Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact Check
ભારતના હુમલા પછી પાકિસ્તાની ન્યૂઝ એન્કર ચાલુ કાર્યક્રમે રડવા લાગ્યા.
દાવો ખોટો છે. પાકિસ્તાની ન્યૂઝ એન્કરનો રડવાનો વીડિયો વર્ષ 2023નો છે.
સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો છે. વીડિયો સાથે દાવો કરવામાં આવી રહ્યો છે કે, ભારતના હુમલા બાદ પાકિસ્તાની એન્કર ચાલુ કાર્યક્રમે રડવા લાગ્યા હતા.
વીડિયો ક્લિપમાં એક મહિલા રડી રહ્યા છે. ચાલુ સમાચારે તેઓ રડતા અવાજે મૃતકો વિશે વાત કહી દુખ વ્યક્ત કરી રહ્યા છે.
તેઓ વીડિયોમાં કહી રહ્યા છે કે, “મને પેલેસ્ટાઇનના નિર્દોષ લોકોને માફ કરો. લાઇવ શો દરમિયાન એન્કર રડવા લાગ્યા.”

સોશિયલ મીડિયા પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં, અહીં અને અહીં અને અહીં જુઓ.
જોકે, ન્યૂઝચેકર અનુસાર વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવ્યો છે.
ઓપરેશન સિંદૂરમાં ગુમાવેલા લોકોના જીવ માટે રડતા પાકિસ્તાની ન્યૂઝ એન્કરનો વાયરલ વીડિયો ચકાસવા માટે, અમે વીડિયોના કીફ્રેમ્સને રિવર્સ ઇમેજ સર્ચ કરી ચકાસણી કરી.
જેમાં, અમને આ વીડિયો 8 નવેમ્બર 2023ના રોજ પાકિસ્તાની મીડિયા ચેનલ એક્સપ્રેસ ન્યૂઝના સત્તાવાર યુટ્યુબ ચેનલ પર મળ્યો. આ વિડીયો યુટ્યુબ પર નવેમ્બર 2023થી ઉપલબ્ધ હોવાથી, તે સ્પષ્ટ છે કે તે 6/7 મે 2025ના રોજ પાકિસ્તાની આતંકવાદી છાવણીઓ પર ભારતના હુમલા પછીનો નથી.

વીડિયો અહેવાલમાં લખ્યું છે, “મને પેલેસ્ટાઇનના નિર્દોષ લોકોને માફ કરો.” લાઇવ શો દરમિયાન એન્કર ફરવા વાહીદ રડવા લાગ્યાં.”
આ વીડિયોમાં, ફરવા વહીદ ઇઝરાયલ-હમાસ સંઘર્ષને કારણે ગાઝામાં જીવ ગુમાવનારા લોકો વિશે રિપોર્ટિંગ કરતા જોવા મળે છે. આ દરમિયાન, 9:10 મિનિટે, તે ભાગ દેખાય છે જ્યારે તે ગાઝામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકો વિશે વાત કરતી વખતે રડવા લાગે છે.

વધુ તપાસમાં જાણવા મળ્યું કે, ફરવા વહીદે 7 નવેમ્બર, 2024ના રોજ તેમના ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો પણ પોસ્ટ કર્યો “હું મારા આંસુ અને લાગણીઓને કાબૂમાં રાખી શકી નહીં.. મને ખબર છે કે આપણે પેલેસ્ટાઇન (ગાઝા)ના લોકો માટે કંઈ કરી શકતા નથી. હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, ઘણા લોકો ટકી રહેવા માટે સંઘર્ષ કરી રહ્યા છે અને તે ખૂબ જ દુઃખદાયક છે.. આ ક્રૂરતાનો જલ્દી અંત આવે.”
તપાસમાં જાણવા મળ્યું છે કે રડતા પાકિસ્તાની ન્યૂઝ એન્કરનો વીડિયો વર્ષ 2023નો છે. આ વીડિયો ભારત અને પાકિસ્તાન વચ્ચે તાજેતરમાં ચાલી રહેલા વિવાદ સાથે સંબંધિત નથી.
Sources
Youtube video by Express News on 6th November 2023.
Instagram post by on 7th November 2023.