગ્રાફિકમાં લખ્યું છે, “ભારત સરકારે સોશિયલ ઍપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો છે, ઍપ ટૂંક સમયમાં પ્લે સ્ટોર પરથી હટાવી દેવામાં આવશે.”
Fact Check/Verification
દાવો ચકાસવા માટે અમે સંબંધિત કીવર્ડ્સ માટે Google પર સર્ચ કર્યું. આ સમય દરમિયાન અમને ભારત સરકારે ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો હોવાના દાવાની પુષ્ટિ કરતો કોઈ વિશ્વસનીય અહેવાલ અથવા સરકારી દસ્તાવેજ મળ્યો નથી.
હવે અમે ડેપ્યુટી ડાયરેક્ટર ક્ષિતિજ સિંઘા , પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો ( ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય )નો સંપર્ક કર્યો . ફોન પર વાતચીતમાં, તેમણે ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકવાના ભારત સરકારના દાવાને રદિયો આપ્યો અને કહ્યું, “ભારત સરકાર દ્વારા આવો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.”
વાયરલ ગ્રાફિકની વધુ તપાસ કરવા માટે, અમે ઝી ન્યૂઝના ટૅક પત્રકાર સાથે વાત કરી. તેમણે વાઇરલ ગ્રાફિકને નકલી ગણાવ્યું. જો તમે ધ્યાનથી જોશો, તો તમે વાયરલ ગ્રાફિક પર PDF MALA લખેલું જોઈ શકો છો. તેમણે કહ્યું કે ઝી ન્યૂઝના મૂળ ગ્રાફિક્સ પર આવા વોટરમાર્ક મૂકવામાં આવ્યા નથી.
Read Also – Fact Check – જયપુરમાં વરસાદના લીધે રોડમાં જેસીબી ધસી ગયાનો વીડિયો ગુજરાતનો ગણાવી વાઇરલ
Conclusion
તપાસમાંથી અમે એ નિષ્કર્ષ પર પહોંચીએ છીએ કે ભારત સરકારે ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો નથી. વાયરલ દાવો ખોટો છે.
Result – False
Sources
Phonic conversation with Kshitij Singha, DD PIB (MeitY).
Phonic conversation with Tech journalist of Zee News.
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044