Authors
Claim – સુપ્રિયા સુલે મહારાષ્ટ્રની ચૂંટણીમાં બિટકૉઈનનો ઉપયોગ કરવાની વાત કરે છે.
Fact – ના, વાયરલ ઑડિયો AI જનરેટેડ છે.
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મતદાનના એક દિવસ પહેલા પુણેના પૂર્વ IPS અધિકારી રવિન્દ્ર નાથ પાટીલે આરોપ લગાવ્યો હતો કે, મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં બિટકૉઈન કૌભાંડના નાણાંનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને તેમાં બારામતીના સાંસદ સુપ્રિયા સુલે અને મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે સામેલ છે.
આ આરોપ બાદ ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદીએ પણ પ્રેસ કૉન્ફરન્સ કરી અને આરોપ લગાવ્યો કે મહાવિકાસ આઘાડીના નેતાઓ સુપ્રિયા સુલે અને નાના પટોલેએ ચૂંટણીમાં બિટકૉઈનનો ઉપયોગ કર્યો છે. આ દરમિયાન ભાજપ દ્વારા ઘણા ઑડિયો બહાર પાડવામાં આવ્યા હતા. આમાંનો પહેલો ઓડિયો સારથી એસોસિએટ્સ ઓડિટ ફર્મના કર્મચારી ગૌરવ મહેતા અને પોલીસ કમિશનર અમિતાભ ગુપ્તા વચ્ચેનો છે. કથિત રીતે બીજો ઑડિયો મહારાષ્ટ્ર કૉંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે અને અમિતાભ ગુપ્તાનો છે. આ સિવાય ત્રીજો ઑડિયો સુપ્રિયા સુલે અને ગૌરવ મહેતા વચ્ચેનો છે. ચોથો ઑડિયો અમિતાભ ગુપ્તા અને ગૌરવ મહેતા વચ્ચેનો છે.
સુપ્રિયા સુલે અને ગૌરવ મહેતાના કથિત ઑડિયોમાં સુપ્રિયા સુલે કહેતા સંભળાય છે, “ગૌરવ, તમે અમને જવાબ કેમ નથી આપતા? અમને પહેલા રોકડની જરૂર છે. તમારો કોઈ માણસ જવાબ નથી આપતો. અમારી સાથે રમતો ન રમો. ગુપ્તાએ કહ્યું હતું- તમારી પાસે તમામ બિટકૉઈન અને પૈસા છે. તરત જ ફોન કરો. અમને પૈસાની જરૂર છે અને ચૂંટણી ચાલી રહી છે. આ પછી સુપ્રિયા કહે છે- બોસ, તમે બધા બિટકૉઈનને રોકડમાં કેમ નથી બદલી રહ્યા. તેમની કિંમત પણ અનુકૂળ છે. અમને ચૂંટણીમાં ભંડોળની જરૂર છે. પૂછપરછ વિશે ચિંતા કરશો નહીં. જ્યારે અમે સત્તામાં આવીશું ત્યારે અમે તેને સંભાળીશું. તમે બસ કરો.”
બીજા ઑડિયોમાં નાના પટોલે કથિત રીતે એમ કહેતા સાંભળવા મળે છે કે, “અમિતાભ, પૈસાનું શું થયું. મેં તમને ગઈ કાલે કહ્યું હતું ને? આવી મજા ના કરો.
આ બંને ઑડિયો ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે સહિત અનેક વેરિફાઈડ એક્સ એકાઉન્ટ્સ દ્વારા શેર કરવામાં આવ્યા છે.
Fact Check/Verification
સુપ્રિયા સુલે અને નાના પટોલેના વાઈરલ ઑડિયોની તપાસ કરતી વખતે, ન્યૂઝચેકરે સૌપ્રથમ તેનાથી સંબંધિત ન્યૂઝ રિપોર્ટ્સની તપાસ કરી. આ સમય દરમિયાન, અમને સુપ્રિયા સુલેના X એકાઉન્ટમાંથી એક ટ્વિટ મળ્યું.
આ ટ્વીટમાં એક પત્ર સામેલ છે, જે ચૂંટણી પંચને લખવામાં આવ્યો હતો. જેમાં તેમણે ઑડિયોને નકલી ગણાવ્યો હતો અને પૂર્વ આઈપીએસ રવિન્દ્ર નાથ પાટીલ અને ગૌરવ મહેતા નામના અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગ કરી હતી. સુપ્રિયા સુલેએ પોતાના ટ્વિટમાં લખ્યું હતું કે, “મતદાનની આગલી રાતે મતદારોને ગેરમાર્ગે દોરવા માટે ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. અમે બિટકૉઈનના ગેરઉપયોગના ખોટા આરોપો સામે ચૂંટણી પંચ અને સાયબર ક્રાઈમ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. આની પાછળના ઈરાદા દૂષિત છે. બંધારણથી ચાલતી લોકશાહીમાં આ બધું થઈ રહ્યું છે તે નિંદાને પાત્ર છે.”
આ સિવાય એક ટ્વીટમાં તેમણે ભાજપના પ્રવક્તા સુધાંશુ ત્રિવેદી પર પણ નિશાન સાધ્યું અને કહ્યું કે તે પાયાવિહોણા આરોપો લગાવી રહ્યા છે અને મારા વકીલ તેમને માનહાનિની નોટિસ મોકલવાના છે.
તે જ સમયે, મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ ભંડારાના મતદાન કેન્દ્ર પર પોતાનો મત આપ્યા પછી મીડિયા સાથે વાત કરતા કહ્યું કે “ભાજપ દ્વારા લાવવામાં આવેલા આઈપીએસ અધિકારી રવિન્દ્ર પાટીલ પણ આઈપીએસ અધિકારી નથી. ભાજપ જુઠ્ઠાણાનો પક્ષ બની ગયો છે. તેઓ આ બધું ચૂંટણી પહેલા જ કરી રહ્યા છે. મારો અવાજ ઑડિયોમાં નથી. હું એક ખેડૂત છું, મને બિટકૉઈન પણ સમજાતું નથી. તેમણે એમ પણ કહ્યું કે, અમે કાનૂની નોટિસ આપી છે અને એફઆઈઆર નોંધાવી છે. અમે સુધાંશુ ત્રિવેદી સામે માનહાનિનો કેસ પણ દાખલ કરીશું.”
આ પછી, અમે સુપ્રિયા સુલે અને નાના પટોલેના વાયરલ ઑડિયોની તપાસ કરવા માટે ‘મીસઈન્ફોર્મેશન કોમ્બેટ એલાયન્સ’ (MCA)ના ડીપફેક એનાલિસિસ યુનિટ (DAU)નો સંપર્ક કર્યો. ન્યૂઝચેકર પણ આનો એક ભાગ છે. ડીપફેક એનાલિસીસ યુનિટ (ડીએયુ)એ સુપ્રિયા સુલેના ઑડિયોને હિયા, ટ્રુમીડિયા, હાઇવ અને ડીપફેક-ઓ-મીટર દ્વારા અલગ-અલગ ટૂલ્સથી તપાસ્યા.
હિયાએ તે મોટા પ્રમાણમાં AI જનરેટ થવાની સંભાવના વ્યક્ત કરી હતી. જ્યારે, ટ્રુ મીડિયાએ 100 ટકા શક્યતા વ્યક્ત કરી હતી. તમે નીચે બંને ટુલના પરિણામો જોઈ શકો છો.
આ ઉપરાંત, Hive એ તેના 90 ટકાથી વધુ AI જનરેટ થવાની સંભાવના પણ વ્યક્ત કરી છે. ડીપફેક-ઓ-મીટર એ પણ સંકેત આપે છે કે તે ઘણી હદ સુધી જનરેટ થયેલ AI હતું.
ડીપફેક એનાલિસિસ યુનિટ (ડીએયુ) અહેવાલ લખાય ત્યાં સુધી નાના પટોલેના વાયરલ ઑડિયોની તપાસ કરી રહી છે. જ્યારે પરિણામો આવશે ત્યારે અહેવાલ અપડેટ કરવામાં આવશે.
Conclusion
અમારી તપાસમાં મળેલા પુરાવાઓ પરથી સ્પષ્ટ થાય છે કે સુપ્રિયા સુલના ઑડિયો તરીકે શેર કરવામાં આવેલ વાઇરલ ઑડિયો AI જનરેટેડ છે.
Result: Altered Media
Our Sources
Post by Surpiya sule X account on 19th Nov 2024
Article Published by Times of India on 20th Nov 2024
Analysis by DAU
(અહેવાલ ન્યૂઝચેકર હિંદી રનજય કુમાર દ્વારા પણ પ્રકાશિત થયેલ છે. અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો)
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044