Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
સાસણ ગીરમાં બે સિંહો વચ્ચેની ભયંકર લડાઈનો લાઇવ વીડિયો.
દાવો ખોટો છે. વાઇરલ વીડિયો ખરેખર દક્ષિણ આફ્રિકાના મેડિક્વેનો વીડિયો છે.
ગુજરાતના સાસણ ગીરમાં એશિયાટિક લાયન (સિંહો) જંગલમાં ફરતા હોય તેના ઘણા વીડિયો વાઇરલ થતા આવ્યા છે. જૂનાગઢ અને અમરેલી સહિતના વિસ્તારોમાં સિંહો રસ્તા પર આવી જતા હોવાના ઘણા વીડિયો વાઇરલ થતા હોય છે.
ઘણીવાર માનવવસ્તીમાં પણ ઘુસી આવે છે અને મનુષ્યો સામે તેમનો આમનોસામનો પણ થાય છે. તો ક્યારેક તેઓ નાના બાળકો, પશુઓ અને ઘણી વાર રાત્રે સૂતા લોકોને પણ ખેંચી જતા હોવાની ઘટનાઓ ઘટી ચૂકી છે. ગીરના સિંહોના અત્યાર સુધી ઘણા વીડિયો વાઇરલ થયા છે.
જોકે, ગીરના સિંહો અને વન્યજીવો મામલે ઘણી વાર કેટલીક મિસઇન્ફર્મેશન પણ વાઇરલ થતી જોવા મળી છે. જે ગીરના વન્યજીવોના હિતમાં નથી.
દરમિયાન, સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. વીડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, બે સિંહો સાસણ ગીરમાં ભયંકર રીતે લડી રહ્યા છે તેનો લાઇવ નજારો છે.
વીડિયોમાં બે સિંહો જંગલમાં એક બીજા સામે હુમલો કરીને લડતા જોવા મળે છે. તળાવ પાસે તેઓ લડી રહ્યા છે. એક સફારી જીપ તેમનો પીછો પણ કરી રહી હોવાનું તેમાં જોવા મળે છે.
સોશિયલ મીડિયા યુઝરે વીડિયો શેર કરતા કૅપ્શનમાં લખ્યું છે કે, “સાસણ ગીરમાં સિંહોની લડાઈનો લાઇવ વીડિયો.”

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકર અનુસાર વાઇરલ વીડિયો ખરેખર સાસણ ગીરનો નથી પણ અન્ય જગ્યાનો છે.
વાઇરલ વીડિયોની તપાસ માટે અમે સૌપ્રથમ વીડિયોના કીફ્રેમ્સને રિવર્ઝ ઇમેજની મદદથી સર્ચ કર્યાં. જેમાં અમને 13 માર્ચ-2025ના રોજ ઇન્સ્ટાગ્રામ યુઝર દ્વારા અપલોડ કરવામાં આવેલ પોસ્ટ મળી. આ પોસ્ટમાં જણાવેલ છે કે વીડિયો દક્ષિણ આફ્રિકાના મેડિક્વેનો છે.

વળી, વધુ તપાસ કરતા અમને એક અન્ય ઇન્સ્ટાગ્રામ યુઝરની પોસ્ટ મળી. તેમાં પણ માહિતી આપવામાં આવેલ છે કે, વીડિયો ખરેખર દક્ષિણ આફ્રિકાના મેડિક્વેનો છે.
પોસ્ટમાં વધુમાં જણાવવામાં આવેલ છે કે, “નર સિંહ ત્સ્વાલુ માદા સિંહણનો પીછો કરી રહ્યો છે. પણ ત્યાં શિમેગા નર સિંહ આવી ચઢે છે. અને પછી લડાઈ થાય છે. મેડિક્વે દક્ષિણ આફ્રિકાથી અદભૂત નજારો.”
ત્યાર બાદ અમે મેડિક્વે વિશે સર્ચ કરતા અમને મેડિક્વે ગૅમ રિઝર્વ વિશે જાણવા મળ્યું. તે સિંહોની સફારી છે અને અહીં 60થી વધુ સિંહો છે. અહીં આફ્રિકી પ્રજાતિના સિંહો છે.

મેડિક્વે સફારી લ઼ૉન્જનું ઇન્સ્ટાગ્રામ પૅજ પણ છે. ત્યાં જે વીડિયો ઉપલબ્ધ છે, તેમાં સિંહોના ટોળાં અને વાઇરલ વીડિયોમાં દર્શાવેલ તળાવ પણ ઘણા વીડિયોમાં દૃશ્યમાન છે.
તદુપરાંત અમે ગુજરાતના સાસણ ગીરના રેન્જ ફોરેસ્ટ અધિકારી નીખિલકુમાર નિમ્બાર્ક સાથે પણ વાતચીત કરી.
નીખિલકુમારે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું કે, “વીડિયોમાં જે સિંહ છે તે આફ્રિકી પ્રજાતિનાં છે. તે એશિયાટિક નથી. તેમના કેશ અને પેટની ચરબી પણ ઓછી છે. જ્યારે એશિયાટિક સિંહોના પેટ નીચે વધુ પડતા લટકતા હોય છે અને ઘેરાવ પણ વધુ હોય છે. ઉપરાંત, જંગલનો જે વિસ્તાર છે, તે જોઈને પણ લાગે છે કે આ સાસણ ગીરનો વિસ્તાર નથી. આથી વીડિયો સાસણ ગીર નહીં પરંતુ આફ્રિકી વિસ્તારનો લાગે છે.”
ઉપરોક્ત તમામ બાબતો દર્શાવે છે કે, સિંહોની લડાઈનો વાઇરલ વીડિયો ખરેખર આફ્રીકી દેશનો છે. તે સાસણ ગીરનો નથી.
Read Also: Fact Check – સૂતેલા માણસ પાસે સિંહ આવી ગયાનો વાઇરલ વીડિયો ખરેખર AI જનરેટેડ છે
અમારી તપાસમાં જાણવા મળે છે કે, સાસણ ગીરમાં બે સિંહો વચ્ચેની ભયંકર લડાઈનો વાઇરલ વીડિયો ખરેખર સાસણ ગીર નહીં પણ દક્ષિણ આફ્રિકાનો છે. તેમાં રહેલા સિંહો પણ આફ્રિકી પ્રજાતિના છે. તે એશિયાટિક સિંહો નથી.
Sources
Instagram post by Big Cats Nature Photography
Instagram post by Tema3_99
Midikwe Safari Longue Wesbite
Telecophinc conversation with Gir RFO Nikhilkumar Nimbark
Dipalkumar Shah
June 10, 2025
Dipalkumar Shah
April 17, 2025
Dipalkumar Shah
February 4, 2025