Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
સૂટબૂટમાં કથાવાચક અનિરુદ્ધાચાર્ય અને તેમના પત્નીની વાઇરલ તસવીર.
તસવીર બનાવટી છે. તે આઈ દ્વારા ડીપફેક કરાયેલ તસવીર છે.
સોશિયલ મીડિયામાં એક તસવીર શેર કરવામાં આવી છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, તે તસવીર કથાવાચક અનિરુદ્ધાચાર્ય અને તેમના પત્નીની છે.
આ ફોટોમાં અનિરૂદ્ધ આચાર્ય શૂટ-બૂટ પહેરેલા એક મહિલા સાથે ફોટો પડાવતા જોઈ શકાય છે. આ ફોટોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “અનિરૂદ્ધ આચાર્ય અને તેમનાં પત્ની.”
તદુપરાંત, ન્યૂઝચેકરને તેની વૉટ્સએપ ટિપલાઈન (+91 9999499044) પર આ દાવો ફૅક્ટચેક માટે મોકલવામાં આવ્યો છે અને તેની હકીકત તપાસવાની વિનંતી કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકર અનુસાર તસવીર ખરેખર એઆઈ દ્વારા મૅનિપ્લૂલેશન કરીને ડીપફેક કરાયેલ છે.
દાવાની તપાસ માટે અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી તસવીરને સર્ચ કરતા અમને ઘણા પરિણામો પ્રાપ્ત થયા હતા.
જેમાં અમને Bollywoodbubble વેબસાઈટનો એક અહેવાલ પ્રાપ્ત થયો હતો. તેમાં તસવીરને ધ્યાનથી જોતા સ્પષ્ટ દેખાય છે કે, ઓરિજનલ ફોટોમાં બોલીવૂડ અભિનેતા અભિષેક બચ્ચન અને એશ્રર્યા રાય બચ્ચન છે.
વધુમાં અમને 19 એપ્રિલ-2018માં ઇન્ડિયા ટૂડે દ્વારા પ્રકાશિત અહેવાલ પણ પ્રાપ્ત થયો. આ અહેવાલમાં પણ જે તસવીર વાપરવામાં આવી છે તે વાઇરલ તસવીર જેવી જ છે. તેનું બેકગ્રાઉન્ડ અને પહેરેલાં વસ્ત્રો તથા આભૂષણો પણ સરખા જ છે. જેનો અર્થ છે કે, ખરેખર અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાયની તસવીર પર એઆઈ દ્રારા અન્ય વ્યક્તિના ચહેરા લગાવી ડીપફેક કરી ખોટી તસવીર તૈયાર કરવામાં આવી છે.
વળી આ સિવાય અન્ય ન્યૂઝ આઉટલેટ દ્વારા પણ અહેવાલ પ્રકાશિત કરાયા હતા તેમાં ઉપરોક્ત તસવીર પ્રકાશિથ થઈ હતી. તે અહેવાલ અહીં અને અહીં જુઓ.
તદુપરાંત, તસવીર એઆઈ ડીપફેક છે કે કેમ તેની ચોક્કસાઈ માટે કેટલાક એઆઈ ડિટેક્શન અને ડીપફેક ચકાસતા ટુલની પણ મદદ લીધી.
જેમાં ડીપફેક ડીટેક્ટ ટૂલમાં (Deepfake detect) અમે તસવીર સ્કૅન કરતા તેમાં તે એઆઈ દ્વારા ડીપફેક નિર્મિત તસવીર હોવાનું પરિણામ જોવા મળ્યું.
ડીપફેક ડિટેક્ટ ટૂલમાં અમને તસવીર 75 ટકાથી વધુ એઆઈ થકી ડીપફેક હોવાનું તારણ મળ્યું.
વધુમાં અમે Hive (હાઈવ) એઆઈ ટૂલમાં પણ તસવીરની ચકાસણી કરી અને તેમાં પણ અમને તે તસવીર એઆઈ દ્વારા મેનિપ્લૂયેશન કરીને ડીપફેક કરાયેલ હોવાનું તારણ મળ્યું. તેમાં તે 34 ટકાથી પણ વધુનું પરિણામ જોવા મળ્યું.
અમે તસવીરના બંને ભાગને અલગ અલગ તારવીને તેમાં ચકાસ્યા જેમાં અમને તે એઆઈ થકી તૈયાર થયેલ હોવાનું પરિણામ પ્રાપ્ત થયું.
વધુમાં અમે Detect AI ટૂલની પણ મદદ લીધી અને તેમાં પણ અમને તસવીર એઆઈની મદદથી ડીપફેક કરાઈ હોવાની 93 ટકાનું પરિણામ મળ્યું.
આ તમામ બાબતો દર્શાવે છે કે, ખરેખર બોલીવૂડ અભિનેતા અને અભિનેત્રી અભિષેક બચ્ચની તસવીર પર કથાવાચક અનિરુદ્ધાચાર્ય અને તેમના પત્નીના ચહેરા એઆઈની મદદથી લગાવીને એક ડીપફેક તસવીર તૈયાર કરી ખોટા દાવા સાથે વાઇરલ કરવામાં આવી છે.
Read Also : Fact Check – મહાકુંભમાં અમિતાભ બચ્ચન-રેખાની સંગમસ્નાનની તસવીર AI જનરેટેડ છે
અમારી તપાસમાં નિષ્કર્ષ નીકળે છે કે, કથાવાચક અનિરુદ્ધાચાર્ય અને તેમની પત્નીના નામે વાઇરલ તસવીર ખરેખર એઆઈ નિર્મિત ડીપફેક તસવીર છે. તે અસલી નથી. તેને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી છે.
Sources
News Report by India Today, dated, 18th Apr, 2018
News Report by Times of India, dated, 16th Jan, 2019
News Reports by Asianews, Dated, 2nd Aug, 2021
AI Detection Tools – Hive, Deepfake detect, Detect AI
Bollywoodbubble Website
Dipalkumar Shah
May 17, 2025
Dipalkumar Shah
May 16, 2025
Dipalkumar Shah
April 30, 2025