Authors
Claim – જસ્ટિસ દલવીર ભંડારીને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)ના મુખ્ય ન્યાયાધીશ તરીકે ચૂંટાયા હોવાનો દાવો
Fact – ના દાવો ગેરમાર્ગે દોરનારો છે અને અર્ધસત્ય છે. તેઓ ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસના મેમ્બર તરીકે નિમાયા હતા.
જસ્ટિસ દલવીર ભંડારીને ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસ (ICJ)ના મુખ્ય ન્યાયાધીશ તરીકે ચૂંટાયા હોવાનો દાવો કરતો મૅસેજ પ્રાપ્ત થયો છે.
મૅસેજમાં દાવો કરાયો છે કે, “તાજા સમાચાર. ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસના મુખ્ય ન્યાયાધીશની ચૂંટણી. ભારતની મોટી જીત. વડાપ્રધાન મોદીની ચાણક્ય મુત્સદ્દીગીરી. વિશ્વ મંચ પર બ્રિટનની હાર.પીએમ મોદીજીએ વિશ્વભરમાં કેવી રીતે સંબંધો બાંધ્યા છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. જસ્ટિસ દલવીર ભંડારીની ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના ચીફ જસ્ટિસ તરીકે પસંદગી કરવામાં આવી છે. ભારતના ન્યાયમૂર્તિ દલવીર સિંહને 193માંથી 183 મત મળ્યા (દરેક દેશમાંથી એક પ્રતિનિધિત્વ) અને બ્રિટનના ન્યાયમૂર્તિ ક્રિસ્ટોફર ગ્રીનવુડને હરાવ્યા. તેમણે પદ પર બ્રિટનની 71 વર્ષની એકાધિકાર તોડી. વડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રાલય આ સિદ્ધ કરવા માટે છેલ્લા 6 મહિનાથી સખત મહેનત કરી રહ્યા છે! તમામ 193 દેશોના પ્રતિનિધિઓનો સંપર્ક કરવો અને સરળતાથી જીતવાની ખાતરી ધરાવતા બ્રિટિશ ઉમેદવાર અંગે ભારતની સ્થિતિ સમજાવવી ખૂબ જ મુશ્કેલ કામ હતું. 11મા રાઉન્ડના વોટિંગમાં જસ્ટિસ દલવીર ભંડારીને જનરલ એસેમ્બલીમાં 193માંથી 183 વોટ અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના 15 સભ્યોમાંથી 15 મત મળ્યા હતા. જસ્ટિસ દલવીર ભંડારી 9 વર્ષના સમયગાળા માટે આ પદ સંભાળશે. આ 183 દેશોએ ભારતને મત આપ્યો, તેમાંથી કોઈ પણ “આંધળા મોદી ભક્ત” નથી! આ બધા વિચારશીલ છે, આઝાદીના 70 વર્ષ પછી આપણા વડાપ્રધાન મોદીજીએ વિશ્વભરના દેશો સાથે કેટલા નમ્ર, આદરપૂર્ણ અને સારા સંબંધો બાંધ્યા છે તેનું આ એક ઉત્તમ ઉદાહરણ છે. ભારતીય સમાચાર માધ્યમો આવી મહાન વસ્તુઓનું પ્રસારણ કરતા નથી, તેઓને મોદી વિરુદ્ધ સમાચાર જોઈએ છે, તે જ તેઓ શોધે છે અને પ્રસારિત કરે છે.”
ન્યૂઝચેકરને અમારી WhatsApp ટિપલાઇન (+91 9999499044) પર ઘણા વપરાશકર્તાઓ તરફથી આ દાવો મળ્યો છે અને તેની સત્યતા ચકાસવા વિનંતી કરવામાં આવી છે. વધુમાં મરાઠી સહિતની ભાષાઓમાં પણ આ મૅસેજ આ પ્રકારના સંબંધિત દાવા સાથે ભૂતકાળમાં વાઇરલ થયો હતો.
Fact Check/Verification
દાવાની તપાસમાં અમે આઈસીજે વિશે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો. ગૂગલ સર્ચની મદદથી મળેલી માહિતી અનુસાર ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)ની સ્થાપના યુનાઇટેડ નેશન્સ દ્વારા જૂન 1945માં કરવામાં આવી હતી અને એપ્રિલ 1946માં કામ કરવાનું શરૂ કર્યું હતું. નેધરલેન્ડ્સમાં ધ હેગના પીસ પાસિઝમાં સ્થિત આઈસીજે રાષ્ટ્રો વચ્ચેના કાનૂની વિવાદોના સમાધાન માટેની એક સંસ્થા તરીકે કાર્ય કરે છે. તેમાં 193 દેશોનો સમાવેશ થાય છે અને તેમાં 15 ન્યાયાધીશોનો સમાવેશ થાય છે જે સામાન્ય રીતે 9 વર્ષની મુદત માટે ચૂંટાય છે. જોકે, જો કોઈ ન્યાયાધીશ તેમની મુદત પૂરી કરતા પહેલા રાજીનામું આપે છે, તો બાકીના સમયગાળા માટે નવા ન્યાયાધીશની પસંદગી કરવામાં આવે છે.
ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસની અધિકૃત વેબસાઇટ કોર્ટના સંગઠનની રૂપરેખા આપે છે. આઈસીજેના પ્રકરણ 1, કલમ 21માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અદાલત ત્રણ વર્ષની મુદત માટે પ્રમુખ અને ઉપપ્રમુખની પસંદગી કરે છે. આઈસીજેની વેબસાઇટ અનુસાર, 8 ફેબ્રુઆરી 202ના રોજ, અમેરિકાના જજ જોન ઇ. ડોનોઘુ અને રશિયાના કિરીલ જ્યોર્જિયનને અનુક્રમે કોર્ટના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા હતા. ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની વેબસાઈટ પર “ચીફ જસ્ટિસ” નામના પદનો કોઈ ઉલ્લેખ નથી અને ન તો ભૂતકાળમાં કોઈ વ્યક્તિ દ્વારા આવા કોઈ પદ પર હોવાનો કોઈ સંદર્ભ નથી.
એપ્રિલ 2012માં, ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે જાહેરાત કરી હતી કે જસ્ટિસ ભંડારીને ICJના સભ્ય તરીકે પ્રથમ વખત ચૂંટવામાં આવ્યા છે, જે અગાઉના વર્ષે રાજીનામું આપ્યા બાદ જોર્ડનના ભૂતપૂર્વ ન્યાયાધીશ અને કોર્ટના ઉપપ્રમુખ અવન શૌકત અલ-ખાસવનેહના અનુગામી બન્યા હતા.
ત્યારબાદ નવેમ્બર 2017માં જસ્ટિસ ભંડારી 193માંથી 183 મત મેળવ્યા બાદ નવ વર્ષ માટે આઈસીજેના સભ્ય તરીકે ફરીથી ચૂંટાયા હતા. ભારતીય સમાચાર આઉટલેટ્સ દ્વારા પણ આને વ્યાપકપણે કવર કરવામાં આવ્યું હતું.
કોર્ટના વર્તમાન સભ્યોની યાદી પુષ્ટિ કરે છે કે, ભારતના ન્યાયમૂર્તિ દલવીર ભંડારી હાલમાં કોર્ટના સભ્ય તરીકે નિયુક્ત છે. જેઓ આઈસીજેમાં ભારતનું પ્રિતિનિધિત્વ કરે છે.
વઘુમાં વર્તમાન સમયમાં આઈસીજેની આ પ્રકારની કોઈ ચૂંટણી યોજાઈ નથી જેમાં ભારત તરફે જસ્ટિસ ચૂંટાઈ આવ્યા હોય.
Conclusion
ન્યૂઝચેકર્સની તપાસ દર્શાવે છે કે, ઇન્ટરનેશનલ કોર્ટ ઑફ જસ્ટિસમાં ચીફ જસ્ટિસ જેવી કોઈ પોસ્ટ જ નથી. આમ, જસ્ટિસ દલવીર ભંડારી ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસના મુખ્ય ન્યાયાધીશ તરીકે ચૂંટાયા નથી, તેઓ 2012થી સભ્ય છે. તેથી, આ વાયરલ દાવો વાચકને એ વિશ્વાસમાં ગેરમાર્ગે દોરે છે અને ખોટો ઠરે છે કે, ન્યાયમૂર્તિ ભંડારીને ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ (ICJ)ના મુખ્ય ન્યાયાધીશ તરીકે ચૂંટવામાં આવ્યા છે.
Rating – False
Our Sources
Website of International Court of Justice
Press Release International Court of Justice
Indian Ministry of External Affairs Website
List of Current members (ICJ website)
Live Mint
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044